SearchBrowseAboutContactDonate
Page Preview
Page 998
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૯૫૯ ખુલી છે ત્યાં સુધી પિતાનું લાગે છે. પરંતુ આત્મા ચાલ્યા ગયા પછી સુંદર સ્ત્રીઓ, અનુકૂળ મિત્ર, કુટુંબ, નોકરચાકર, હાથી, ઘેડ પણ તમારું રહેવાનું નથી. યાદ રાખજે બધું અહીં રહેશે. તેથી મહાપુરૂષ કહે છે કે ધનવાન ભલે બને પણ ધનના દાસ કે ગુલામ ન બને. આ માનવ જન્મમાં આત્મા ગુલામીની બેડીને તેડી શકે છે. આપણને આ અમૂલ્ય સેનેરી અવસર મળ્યો છે. તેમાં ઘણે સમય વ્યર્થ વિતી ગયું. હવે થડે બાકી છે. તેને વિવેકપૂર્વક ઉપયોગ કરી લે તે મહાન આત્મિક ધન પ્રાપ્ત થાય. જે આત્મા જીવનની બાકી રહેલી ક્ષણને વ્યર્થ ગુમાવ નથી તેને ક્યારે પણ પસ્તાવાને સમય આવતો નથી. માટે માનવજીવનની મળેલી અણમૂલી તકને ઓળખીને કલ્યાણની કેડીએ કદમ ઉઠાવે. મનુષ્ય આ સંસારમાં (મત્યુલોકમાં) શ્રેષ્ઠતમ પ્રાણી છે એટલું નહિ પરંતુ મૃત્યુર્લકન બહાર એટલે સ્વર્ગમાં પણ મનુષ્યથી શ્રેષ્ઠ કઈ પ્રાણી નથી. તેથી કાણુગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે દેવ પણ ત્રણ વસ્તુઓની ઈચ્છા કરે છે. તો ટાળrછું તેવે વહેળા, માજુ મ, ગારિ રે, ગમે સુપયાતિ મનુષ્યભવ, આર્યક્ષેત્રમાં જન્મ, અને શ્રેષ્ઠ કુળની પ્રાપ્તિ. જે માનવજીવન પામવાની ટેવ પણ અભિલાષા રાખે છે અને સર્વજ્ઞ, સર્વદશી વીતરાગ પ્રભુ પણ જે માનવજીવનને દુર્લભ બતાવે છે તેની વિશેષતા શું છે? બધા પ્રાણીઓમાં માનવને સર્વ શ્રેષ્ઠ શા માટે કહો છે માનવમાં એવી કઈ શક્તિ, કઈ કલા અને સુંદરતા છે કે જેના કારણે તેને સર્વ શ્રેષ્ઠ માનવામાં આવે છે ? જીવનમાં બે શકિતઓને વિકાસ થતે દેખાય છે. એક બાહાશકિતનો વિકાશ અને બીજી આત્યંતર શક્તિને વિકાસ. આપણે બાફ્રાષ્ટિથી જોઈએ છીએ તે માનવી એક સામાન્ય પ્રાણી દેખાય છે. શકિત અને સાહસમાં મનુષ્યથી સિંહ ચેડા કદમ' આગળ વધે છે. સિંહને દેખતાં મનુષ્ય ધુજી ઉઠે છે. ને ત્યાંથી ભાગાભાગ કરવા લાગે છે. અરે! મોટા મોટા દ્ધાઓ પણ સિંહને આવતે દેખે એટલે બધું ભૂલીને ત્યાંથી ભાગતા નજરે પડે છે. થોડાક વર્ષ પહેલાં પિપરમાં વાંચ્યું હતું કે કેટલાક સૈનિકે એ બમના જંગલમાં સિંહ યુગલને ફરતું જોયું તે જોઈને સૈનિકે એટલા ભયભીત બની ગયા કે તેઓ ગેબી ચલાવવાનું ભૂલીને ત્યાંથી ભાગી ગયા. આથી સાબિત થાય છે કે બાહ્યશકિત અને શારીરિક સંપત્તિમાં સિંહ, વાઘ, હાથી આદિ વિશાળ, કાયાવાળા પ્રાણી મનુષ્યથી પણ આગળ વધી જાય છે. ઈન્દ્રિઓની શક્તિને વિચાર કરીએ તે સાંભળવાની શકિત સર્ષમાં બહુ તેજ હોય છે. તે કેટલા ફૂટ દરથી વીણને અવાજ સાંભળે છે. ગીધ પક્ષી આકાશમાં ઉડતા ઉડતા એક બે માઈલ દૂર પડેલી વસ્તુને પણ સહેલાઈથી જોઈ શકે છે. સુંઘવાની તાકાત કૂતરામાં વધુ હોય છે. આ રીતે અનેક પશુ- પક્ષી બાહ્ય તાકાતમાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy