________________
.
શારદા સાગર
૮૩૮ તૃષ્ણા છીપવાની નથી. પણ ધર્મધ્યાન કરવાથી જીવને પિતાનું સ્વરૂપ સમજાય છે ત્યારે તે પરમાંથી સ્વમાં આવે છે ને ત્યારે અલૌકિક આનંદ મેળવે છે.
આ સંસારરૂપી સાગરમાં તમારી જીવનનૈયા -ડૂબવા લાગે છે ત્યારે સગુરૂએ આવીને તમને જગાડે છે કે હે આત્માઓ! તમે જાગે. જેમ દરિયામાં કોઈ સ્ટીમર કે હોડી ડૂબવાની અણી ઉપર હેય તે સમયે કઈ બચાવનાર મળી જાય અગર કઈ ઉંચકીને બીજી હેડીમાં લઈ લે છે કે આનંદ થાય? તેમ સંતો પણ તમને કહે છે કે તમે તમારા સ્વરૂપની પિછાણ કરો. સાચે હીરે કચરા નીચે દબાઈ ગયો હોય તે તેનું તેજ દેખાતું નથી તેમ આપણું આત્મા રૂપી હીરે પરભાવ રૂપી પાપના પંકથી ખરડાઈ ગયે છે એટલે પિતાનું સ્વરૂપ જોઈ શકતું નથી. તે હવે બાહ્યભાવ છેડીને સ્વરૂપમાં કરે. પરને છોડી સ્વમાં રમણતા કરે તે શાશ્વત સુખના સ્વામી બનશે.
આપણા પરમ પિતા પ્રભુ આજના દિવસે સ્વસ્થાને પહોંચી ગયા છે. ને ગૌતમ સ્વામીએ કેવળજ્ઞાનના દીવડા પ્રગટાવ્યા છે. ભગવાને દીક્ષા લીધા પછી કુલ ૪૨ ચાતુર્માસ કર્યા. તેમાં પહેલું ચાતુર્માસ અસ્થિ ગામમાં, બીજુ વાણિજ્ય ગામમાં, દશ ચંપાપુરીમાં, ત્રણ વિશાલા નગરીમાં, ચૌદ રાજગૃહીમાં, બે ભદ્રિકાનગરીમાં એક આલંભિકા નગરીમાં, એક સાવથી નગરીમાં, એક અનાર્ય દેશમાં, છ મિથિલા નગરીમાં, એક નાલંદાપાડામાં, એક અપાપા નગરીમાં, અને છેલ્લું ચાતુર્માસ પાવાપુરીમાં કર્યું. ભગવાન રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં પધાર્યા ત્યારે હસ્તિપાળ રાજાએ પોતાના કુટુંબ પરિવાર સહિત પ્રભુના ચરણમાં પડીને વિનંતી કરી હતી કે –
ભગવાન મહાવીર સ્વામીને હસ્તિપાળ રાજા વિનંતી કરે છે”:થેં અબકે ચેમાસે સ્વામીજી અઠેકરેછ,ઘુંપાવાપુરીસે પગ આમતિ ધરેજી. અઠે કરો અઠે કરે અઠે કરે છે, થે ચરમ ચેમાસ સ્વામીજી અઠે કરેછે.
હસ્તિપાળ રાજા વિનવે કરડ પૂરે પ્રભુજી મારા મનના કેડ, શીશ નમાવી ઉભા જોડી હાથ, કરૂણું સાગર કરજે કૃપાનાથ-થે અબકે
હે મારા નાથ! આ છેલ્લા ચાતુર્માસનો લાભ મને આપે. હવે આપ આ પાવાપુરીથી દૂર ના જશે. બંધુઓ! તમને એમ થશે કે પ્રભુનું આ છેલ્લું ચાતુર્માસ છે એ હસ્તિપાળ રાજા કેવી રીતે જાણતા હશે? તે જ્યારે ગોશાલકે ભગવાન ઉપર તેજલેશ્યા છોડી ને કહ્યું હતું કે તું મારા તપના તેજથી પરાભવ પામીને પિત્ત જવરના રોગથી પીડાઈને છ મહિનામાં મરણ પામીશ. ત્યારે કૃપાનિધાન ભગવંતે કહ્યું કે હું તે આ પૃથ્વી તલ ઉપર સોળ વર્ષ સુધી ગંધ-હસ્તિની માફક વિચરવાને છું. પણ તું આજથી સાતમે દિવસે તારી તેજુ લેશ્યાથી પરાભવ પામીને, પિત્ત જવરની પીડા ભેગવીને મૃત્યુ પામીશ. આથી રાજાએ જાણ્યું હતું કે ભગવાનનું આ છેલ્લું