SearchBrowseAboutContactDonate
Page Preview
Page 867
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૨૮ શારદા સાગર સાધક જીવનમાં શુદ્ધ ચારિત્ર પળાય તેવા સહાયક બનજો. પણ સાધક જીવન લૂંટાય તેવા રાગી ખનશે નહિ. વધુ ભાવ અવસરે. ☆ આસા વદ અમાસને સામવાર વિષય : વ્યાખ્યાન ન. ૯૪ દિવાળી પરમાંથી સ્વમાં આવા ’ ને બહેના ! સુજ્ઞ મધુએ, સુશીલ માતા અનંત કરૂણાના સાગર, જગત ઉદ્ધારક, અને મુક્તિપુરીના મહેમાન એવા ભગવતે જગતના જીવાના ઉદ્ધાર માટે આગમ વાણી પ્રકાશી. આગમ એટલે શું? આગમ એટલે આત્મદર્શન કરવાના અરિસે. કાચને અરિસા તમારા મુખનું દર્શન કરાવે છે. પશુ ભગવાનના મુખમાંથી ઝરેલી વાણીના આગમ રૂપી અરિસે। આત્મા ઉપર રહેલા દોષાના ડાઘને દૂર કરાવીને આત્માનું દર્શન કરાવે છે. આપણા પરમ પિતા પ્રભુ મહાવીર સ્વામી આજે આસે વઢી અમાસના દ્વિવસની પાછલી રાત્રે મુક્તિપુરીમાં પહેાંચ્યા છે ને એ પ્રભુના પટ્ટ શિષ્ય ગૌતમ સ્વામીએ કેવળ જ્ઞાનના દીવડા પ્રગટાવ્યા, એટલે આ દિવાળીના દિવસેા ખૂબ મહત્ત્વના છે. ધનતેરસ, કાળીચૌદશ, અમાસ, બેસતું વર્ષ અને ભાઇખીજ આ પાંચ દિવસ પનાતા છે. તા. ૩-૧૧-૭૫ ધનતેરસના દિવસે ભરત ચક્રવર્તિને છ ખંડ સાધવા માટે તેમની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ઋષભદેવ ભગવાન કેવળજ્ઞાન પામ્યા તેની વધામણી આવી. કાળીચૌદસના દ્વિવસે રામચંદ્રજીએ રાવણુની આસુરી પ્રકૃતિ ઉપર વિજય મેળવીને અયેાધ્યા નગરીમાં પ્રવેશ કર્યા છે. તમે ગઇ કાલે કાળીચૌઢશના વિસે કકળાટ કાઢયે હશે પણ ખરેખર તેા અંતરમાંથી કષાયના કાળા કકળાટ કાઢવાના છે. દિવાળીના દિવસે રાત્રે પ્રભુ નિર્વાણ પામ્યા ને ગૌતમસ્વામી કેવળજ્ઞાન પામ્યા. એટલે બેસતા વર્ષોંના દિવસે એ મને મહેાત્સવ ઉજવાય છે. ભગવાનને નિર્વાણુ મહેાત્સવ અને ગૌતમસ્વામીને કેવળજ્ઞાન મહાત્સવ ઉજવવા માટે ઇન્દ્રા, દેવા અને મનુષ્યા આવ્યા હતા. એટલે પાવાપુરીમાં માણસ સમાતુ ન હતું. એક તરફ ગૌતમસ્વામીના કેવળજ્ઞાન મહેાત્સવને આન હતા ને ખીજી તરફ ભગવાન મહાવીર સ્વામી નિર્વાણુ પધાર્યા એટલે ભરત ક્ષેત્રમાં અરિહંત પ્રભુને વિચાગ પડયા એટલે શેક છવાયા હતા. તેથી એ દિવસ અલૌકિક છે. પ્રભુ નિર્વાણુ પહોંચવાથી તેમના મોટાભાઇ નદીવર્ધનને ખૂબ આઘાત લાગ્યા હતા. તે આઘાતને શાંત કરવા માટે ભાઇબીજના દિવસે ભાઈ બહેનના ઘેર ગયેલા. એટલે તે વિસને ભાઈબીજ તરીકે મનાવવામાં આવે છે. આ પાંચેય દિવસ માંગલિક પના છે. એટલે આ દિવસેામાં અને તેટલી ધર્મારાધના કરવી જોઇએ.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy