SearchBrowseAboutContactDonate
Page Preview
Page 950
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૯૧૧ છે. પણ સંપૂર્ણ દુખની પરંપરા સમાપ્ત થતી નથી. પુણ્યને કારણે ગમે તેટલું સુખ મળી જાય પણ જન્મ-મરણના દુઃખ તે માથે રહેલા છે ને? આટલા માટે જ્ઞાની કહે છે કે પાપ અને પુણ્ય બને બંધનની બેડી છે. हेमं वा आयसं वा वि, बंधणं दुःख कारणा। महग्धस्सावि दंडस्स, णिवाए दुःख संपदा ॥ બંધન ચાહે સોનાનું હોય કે લોખંડનું હોય, પણ બંધન તે અંતે બંધન છે. માની લે કે કઈ માણસ કેઈને સોનાની લાકડી લઈને મારે તે શું સેનાની લાકડીને માર નથી લાગતું? શું એનાથી વેદના નથી થતી? થાય છે. ચાહે લાકડાને દડો હોય કે લેખંડને અગર તે સેનાને દંડે હેય પણ માર તે વાગવાને છે. પણ અપેક્ષાએ પાપકર્મોના બંધન કરતાં પુણ્યનું બંધન સારું છે. બીજી રીતે પુણ્ય અને પાપનું બંધન ન કરવું ને કર્મની નિર્જશ કરવી તે સૈથી અધિક શ્રેષ્ઠ છે. અને સદા એવી ભાવના હેવી જોઈએ, કે બંને પ્રકારના બંધનમાંથી જલ્દી મુકત થઈને સાચું અને શાશ્વત સુખ કયારે પ્રાપ્ત કરીશ? આપણે ગઈ કાલની એક કહાની અધૂરી છે. કેધ, ભ, મોહ અને ઈષ્યમાં જોડાઈને દુષ્ટ બનેલ દુરાત્મા કેવું પાપ કરે છે! ભાભી અને ભાભીના સંતાન ઉપર સ્નેહલ જે લાગણી ને પ્રેમ રાખે છે તે સુધાને બિલકુલ ગમતું નહિ. પણ બેલી શકતી ન હતી. મનમાં ઈષ્યની આગથી જલ્યા કરતી હતી. જ્યારે નેહલ પિતાના ભાભીમાને કેમ ઓછું ન આવે તે માટે સદા સજાગ રહેતું હતું. એક આત્મા કે કૃતજ્ઞ અને ઉપકારીને ઉપકાર નહિ ભૂલનારે છે. જ્યારે બીજો ગુણીના ગુણ નહિ જેનાર છે. સુધાથી સ્નેહલ અને ભાભીમાને પ્રેમ સહન થતું નથી. બંનેના વિચારમાં કેટલી ભિન્નતા છે! બંને વ્યકિતના વિચારે જે સરખા હોય તો કેટલે સુમેળ આવી જાય. એક રથના બે પૈડાં સરખા હોય તે રથ ખબર ચાલી શકે. જે પૈડા ઉંચા-નીચા હોય તે સ્થ બરાબર ચાલી શકે નહિ. તેમ આ સંસાર રથના પતિ-પત્ની રૂપી બે પૈડાં જે બરાબર ન હોય તો તેને સંસાર આગની માફક જલી રહ્યો હોય છે. પણ જે બંને આત્મા ધર્મ પામેલા હોય તે સંસાર સ્વર્ગ સમાન બની જાય છે. નેહલના દિલમાં ઘણું દુઃખ થતું. તે ઘણી વાર સુધાને સમજાવતા કે તું શા માટે આમ કરે છે? મારા ભાભીમા તે દેવી જેવા છે. તું એમની સેવા કરીને એમના જેવા ગુણ તારા જીવનમાં અપનાવ. પણ સુધાના મગજમાં આ વાત બેસતી ન હતી. સાગરમાં સફર કરતી નકાને માર્ગ સદા સલામત અને સરળ નથી હોતે.કયારેક તેના જીવનમાં ઝંઝાવાત પણ જાગે છે. પરંતુ કુશળ નાવિક ઝંઝાવાતને સામને કરીને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy