________________
શારદા સાગર
૮૫૯
જગત પ્રહાર કરે છે અને દુર્જન આત્મા ઉપર પણ જગત પ્રહારો કરે છે. અંજના જેવી મહાન સતી ઉપર આપત્તિઓ પડવામાં કંઈ બાકી ન રહી પણ મહાસતી ધીરતા અને વીરતાથી આપત્તિઓના ઝંઝાવાતમાં નિશ્ચલ રહી તે ઝંઝાવાત શમી ગયો અને સુખના દિવસો આવી ગયા. જે સતી અંજનાએ દુઃખથી કંટાળીને આપઘાત કર્યો હોત તે પવનજીનું મિલન ન થાત. અને તેના માથેથી કલંક પણ ન ઉતરત અને જગમાં સતી તરીકે જાહેર ન થાત. અત્યારે એ બંનેનું મિલન થતાં આનંદની છોળો ઉછળી રહી હતી. ધન્ય મુખ દીઠું હો તુમ તણું, બેઉ સખી બેસે છે મધુરી વાણુ તે, કેમ કરી સેનામાહે સંચર્યા, કેમ કરી ઝીલ્યા રાજા વરૂણનાં બાણું તે, બાંધ્યા ખર-દૂષણ છોડાવ્યા, સામા હે સુભટના ઘણું સહ્યા ઘાય તે, યુદ્ધ કરી જે અતિ ઉર્યા, અતિ સુખ ઉલટ અંગ ન થાય તે–સતીરે—
વસંતમાલા અને અંજના પવનને કહે છે કે આપને જોઈને અમારા હૈયે હર્ષ સમાતું નથી. આજે આપ પધારવાના હશે તેથી આજે સવારેથી અમારા હૈયામાં અનેરો આનંદ થતો હતો. આપનું મુખ જોઈને અમને ખૂબ આનંદ થાય છે. પણ સ્વામીનાથ! આપે આવી નાની ઉંમરમાં વરૂણ જેવા પરાક્રમી રાજાને હરાવીને વિજય પતાકા લહેરાવી. ખર અને દૂષણ નામના રાવણના શૂરવીર મંત્રીઓને છોડાવ્યા. આપને જયજયકાર બેલાઈ ગયો. આપને યુદ્ધમાં કેવા કેવા કષ્ટ સહન કરવા પડ્યા! યુદ્ધમાં તે ભાલા, તલવારના કેવા કેવા ઘા તમારે સહન કરવા પડયા હશે! તે બધી વાત અમને કહે. પવનજી કેવી રીતે યુદ્ધમાં ગયા ને ત્યાં કેવી રીતે પરાક્રમથી લડયા તે બધી વાત અંજના અને વસંતમાલાને કહી સંભળાવી. પરસ્પર એકબીજાની દુઃખની વાત સાંભળીને હેયા હળવા બનાવ્યા. એટલામાં અંજનાના માતા-પિતા અને સાસુ સસરાના વિમાન આવી પહોંચ્યા.
' સાસુ-સસરા અને માતા-પિતા બધાને જોઈને અંજના સામી ગઈ ને સાસુ-સસરાના પગમાં પડી ગઈ. આ જોઈ સસરાની આંખમાં આંસુ આવી ગયા ને ગદ્ગદ્ સ્વરે બેલ્યા. બેટા! આ પાપી તારા સસરાને હવે પગે લાગવા જેવું નથી. મને હજારો વાર ધિક્કાર છે કે મેં કેદની વાત સાંભળી નહિ. સાસુ તે સ્ત્રી જાતિ હતી પણ મેં રાજા જેવા રાજાએ સતીને કેટલે ઘોર અન્યાય કર્યો ને તરત કાઢી મૂકી. હું ક્યા મેઢે તારા સામું જોઉં! આટલું બોલતાં સસરાની આંખમાં પશ્ચાતાપના આંસુ આવી ગયા.
બંધુઓ ! આંસુના બે ટીપાં કેવી અસર કરે છે! પશ્ચાતાપના આંસુ આવે તે તેના પ્રવાહમાં કમની કાળાશ દેવાઈ જાય છે. અને ઇષ્ટ વસ્તુ ન મળે ને આંખમાં આંસુ આવે તે તેનાથી કર્મનું બંધન થાય છે. અંજના કહે–પિતાજી! આપને કેઈને દોષ નથી. દેષ માત્ર મારા કર્મને છે. એમ કહી સસરાજીને શાંત