________________
શારદા સાગર
૮૫૧
આ સંસારમાં જેની પાસે વધારે સિક્કા હોય છે તેને માટે માણસ માનવામાં આવે છે. પણ જે તે સિકકાઓ સાચા હોય તે તે ધનવાન છે. બાકી તો કહેવા પૂરતો ધનવાન છે. આ પ્રમાણે જે વ્રત - નિયમોમાં તે અસ્થિર છે પણ ઉપરથી સાચા સાધુ બનીને ફરે છે તે ખોટા સિક્કા સમાન છે. તેમની કઈ કદર કરતું નથી. હવે અનાથી મુનિ ત્રીજું ઉદાહરણ આપે છે. તેમાં કહે છે કે કાચને ટુકડો ગમે તેટલે ચમકતો હોય અને સાચા હીરા જેવો દેખાતો હોય છતાં તે સાચે હીરે નથી. તેની કિંમત હીરાની જેમ અંકાતી નથી.
આજે દુનિયામાં અસલી હીરા કરતાં નકલી હીરા વધુ ચમકતા દેખાય છે. પણ તેની કિંમત સાચા હીરા આગળ કંઈ નથી. તે રીતે જ્ઞાનીઓ કહે છે કે સાચા સાધુ કરતાં ઉપરને ડેળ બતાવનાર સાધુઓ અમે મોટા ચારિત્રવાન છીએ, મોટા જ્ઞાની છીએ તેમ જગતને બતાવે છે પણ જે સાચા આત્મજ્ઞાની છે તે બાહ્ય દેખાવ કરતા નથી પણ તેનું આચરણ કરીને બનાવે છે. એક બ્રાહ્મણે ખૂબ જ્ઞાન મેળવ્યું. એના મનમાં જ્ઞાનને ખૂબ ઘમંડ આવે, અહં લઈને ફરવા લાગ્યું કે હું કંઈક છું. જેમ ધન મળે તો પચાવવું મુશ્કેલ છે, તેમ કંઈક ને જ્ઞાન પચ્યું ના હેય તે પોતાના વખાણ કરવા લાગી જાય. જ્ઞાન અને ચારિત્ર ગુપ્ત ખજાને છે. તમારે ઘેર કોઈ સગાવહાલા આવે તો તમે તેને તમારું ઘર બતાવે છે કે આ મારો ઈગ રૂમ, આ મારે સ્ટેર રૂમ, આ બેડરૂમ, આ બાથરૂમ, સંડાસ આ બધું બતાવો પણ તમારી મિલકત કેટલી છે તે બતાવે છે ખરા? મિલ્કત ખાનગી રાખે છે ને? તેમ જ્ઞાનને અને ચારિત્રને ખજાને પણ ગુપ્ત રાખવા જોઈએ. એટલે પિતાની મેળે પિતાના ગુણ ના ગાવા. અભિમાન ન આવવા દેવું. જ્ઞાન અને ચારિત્ર બહારની વસ્તુ નથી પણ આત્માની વસ્તુ છે.
પેલો બ્રાહ્મણ ખબ ગર્વિષ્ઠ બનીને ફરવા લાગ્યો. તેના જ્ઞાનના બળથી લેકને ઉતારી પાડવા લાગ્યો. ત્યારે કેઈએ કહ્યું કે તું તારા જ્ઞાનને ગર્વ લઈને ફરે છે. પણ જનકવિદેહી પાસે તું તણખલા જે પણ નથી. ત્યારે બ્રાહ્મણ કહે છે કે જનકવિદેહી વળી કોણ છે? જેનું નામ વિદેહી છે તેવા તે દેહમાં વસવા છતાં તેનાથી નિરાળા રહેનારા છે. દેહ તે હું નહિ ને હું તે દેહ નહિ. દેહ અને આત્માનું જેને ભેદજ્ઞાન થયું છે તે સાચે વિદેહી છે. જેવું તેમનું નામ તેવા તેમના ગુણ છે. પેલો ઘમંડી બ્રાહ્મણ ફરતે ફરતે જનકવિદેહી પાસે આવ્યે અને તેમના મહેલમાં દાખલ થયે. ત્યાં તેણે શું જોયું? જનવિદેહી છત્રપલંગમાં પોઢેલા છે. તેમની રાણી એક હાથે જનકવિદેહીને પંપાળે છે ને બીજા હાથમાં ફૂલની માળા લઈને જનકવિદેહીને પહેરાવે છે. આ જોઈને જ્ઞાનના ઘમંડથી ભરેલો બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યો કે અહો! મેં તો સાંભળ્યું હતું કે જનકવિદેહી ખૂબ તત્ત્વજ્ઞાનથી ભરેલા છે. પણ એના રોમે રોમે રાણી