________________
શારદા સાગર
૮૬૫ દુઃખ આવે ત્યારે અકળાઈને આકુળવ્યાકુળ ન બનીશ. જે ધર્મના સ્વરૂપને સમજી શકે છે તે દુઃખમાં ધીરજ રાખી શકે છે. ધર્મવાન વૈર્યવાન બની શકે છે. કેઈ ભાઈ વૈર્યવાન હોય તે તમે કહે છે ને કે ફલાણાભાઈ ખૂબ પૈર્યવાન છે. એ ગમે તેવી મુશ્કેલીમાં મૂકાઈ જાય પણ કદી અકળાય નહિ. ખૂબ ગંભીર છે. તમારું વિજ્ઞાન આવી વૈર્યતા અને ગંભીરતા નહિ આપી શકે. એ તે ધર્મ આપશે. સમજો! તમે તમારા બંગલામાં દેશદેશની નવીન ચીજો લાવીને મૂકે. દા. ત. જાપાનની, જર્મનની, અમેરિકાની ને આફ્રિકાની આ રીતે તમે ઘણી ચીજ વસાવીને બહુ સુંદર સંગ્રહ કર્યો છે. પણ હું તમને પૂછું છું કે શું એ વસ્તુઓ બિમારી વખતે તમને શાંતિ આપશે ખરી? ના.
વૈજ્ઞાનિક સાધને ભૌતિક સુખ આપશે પણ આત્મિક સુખ આપવાની એનામાં તાકાત નથી. સાચું સુખ અને શાંતિ મેળવવી હોય તે ધર્મની ધુરા ગ્રહણ કરીને વીર બને. જ્ઞાની કહે છે કે “થાજે તું એકલવાયો વર” હે ચેતન! તું સાચે વીર બનીને વિચાર કરજે કે આ સંસાર ઉપાધિઓને ઉકરડે છે. એ ઉપાધિમાંથી મુક્ત બનવા ધર્મની ધુરા ઉપાડી લે. આ જીવ એકલે આવ્યું છે ને એકલો જવાને છે. સાથે એક રાતી દમડી લઈ જવાનું નથી. જે ધર્મનું ભાતું ભર્યું હશે તે તે સાથે લઈ જવાશે. માટે માયકાંગલાપણું છેડીને આત્માને કહે કે હે ચેતન! તું શિયાળ જે નથી પણ સિંહ જેવા શૂરવીર છે. એશિયાળે નથી પણ ઓજસ્વી છે. અનંતજ્ઞાનને પુંજ છે. અનંત તેજ પુંજ છે. સહસ્ત્રકિરણ તારી તેમાંથી બહાર નીકળે છે. સહજાનંદી છે. શુદ્ધ સ્વરૂપી છે. આવી આંતરિક દષ્ટિ કેળવે. બાહાદષ્ટિ છે. જે બાહ્યદષ્ટિ રાખી, બાહ્ય જગતમાં ગુંચવાયેલા રહેશે તે ત્રણ કાળમાં શાશ્વત સુખ કે શાંતિ મેળવી શકવાના નથી. શાંતિ મેળવવા માટે જિનેશ્વર ભગવાનની વાણી અમૃત સમાન છે. કહ્યું છે કે
“આ જગમાં છે કાગા ને કીર, જિનાજ્ઞામાં બનજે સ્થિર.”
આ જગતમાં વાણી ઘણાં પ્રકારની છે. પણ જિનેશ્વર પ્રભુની વાણી સિવાયની સર્વ વાણી મિથ્યા છે. કાગડાની પણ વાણી છે ને કોયલની પણ વાણી છે. કાગડાની વાણી કર્કશ લાગે છે ને કેયલની વાણી મધુરી લાગે છે. કહ્યું છે કે –
કહાં કાગ બાણ કહાં, કેયલકી ટેર છે કહાં ભાનુ તેજ ભયો આગિ બિચારે કહાં,
પૂનમકે અજવાળે કહીં, અમાવાસ અધે છે / કાગડાની વાણી અને કેયલની વાણીમાં આસમાન જમીન જેટલું અંતર છે. જ્યાં સૂર્યના તેજ ને કયાં આગિયાના તેજ! કયાં પૂર્ણિમાને પ્રકાશને કયાં અમાસને અંધકાર! આ પંક્તિમાં આપણે શું સમજવાનું છે? સર્વજ્ઞ ભગવંતની વાણીમાં અને છલ્મસ્થની વાણીમાં કેટલે તફાવત છે? સર્વજ્ઞની વાણી પૂર્ણિમાના ચંદ્ર જેવી છે. અને છમસ્થની