________________
શારદા સાગર
માસ્તર અને બીજાને વિદ્યાર્થી બનવાની જરૂર રહેતી નથી. પણ વિચાર કરે. માસ્તર વધારે બુદ્ધિવાન છે ને વિદ્યાર્થી ઓ છો બુદ્ધિમાન છે. માસાર વિદ્યાર્થીને બુદ્ધિઆપે છે તે વિદ્યાર્થી માસ્તર જેવી બુદ્ધિ મેળવવાને માટે પ્રયત્ન કરે છે. એટલે તે પણ બુદ્ધિમાન છે. તેમ ભલે તમે સાંભળીને તરત કઈ પણ વાતને નિર્ણય ન કરી શકો પણ નિર્ણય કરવાની ઈચછા તે શો છે ને? તે માટે પ્રયત્ન પણ કરે છે ને? જો તમે પણ ઈચ્છા રાખતા હો તે તમે પણ બુદ્ધિમાન છે. માસ્તરને જ્યારે બહારગામ જવું પડે છે ત્યારે તે હોંશિયાર વિદ્યાર્થીને કલાસ સંપીને જાય છે. તેમ તમે પણું અમારા હોંશિયાર વિદ્યાર્થી બને. સાધુની વાલકેશ્વરમાં હાજરી હોય કે ન હોય પણ શ્રાવકે સાધુનું સ્થાન સંભાળી શકે. સંઘમાં શુકતા આવી ન જાય તેનું ધ્યાન રાખે. - જ્યાં આવા પવિત્ર અને જાગૃત શ્રાવકે વસે છે તેમના તરફ સંતને પણ આકર્ષણ થાય છે. અને સંતે બુદ્ધિમાન શ્રાવકોની યોગ્યતા જઈને તેમની પાસે પિતાને અમૂલ્ય માલ કાઢે છે. પણ પહેલાં શ્રાવકેની પરીક્ષા તે જરૂર કરે છે. જેમ ખેડૂત જમીનમાં બીજ વાવતાં પહેલાં એ જોઈ લે છે કે આ ભૂમિ ઉપજાવે છે કે નહિ? જે જમીનમાં ઘાસ ઉગેલું હોય છે તે તે જોઈને ખેડૂત વિચાર કરે છે કે આ ભૂમિ ઉપર વાવેલું બીજ નિરર્થક નહિ જાય. પણ જે ભૂમિ ઉપર વાસ ન ઉગ્યું હોય તે તે ભૂમિમાં બીજ વાવવાથી મહેનત માથે પડે છે ને બીજ પણ નકામું જાય છે. તેમ જેમના હૃદયમાં શ્રદ્ધા અને ભકિતના અંકુર ઉગેલા હોય છે. એમને જ્ઞાન આપવાથી તેમની પાસે ધર્મકથા કરવાથી લાભ થાય છે. અને જેનામાં શ્રદ્ધા નથી તેને જ્ઞાન આપવાથી કંઈ લાભ થતો નથી. એવા માણસને કઈ પરાણે સાંભળવા લાવે તે પણ એને રુચતું નથી.
એક નાનકડું ગામ હતું. તે ગામમાં ૭૦૦૦ માણસોની વસ્તી હતી. એ ગામમાં અન્ય ધર્મના સંત પધાર્યા. અન્ય ધર્મના સંતે રાત્રે પ્રવચન આપી શકે છે. રાત્રે પ્રવચનમાં ઘણાં માણસો લાભ લઈ શકે છે. કારણ કે રાત્રે લકે કામકાજથી નિવૃત્ત. થઈને જેટલે લાભ લેવું હોય તેટલે લઈ શકે છે. એ સંત રામાયણ અને ગીતા ઉપર પ્રવચન ફરમાવતા હતા. એમની વાંચવાની શૈલી મધુર હતી. એટલે લેકેને ખૂબ રસ પડતું હતું. સાત હજારની વસ્તીમાંથી લગભગ ૬૦૦૦ જેટલા માણસે પ્રવચન સાંભળવા જતા હતા. સાંભળીને લેકે ખુબ વખાણ કરવા લાગ્યા કે શું સરસ મહાત્માનું પ્રવચન છે! શું તેમને પહાડી અવાજ છે! કેવી મધુર તેમની શૈલી છે. હરિરસ પીવાની કેવી મઝા આવે છે. જાણે ત્યાંથી આપણે ઉઠીએ જ નહિ. હરિરસના મધુરા ઘૂંટડા પીધા જ કરીએ. એમ ઘરે આવીને વાત કરવા લાગ્યા. જેને હરિરસ પીવાની લગની લાગે છે. તે પીતાં ધરાતાં નથી.
આપણા જંબુસ્વામી સુધર્મા સ્વામીની પાસે વીતરાગ વાણીના મીઠા ઘૂંટડા પીવા