SearchBrowseAboutContactDonate
Page Preview
Page 931
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૮૯૨ હિતને માટે સિદ્ધાંતની પ્રરૂપણ કરી. શાસ્ત્રમાં ભગવતે ફરમાવ્યું છે, કે આ સંસારમાં જીવને કયાંય સુખ કે શાંતિ નથી. આ સંસારને જ્ઞાનીઓએ જાતજાતની અને ભાતભાતની ઉપમાઓ આપી છે. કેઈ કહે કે સંસાર દાવાનળ જેવું છે. કોઈ કહે સંસાર મેટી અટવી જેવો છે. તે કેઈ કહે છે કે સંસાર સાગર જેવો છે. ઉત્ત. સૂત્રના ૨૩ મા અધ્યયનમાં કેશી સ્વામી અને ગૌતમ સ્વામીને સંવાદ ચાલે છે. તેમાં સંસારને સાગરની ઉપમા આપવામાં આવી છે. सरीरमाह नावत्ति, जीवो वच्चइ नाविओ। संसारो अण्णवो वुत्तो, जंतरन्ति महेसिणो ॥ ઉત્ત. સ. અ. ૨૩ ગાથા ૭૩ આ માનવદેહ નૌકા સમાન છે. આત્મા નાવિક છે અને સંસાર સમુદ્ર છે. જે દેહરૂપી નૌકામાં બેસી સંસાર સમુદ્રને તરી ગયા છે તેમને મહર્ષિ કહેવાય છે. અહીં નાવ, નાવિક અને સાગરની સરખામણું ખૂબ સચોટ અને સાર્થક છે. દેહ એટલે નૌકા. નૌકા સાગરને તરવા માટેનું અમેઘ સાધન છે. સામે પાર પહોંચીએ ત્યાં સુધી એની મહત્તા છે. નૌકા સાગર પર રહે તે તરી શકે છે. પણ જે સાગરના પાણ એમાં સમાઈ જાય તે એને ભૂક્કો બેલાઈ જાય. જેવી દશા નકાની છે એવી દશા દેહની છે. આ માનવ દેહ દ્વારા સંસારને સામે પાર પહોંચી શકાય છે. એટલે એ મહાન છે. સંસારમાં દેહ રહે ત્યાં સુધી વાંધે નહિ પણ દિલમાં તો સંસાર ન રહેવું જોઈએ. માનવ દેહનું દેહની દૃષ્ટિએ મહત્વ નથી પણ મુકિત મેળવવાની એનામાં શક્તિ છે તેનું મહત્વ છે. મુકિત મળી જાય પછી તે આ દેહ એક ભાગ છે. મુકિત ન મળે ત્યાં સુધી એને આભાર માનવાને છે. - આત્મા એટલે નાવિક. સંસાર તરવાનું સાધન તે દેહરૂપી નકા. સંચાલક વિના એક તસુ પણ આગળ વધાય નહિ. નાવિક એ તરવાની અને તારવાની સાધના કરનાર પુરૂષાથી છે. એ આંખ મીચીને દરિયામાં દેટ મૂકતો નથી. પણ સર્વ પ્રથમ એ સાગર અને એની સપાટીનું અવલોકન કરે છે. દરિયામાં કેવા તેફાને અને આંધીઓ આવશે અને તે સમયે મારે કેવું સાવધાન રહેવું પડશે તેને વિચાર કરે છે. મારે કઈ દિશામાં ને કયા દેશમાં જવાનું છે તે તરફ મીટ માંડે છે. આ રીતે બધા વિચાર કરીને પોતાની હેડીને હળવા હળવા હલેસાં મારીને સમુદ્રના મધ્ય ભાગ તરફ લઈ જાય છે. વચમાં આવતા વમળો, ખડકે અને ઘુમરીઓનું બરાબર ધ્યાન રાખે છે. જ્યારે જરૂર પડે ત્યારે સઢને ખોલી નાંખે છે ને સમય આવે ત્યારે સઢને સંકેલી પણ લે છે. આ રીતે ક્ષણ ક્ષણની સતત જાગૃતિ પછી કિનારે આવતાં જેમ સર્પ કાંચળીને ત્યાગી દે છે તેમ નૈકાને છોડીને નાવિક ચાલતો થઈ જાય છે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy