________________
૯૨૮
શારદા રત્ન
ગામના ને બહારગામના જે માણસ આવે તે બધાને કામ આપે છે. આ સાંભળીને શેઠ ત્યાં આવ્યા ને નેકરી કરવા લાગ્યા. રાજાના કાયદા પ્રમાણે રાજાના માણસોએ તેમનું લીસ્ટમાં નામ લખી દીધું. સાંજે તે લીસ્ટ રાજાને બતાવ્યું. લીસ્ટમાં સાગરદત્ત નામ વાંચતા રાજાને આશ્ચર્ય થયું. નક્કી આ મારા પિતા હશે! સવાર પડતા રાજા અને ગુણચંદ્ર બંને ભાઈઓ ત્યાં પહોંચી ગયા. પિતાને જોતાં બંને ભાઈ પિતાના ચરણમાં પડ્યા. પિતા પુત્રનું મિલન થતાં આનંદની ઉર્મિઓ ઉછળવા લાગી. ખૂબ ઠાઠમાઠથી પિતાને રાજમહેલમાં લઈ આવ્યા. બંને ભાઈને પિતા તો મળી ગયા, પણ માતાનું શું બન્યું તે આપ સાંભળો.
બકો રાજાને મરાયા, શેઠ ગયા વાપિસ નહીં આયા !
શેઠાણી (ફર રૂદન મચાવે, દૌડ પડોસી સબ ટ આપે છે
ગુણદત્ત અને ગુણચંદ્રને તે રાજાએ ફાંસીની શિક્ષા ફરમાવી. ત્યાંથી પાછા આવતા શેઠને રસ્તામાંથી દેવ ઉપાડી ગયો તેથી શેઠ ઘેર આવ્યા નહિ. રાત પડી છતાં શેઠ આવ્યા નહિ એટલે શેઠાણીને ખૂબ ચિંતા થવા લાગી. બે-ત્રણ દિવસ થયા છતાં શેઠ ઘેર આવ્યા નહિ એટલે શેઠાણી તો કાળા પાણીએ રડે છે. તેના રૂદનને અવાજ સાંભળીને પાડેશીઓ ભેગા થઈ ગયા. બધા તેને આશ્વાસન દેવા લાગ્યા. બેન ! આપ રડશો નહિ, ગભરાશો નહિ. અમે બધા આપના છીએ. જે પુણ્યને ઉદય હશે તે કોઈને વાળ વાંકે જ થવાનું નથી. બધા ક્ષેમકુશળ તમને મળી જશે. આપ ધર્મધ્યાનમાં સમય વીતાવ. શેઠાણી કહે–બહેને ! આ નગરીમાં રાજાને કેપ છે, માટે મારે આ નગરીમાં રહેવું નથી.
તારામતી શેઠાણી આમ વાત કરે છે ત્યાં એક ભાઈ આવ્યો. તેણે કહ્યું-હું તેજપુર નગરમાં જવાનું છું. જે આપને મારી સાથે આવવું હોય તો ચાલે. હું ત્યાં તમને કેઈ કામ અપાવીશ, જેથી તમારી આજીવિકા ચાલી રહેશે. શેઠાણીએ વિચાર કર્યો કે આ મોક સરસ છે. અહીંથી હું આ ભાઈની સાથે જાઉં. શેઠાણ તે તે ભાઈની સાથે તેજપુર નગરમાં આવ્યા. તેજપુર નગરમાં એક શેઠને ત્યાં મોટો લગ્ન મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. ત્યાં શેઠાણીને કામ અપાવ્યું. આ તારામતી બધાની સાથે હળીમળીને કામ કરવા લાગી, રસેઈ પણ સરસ બનાવતી હતી. કામકાજથી, મિલનસાર સ્વભાવથી તેણે બધાના દિલ જીતી લીધા ને તેમણે કાયમ માટે રસોઈયણ તરીકે રાખી લીધી. કર્મના ખેલ તે જુઓ ! કયાં શેઠાણી અને કયાં કર્મો બનાવી રઈયાણી ! જેમને ત્યાં રસેઈ કરવા ઘરમાં રસોઈયા હતા તે જ શેઠાણીને આજે રઈયાણું બનવાનો પ્રસંગ આવ્યો. શેઠાણીની રસોઈ બધાને ખૂબ અનુકૂળ આવી ગઈ. તેણે બુદ્ધિ, ચતુરાઈ અને મહેનતથી સૌને પ્રેમ સંપાદન કર્યો. શેઠ શેઠાણું તેને મનગમતા વસ્ત્રો બધું આપતા. તારામતી અને આ શેઠાણ બંનેને તે સગી બેન જેવો સ્નેહ થઈ ગયો, તેથી શેઠાણી જ્યાં જાય ત્યાં તારામતીને સાથે લઈને જાય.
શીલ પર સંકટ –એક વાર તારામતીને શેઠાણીની સાથે કયાંક બહાર જવાનું