SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1012
Loading...
Download File
Download File
Page Text
________________ શરદી રત્ન ૯૦૭ પૈસો છે. કેટલાયના લેહી અને આસને પૈસે છે, માટે એ પૈસા મારે ન જોઈએ. ખૂનીના ઘરમાં ઉભા રહીને તેને ખૂની કહેવો ને સ્પષ્ટ વાત કરવી એ સહેલ વાત નથી. છે તમારામાં આટલી તાકાત! નરસિંહ કહે-ડોકટર સાહેબ! મારા બાપદાદાથી આ ધંધો ચાલ્યો આવે છે. આપને આપવા માટે અમારી પાસે બીજી કોઈ કમાણી નથી. જે છે તે આ પાપની કમાણી છે. ડોકટરે કહ્યું. મારી પત્નીએ મને અહીં સુધી આવવાની ના પાડી છતાં હું ડોકટર તરીકેની મારી ફરજ બજાવવા આવ્યો. તારા છોકરાને દવા, ઇજેકશન આપ્યા, અઠવાડીયામાં તેને સારું થઈ જશે, છતાં જરૂર પડે તે મારે ત્યાં આવજે, મને જરૂર લાગશે તે હું પણ આવી જઈશ, દવા પણ આપીશ, પણ આ પાપની કમાણી લેવાને મને આગ્રહ ન કરશો. હું એવા અનીતિના, પાપના પૈસા નહિ લઉં. અધમીની એક પાઈ પણ મારા ઘરમાં લેતો નથી. નરસિંહ તે આ સાંભળીને અવાફ થઈ ગયો. એની નોટો એના હાથમાં રહી ગઈ તેના મનમાં એક વિચાર આવ્યો એટલે કહ્યું, ડેકટર સાહેબ ! આ નોટો પર પાપની કમાણી સિક્કો ક્યાં માર્યો છે? દરેક નેટે ટંકશાળમાંથી આવે છે, ત્યાં નીતિ-અનીતિને ભેદ કયાં રહ્યો ? નરસિંહ! નેટે તે બધે એકની એક ફરે છે પણ એક નેટ જાતમહેનતથી, પ્રમાણિકતાથી મેળવી હોય એ એની નીતિની કમાણી છે, પણ એ જ નોટ એની પાસેથી કઈ છીનવી લે છે ત્યારે તે પાપની કમાણી બને છે. પાપની કમાણી જ્યાં જાય ત્યાં અનર્થો ઉભા કરે છે. તમારે પાપના પૈસા આપીને શું મારા કુટુંબને હેરાન પરેશાન કરવું છે? મારો આત્મા મને કહે છે કે જે દિવસે પાપની, અનીતિની કમાણી લઈશ તે દિવસે તારે પુષ્પ જેવો પરિવાર તારા હાથે કચરાઈ જશે. પોતે ડાકના ઘરમાં ઉભો છે છતાં ભય રાખ્યા વગર કેટલું બેધડક કહે છે ! સત્યને સત્ય કહેનારા માનવી દુનિયામાં બહુ ઓછા જોવા મળે છે. નરસિંહ ડેકટરની આ વાત સમજી શક્યો નહિ. જે ધન માટે માણસ અનેક પાપ કરે છે એના બદલે પૈસાને હાથ લગાડતા આ ડોકટરને આટલી બધી ઘણા-નફરત કેમ થાય છે? છેલે કહે છે ડોકટર સાહેબ! દવાના તે પૈસા લે. ડોકટર કહેઅત્યારે નહિ. જે દિવસે જાત મહેનત કરી તું નીતિથી પૈસા લાવીશ ત્યારે જરૂર લઈશ. એટલું કહીને ડોકટર તે પોતાને ઘેર આવ્યા. અઠવાડિયામાં તે નરસિંહના દીકરાને સારું થઈ ગયું, પછી તે કેટલાય મહિનાઓ સુધી દેખાય નહિ. ડોકટરના મનમાં થયું કે હવે છોકરાને સારું થઈ ગયું હશે એટલે આવતો નથી. આ બાજુ ડોકટરના ગયા પછી ડેકટરના શબ્દો નરસિંહના કાનમાં ગુંજવા લાગ્યા. “જાત મહેનત કરી નીતિનો પૈસે લાવીશ ત્યારે હું લઈશ.” આ શબ્દોથી નરસિંહના દિલમાં ચોટ લાગી. ગમે તે રીતે મહેનત કરી પૈસા મેળવી ડોકટરના પૈસા તો ચૂકવવા જોઈએ. આ પ્રમાણે વિચાર કરી બાપ–દીકરો જંગલમાં ગયા. લાકડા કાપીને લાકડાને ભારે બાંધ્યો. ભારો લઈને ડોકટરને ત્યાં આવ્યા. ડોકટરના મનમાં થયું કે મેં તે લાકડા મંગાવ્યા નથી ને આ કોણ ભારો આપવા આવ્યું હશે ? ડોકટર બહાર આવ્યા. બે માણસોને જોતાં ઓળખી ગયા કે આ તે નરસિંહ ચેર અને એને યુવાન પુત્ર છે.
SR No.023371
Book TitleSharda Ratna
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1058
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size41 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy