________________
શારદા સાગર
૮૬૯
તેને સ્પર્શ થતાં મન અશાંત બની જાય છે. ને સત સરિતાને સ્પશીને આવતા પવન અશાંત માનવીના મનને શાંત બનાવી દે છે.
સતની વાણી સાંભળીને પેલી વૃદ્ધ માતાનું મન શાંત અની ગયું. તે તેને સંસારનું સ્વરૂપ સમજાઈ ગયું. ટૂંકમાં મારે તેા તમને એક વાત સમજાવવી છે કે તમે વિજ્ઞાનમાં સુખ માની બેઠા છે! પણ ખરેખર એમાં સુખ કે શાંતિ આપવાની તાકાત નથી. એ તાકાત વીતરાગ કથિત ધર્મમાં છે. માટે વિવેક કરીને વિચાર કરી ને સ્વમાં સ્થિર અનેા.
આ રીતે અનાથી મુનિના સમાગમ થતાં રાજા શ્રેણીકના આત્મા સ્થિર બન્યા. ભગવાનના સ ંતા આ માટે આપની સામે વીતરાગની વાણી રૂપી ભેરી વગાડે છે. ભેરી વગાડે સદ્ગુરૂ પણ ભાન નહિ અબૂઝને (૨) ગાઇ ગાઇને ગાયા તા ચે જબરા તુ સુણનારા રે....
એક જાગ્યા ન આતમ તારા....
સદ્ગુરૂએ કર્મીની સાથે જંગ ખેલવા માટે ભેરી વગાડે છે, કે હે જીવડા| જાગૃત અનીને કર્મની સાથે જંગ ખેલી લે. જંગ ખેલતાં રગ ના જાય તેનું ધ્યાન રાખજે. જેને મેક્ષમાં જવાની રૂચી જાગી છે તે આત્માએ જંગ ખેલવા તૈયાર થઇ જશે. ગૃહસ્થાશ્રમમાં બેઠેલા જીવાને પણ રૂચી જાગે તેા કલ્યાણ કરી જાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર અને રાજાએ હતા. એક પરણતી વખતે માયરામાં ને ખીજા રાજસિહાસને બેસતાં કેવળજ્ઞાન પામી ગયા. એ કેવી રીતે પામ્યા હશે ? કેવી ભવ્ય ભાવના ભાવી? હે પ્રભુ! આ ચારીમાં બેસીને ચતુતિના ચકકરમાં કયાં સુધી રૂલીશ? અને આ રાજ્યની ધુરાવહન કરીને કેવા પાપ કર્મો કરવા પડશે આ રીતે ભાવના ભાવતાં અને પાપના પશ્ચાતાપ કરતાં શુભ ધ્યાનની શ્રેણીએ ચઢતાં કેવલજ્ઞાન પામી ગયા. ધન્ય છે તે આત્માઓને અનાથી મુનિ શ્રેણીક રાજાને સનાથતાનું સ્વરૂપ સમજાવતાં કહી રહ્યા છે.
कुसीलिंगइह धारइत्ता, इसिज्झयं जीविय बूहइत्ता ।
असंजए संजय लप्पमाणे, विणिग्धाय मागच्छइ से चिरंपि ।।
ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૪૩
સાધુપણાના વેશ પહેરે અને હાથમાં ઋષિધ્વજ - એટલે રજોહરણ લઇને ફરે છે. પણ ભગવાને કહ્યા પ્રમાણે જે સાધુ સંયમનું પાલન કરશ્તા નથી. ભાવથી અસંયમી હાવા છતાં હું સંચમી છું એવુ' ખેલે છે તે પંચ મહાવ્રતની વિરાધના કરે છે. અને ઋષિશ્વરના ચિન્હને લજવે છે. અને વ્રત નિયમોનું પાલન ન કરવાથી જે સાધુલિંગ અનાથ મનાવનાર છે તે મહાન દુઃખ આપનાર અની જાય છે. સાચા ભાવથી સંયમ નહિ પાળનારા સાધુ