SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1026
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રને ૯૨૧ તેવું જ્ઞાન મળ્યાથી શું? તે જ્ઞાનના ગુલામ છે. આ જીવન એક વિશાળ રાજ્ય છે. જે આપણી સત્તા, પ્રભુત્વ તન પર કે મન પર ચાલે તો રાજા કેવી રીતે કહેવાય ? જે માનવી તન અને મનને ગુલામ બને તે તે જીવનને રાજા નથી પણ ભિખારી છે. જેમના જીવનમાં તપ અને જપનો સંગ છે એવા નમિરાજર્ષિના જીવનમાં ચારિત્રની ઝલક છે. એમની કસોટી કરવા દેવ આવ્યા, છતાં જરા પણ ચલિત ન થયા. જેમ મીણને ગોળો, લાકડાને ગોળો અને લોખંડનો ગેળો અગ્નિનો સંગ થતાં પીગળી જાય પણ માટીને ગળે અગ્નિમાં પડવાથી વધુ મજબૂત બને તેમ જેમ જેમ નમિરાજના વૈરાગ્યની પરીક્ષા થતી ગઈ તેમ તે વધુ ને વધુ દઢ બનતા ગયા. સોનાની જેમ વધુ તેજસ્વી બનતા ગયા. તમારી કઈ પરીક્ષા કરે તો તમારો નંબર કયા ગેળામાં આવે ? (તામાંથી અવાજ -માટીના ગાળામાં) તો ઘરમાં ઉભા રહો ખરા ? તમારી કસોટી થાય તે મીણના ગાળાની જેમ દૂરથી ભાગવા માંડે. કદાચ એટલેથી ન ડગો તે લાકડાના ગેળાની માફક તે પીગળી જાવ. મારા મહાવીરના સુપુત્ર કેવા હોય ? નબળા ન હોય પણ શૂરવીર ને ધીર હોય. તમે વીર રત્ન છે, શ્રમણોપાસક દોગમે તેવી કસેટી આવે તે પણ ધર્મ ચૂકે નહિ, એવા શ્રદ્ધાવાન આત્માઓને દેવો નમે છે. જેના ઘરમાં નીતિ છે, ધર્મ છે, સદાચાર છે એવા જીવોને રોટલો ને છાશ ખાવાને પ્રસંગ આવશે તે વધાવી લેશે પણ નીતિને છોડશે નહિ. નીતિ એ જીવન છે, નીતિ એ પ્રાણ છે. અભણ ગણાતાં માનમાં પણ નીતિ અને પ્રમાણિક્તાના દર્શન થાય છે. મેવાડમાં બનેલે પ્રસંગ છે. મેગલનું રાજ્ય ચાલતું હતું, ત્યારની આ વાત છે. અકબરનો પુત્ર સલીમ એક વાર મેવાડની ધરતી પર યુદ્ધ કરવા ગયો. સલિમ સૈન્ય લઈને યુદ્ધ કરવા મેવાડ તરફ જઈ રહ્યો છે. બરાબર બપોરનો સમય થયે. ઉનાળાની ભીષણ ગરમી હતી. બધા ઝાડ નીચે આરામ લેવા બેઠા. સલીમે સૈન્યને કહ્યું, આપણું ઘોડાઓને ખાવા માટે લીલા ચણું લઈ આવો. સેનાપતિની આજ્ઞા થઈ એટલે જવું જ પડે. થોડા માણસે ધમધખતા તાપમાં લીલા ચણા શાધવા ગયા. કંઈક ઠેકાણે હરિયાળા ખેત દેખાતા હતા, તે કંઈક જગ્યાએ વેરાન વન દેખાતું હતું, પણ લીલા ચણાનું ખેતર દેખાતું ન હતું. સૈનિકના મનમાં થયું કે જે આટલામાં કઈક માણસ મળી જાય તે એ અમને લીલા ચણાનું ખેતર બતાવે. તપાસ કરતાં તેમની નજર દૂર રહેલા ઝુંપડા પર પડી. સૈનિકે એ ત્યાં જઈને બારણું ખખડાવ્યું. અવાજ સાંભળતા ઝુંપડીમાં રહેલા વૃદ્ધ ખેડૂતે પૂછયું, ભાઈ ! આપને શું કામ પડ્યું ? બાપા ! અમે બાદશાહ સલીમના સૈનિકે છીએ. અમારા સૈન્યના ઘોડાઓને ખાવા માટે લીલા ચણું જોઈએ છે. અમે લીલા ચણાની ઘણી તપાસ કરી પણ અમને ચણું મળતા નથી. આપને ખબર હોય તે અમને લીલા ચણાના ખેતર બતાવશે ? ખેડૂત મનમાં વિચાર કરે છે કે આ તે તલવાર સાથે કામ કરવાનું છે. શું કરવું? આ તે રાજાના માણસો એટલે બતાવ્યા વિના છૂટકે નહિ, તેથી ખેડૂત બતાવવા ગયો. ચાલતા ચાલતા રસ્તામાં ચણાના પાકથી
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy