________________
૯૨૬
શારત રત્ન માત્ર એક મિનિટમાં થયું. વિચારમાં ચઢેલા નમિરાજને એક મિનિટમાં જાતિસ્મરણ જ્ઞાન થયું, માટે સમય ઘણે કિંમતી ખજાને છે.
(૮) પરિગ્રહ કેટલે અનર્થકારી છે! માનના કારણે એક હાથી મેળવવા બંને રાજા ખૂનખાર જંગ મચાવવા તૈયાર થયા.
(૯) કંકણને પ્રસંગ તે આપણને એકત્વ ભાવનાને સારો ઉપદેશ આપે છે. એકલા આત્માને બીજી વળગણું વળગી એટલે બાજી બગડે. જ્યાં એક છે ત્યાં આનંદ છે. અને અનેક છે ત્યાં સંઘર્ષ છે. જેમ માણસને વળગણું વધે તેમ આત્મકલેશ વધે. એ નમિરાજના પ્રસંગથી સ્પષ્ટ દેખાઈ આવે છે. કંકણના નિમિત્તે એકત્વ ભાવના ભાવતા જાતિસ્મરણ જ્ઞાન થતાં દીક્ષા લીધી. જેના વૈરાગ્યની કસોટી કરવા ખુદ ઈન્દ્ર વિપ્રનું રૂપ લઈને આવ્યા. કેટલા પ્રલોભને આપ્યા, કેવા કરૂણ દયો બતાવ્યા, શ્રદ્ધાથી ચલિત કરવાની વાતો કરી, ભંડારો ભરપૂર ભરવાની વાત કરી, છતાં નમિરાજ ડગ્યા નહિ, પણ તેમના વૈરાગ્ય રસથી ભરપૂર જવાબ સાંભળીને છેવટે ઈન્દ્રને હાર કબૂલ કરવી પડી ને તેમને નમવું પડયું. નમિરાજનું પાત્ર સંયમી સાધકને સંયમમાં મજબૂત બનાવે છે. તેમના આપેલા જવાબ માર્ગ ભૂલેલાને ઠેકાણે લાવે છે. કથાનો આ ઉત્તરાર્ધ તત્વજ્ઞાન ભંડાર છે. ત્યાગીઓએ કેવી નિસ્પૃહી જિંદગી ગુજારવી, લાલચથી કેમ દૂર રહેવું, જેનો ત્યાગ કર્યો તેને ફરીને ઇરછવું નહિ, એ બધું એમાંથી જાણવા મળે છે. આ અધિકાર સાંભળીને આપ બધા નમિરાજના કર્તવ્યપરાયણ ગૃહસ્થાશ્રમનું અનુકરણ કરતા શીખે અને સર્વત્યાગી સંયમી સાધકે મહામુનિ નિમિરાજ જેવા બને એ જ ભાવના.
ચરિત્ર : ચાતુર્માસ પૂર્ણ થયું પણ હજુ આપણું ચરિત્ર ઘણું બાકી છે. તે આપને હવે ટૂંકમાં કહીશ. ગુણદત્ત રાજા, ગુણચંદ્ર અને બંને ભાઈની પત્નીઓ બધા આનંદથી રહે છે. ત્યાં શું બન્યું?
મહલમેં ગુણદત્ત જબ સે રહા, સ્વપ્ન દેખા પિતાના દર્શન હે રહા, કરતા મજદુરી વ દુઃખ ૫ રહા, ભીમપુરક મારગ આ રહા.
એક વખત ગુણદત્ત રાજા સુખશય્યામાં સૂતા હતા, ત્યારે રાત્રે તેમને એક સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં શું જોયું? સ્વપ્નમાં પિતાના દર્શન થયા. પિતાનું શરીર તે ઘણું સૂકાઈ ગયું છે. પિતા ખૂબ મહેનત મજુરી કરે છે ને દુઃખ ભોગવે છે. પિતાની આ સ્થિતિ જોતાં તેનું હૈયું ભરાઈ આવ્યું ને આંખમાંથી શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. પિતા પિતાના નગર ભીમપુર તરફ આવી રહ્યા છે એ જોતાં પોતે મહેલમાંથી ઉઠીને પિતાના સામું દોડ્યો ત્યાં તેની આંખ ઉઘડી ગઈ ને જોયું તો પોતે રાજભવનમાં સૂવે છે. આ સ્વપ્નથી પણ રાજાને ખૂબ આનંદ થયો કે હવે જરૂર મને મારા પિતા મળશે. પુણ્યવાન જીના સ્વપ્ન સાકાર બને છે. ગુણદત્તના મનમાં થયું કે પિતા મળશે જરૂર પણ તેમને પત્તો મેળવે કેવી રીતે? તેમના મનમાં ખૂબ વિચાર આવવા લાગ્યા કે