SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૮૩૦. દ્વારા થતી ક્રિયા તે જોઈ શકતા નથી પણ દવાના ફળ સ્વરૂપે આવતું પરિણામ જાણી શકે છે. તે પ્રમાણે આત્મામાં કર્મો જે કાંઈ કરે છે તે આપણે જાણી શકતા નથી. પણ કર્મના ફળને અનુભવી શકીએ છીએ. માટે જ્ઞાનીઓ આપણને કર્મફળનું પરિણામ કેવું દુખમય છે તે સમજાવે છે અને કહે છે કે પશ્ચાતાપ કરવાથી આત્માને અપૂર્વ કરણ ગુણશ્રેણી પ્રાપ્ત થાય છે. પૂર્વના કર્મોને ભસ્મ કરે છે અર્થાત મોહનીય કર્મને ક્ષય થાય છે. જે પ્રમાણે સૂર્યોદય થવાથી તારાઓને પ્રકાશ છૂપાઈ જાય છે, ચંદ્રનું તેજ ફિકકું પડી જાય છે. તે પ્રમાણે પશ્ચાતાપથી પ્રાપ્ત થતી અપૂર્વકરણ ગુણશ્રેણ દ્વારા મોહનીય કર્મ નષ્ટ થાય છે. પશ્ચાતાપનું ફળ બતાવતાં ટીકાકાર એક સંગ્રહ ગાથામાં उरीमठाइ दलियं, हिट्ठीमठाणेसु कुणइ गुणसेदि । गुण संकमा करइ, पुण असुहाओ सुहम्मि पक्खिवइ । અપૂર્વકરણ ગુણશ્રેણી ઉપરનાં સ્થાનના કર્મોને ખેંચીને અધઃ સ્થાને લઈ આવે છે. જેમ કેઈ માણસ કઈ વ્યકિતને પકડવા માંગતે હતું પણ તે પકડી શકતો ન હતે. જે વ્યકિતને પકડી શકાય નહિ તે ઉપસ્થિતન સ્થાન છે. પણ તે વ્યકિતને જે કંઈ ત્રીજે માણસ પકડી લે અને પેલા પકડનાર માણસને સોંપી દે તે એ અવસ્થામાં અધઃ સ્થાન છે. આ પ્રમાણે જે કર્મો ઉદયમાં આવતા ન હતા તે કર્મને પકડીને કરણ ગુણશ્રેણી ઉદયમાં લાવે છે. અને તે કર્મમાં ગુણસંક્રમણ કરે છે. જેમ કે કોઈએ લેઢાને ઉચે લટકાવેલું છે તે કારણે લેતું તમારા હાથમાં આવતું નથી પણ તે લેડું બાંધેલું છોડીને તમારા હાથમાં આપ્યું અને તમે તે લોઢાને પારસમણ સાથે સ્પર્શ કાળે એટલે તે લે તું સુવર્ણ બની ગયું. આ પ્રમાણે કરણગુણ શ્રેણી જે કર્મો ઉદયમાં આવતા ન હતા તે કર્મોને ઉદયમાં લાવીને તેનામાં ગુણ સંક્રમણ કરી દે છે. તમારા હાથમાં લેતું હોય અને તેને સેનું બનાવવાને સુયાગ મળે તે શું તમે એ અવસરને જવા દેશે? ના. લેખંડ સેનું બની જાય છતાં આત્માને શાંતિ આપી શકશે નહિ પણ પશ્ચાતાપ રૂપ પારસમણીથી આત્માને અપૂર્વ શાંતિ મળશે. માટે પશ્ચાતાપની અવશ્ય જરૂર છે. પશ્ચાતાપના પાવકમાં કર્મો બળીને ખાખ થઈ જાય છે ને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય છે. ભગવાન મહાવીર સ્વામીની જગતના જીવે ઉપર અપાર કરૂણ હતી. જેમ માતા પિતાના વહાલસોયા દીકરાને પ્રેમથી હિતશિખામણ આપે છે તેમ ભગવતે જગતના જી ઉપર કરૂણ કરી અંતિમ સમયે પણ છત્રીસ અધ્યયન રૂપી છત્રીસ શિખામણે આપી છે. તે શિખામણો જીવનના અંતિમ સમય સુધી આપણે યાદ રાખવી જોઈએ. જેમ માતા ચાલી જતાં બાળકને દુઃખ થાય છે, ઓછું આવે છે તે રીતે ભગવાન પણ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy