SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1016
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા રત્ન ૯૧૧ દીકરી ! સાંભળ, તું જૈન ધર્મને સમજેલી છે. ખાનદાન કુળની દીકરી છે. એ દીકરીના ધર્મ છે કે તેના પતિ રાગી હાય, કાઢી હાય, આંધળા હાય કે અપંગ હાય, તેા પણુ તેની સેવા કરવી જોઇએ. તુ તારા પતિવ્રતા ધર્મ કેમ ચૂકી ગઈ છે ? પરણેલી કન્યાના અધિપતિ તેના પરિણિત પતિ હાવા જોઇએ. આ વાત તમારા માટે કલંક રૂપ છે. તમારું આ વર્તન કુળને, જાતિને શાલે તેવું છે ? રાજા કરડી આંખે કહે છે શુભમતિ ! તમારું નામ તેા શુભમતિ છે પણ તમારી મતિ શુભ નથી રહી. તમે ખીજા કેાઈના પ્રેમમાં હશેા એટલે તમે પિરણિત પતિને અપનાવતા નથી. મારા પતિ દેવરૂપ છે ને રહેશે :– શુભાએ રાજાની વાત બધી પડેલાં સાંભળી, પછી તે નીચુ' જોઈ ને નીડરતાથી ખેાલી, મહારાજા ! આપની વાત સત્ય છે. પરણેલી કન્યાના માલિક તેના પરિણિત સ્વામી હાય, પણ જેને તમે મારા પતિ માના છે તે મારા પતિ જ નથી. દીકરી, તારા લગ્નની પ્રથમ રાત્રે તારા સ્પર્શથી તેને રાત્ર થયા છે ને તું એની ના પાડે છે? એ જ તારા પતિ છે. મહારાજા ! નહિ...નહિ... આ કુષ્ટ રાગી મારા પતિ નથી. મારા પતિ તા દેવરૂપ જેવા છે. તે જ મારા પતિ છે. ને રહેશે, માટે ત્રણ કાળમાં શુભા આ વાત સ્વીકારી શકવાની નથી. શુભા ખેાલી રહી છે. એના મુખપર ચારિત્રનું તેજ ઝળકી રહ્યું છે. તેના ખાલવામાં નિશ્ચયતા, અડગતા, વિનય, વિવેક તરવરતા હતા. રાજા કહે દીકરી ! આપ ધીરજ રાખેા. જ્યારે રાગનુ આક્રમણ થાય ત્યારે દેવ જેવું રૂપ પણ ચાલ્યું જાય માટે આ જ તમારા પતિ છે. જો આ કુષ્ટી તમારા પતિ નથી ને બીજો કોઇ પતિ છે તે આપ તેના કાઈ પુરાવા ખતાવશે ને ? શુભમતિ કહે–રાજાજી ! આ શેઠના પુત્રના રોગ જીનામાં જુના છે, તેથી એના શરીરમાંથી આટલા લાહી પરૂના ઢગલા થાય છે ને દુર્ગંધ મારે છે. આપ વૈદ્યને મેલાવીને તેનું નિદાન કરાવા એટલે સત્ય વાતની ખખર પડશે. હું સોગંદપૂર્વક કહું છું કે આ શ્રેષ્ઠિપુત્ર મારા પતિ નથી. આ શેઠે પાતાના કુષ્ઠિપુત્રને પરણાવવા માટે બધા પ્રપંચ અને માયાજાળ રચી છે. એમના વશ ઉભા રાખવા આ કપટજાળ બિછાવી છે. તેમણે મને ઠગવામાં બાકી રાખી નથી. મહારાજા ! હવે હું તમારા શરણે આવી છું. આપ મારુ' રક્ષણ કરી ને આ માયાજાળમાંથી મને મુક્ત કરી. આ શેઠના પજામાંથી ઉગરવાના મને કોઈ રસ્તા ન જડથી ત્યારે મે આપના સહારા લીધેા છે. મેં જ શેઠને આપને ખેલાવવા માટે કહ્યુ છે. હવે હાર કે જીત તમારા હાથમાં છે. શુભાની વાત સાંભળતા શેઠના પેટમાં તેલ રેડાયું. પાપ કર્યું... હાય તેને ભય લાગે પણ પાપ કર્યું નથી તેને કેાના ભય હાય ! શેઠે પાપ કર્યું છે તે પાપ હવે પ્રગટ થઇ જશે તેમ તેમને દેખાયુ, તેથી હવે પાપને ઢાંકવા હજી રાજા પાસે શું કહેશે ને શું બનશે તેના ભાવ અવસરે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy