________________
૮૧૬
શારદા સાગર
હાય ને તેને કોઇ ફાટલેા ખવડાવે નહિ તા તે તેના (સેટીલા) ગલૂડીયાને પણ ખાઈ જાય છે.
છપ્પનિયાના દુષ્કાળ પડયા ત્યારે લાકા અન્ન પાણી વિના પીડાઈ રહ્યા હતા. એ દુષ્કાળ આપણે તે જોચે નથી પણ આપણે વૃદ્ધો પાસેથી એ કછુ કહાની સાંભળીએ છીએ. ત્યારે કાળજુ કંપી જાય છે. તે સમયે અન્નના અભાવે માણસા ભૂખથી પીડાઇને મરી જતાં હતાં. જ્યાં ને ત્યાં મનુષ્યના મઢા રખડતા હતા. તે સમયે બનેલી એક કરૂણુ કહાની છે.
એક ખાઇને ચાર દીકરા હતા. અન્ન નહિ મળવાથી કુમળા ફૂલ કરમાઈ ગયા હતા. ત્રણ ત્રણ દિવસથી ભૂખે પીડાતા હતા. અને મા....રાટલે આપ-રોટલા આપ કરતાં માની ડાકે વળગી પડતાં હતાં. ઘરમાં મુઠ્ઠી લેાટ ન હતા. ક્યાંથી રાટલા મનાવે? પણ માતા ચૂલા ઉપર પાણીની તપેલી મૂકીને ચૂલા સળગાવી છેાકરાને કહેતી. હમણાં ખીચડી રધાય છે. હું તમને આપું છું. એમ કહીને સમજાવતી. મા ચૂલે ખાલી તપેલી મૂકી બહાર ગઈ. ઘેાડાની લાદમાંથી મકાઈના દાણા વીણીને પાણીમાં ધાવા લાગી. આ સમયે એક માણસ ત્યાંથી પસાર થાય છે ને પૂછે છે બહેન! આ શું કરે છે? ત્યારે આંખના આંસુ લૂછતી તે મેલી, ભાઇ! પેટની ભૂખ મટાડવા શું નથી કરવું પડતું? જો તારા દિલમાં દયા હાય તા ભૂખે કરમાઇ જતાં મારા એ માળકને ખરીઢીને લઇ જા. હવે એમનું કરૂણ રૂદન મારાથી જોયુ જતુ નથી. પેલા માણસને દયા આવી ને એ રૂપિયા આપીને એ બાળકીને લઈને ચાલતા થઈ ગયા. એ રૂપિયા મળ્યા તેનાથી પાંચ દિવસ તે પસાર થયા પણ પછી શું? આખરે ત્રીજા માળકે ભૂખની પીડાથી પ્રાણ છોડી દીધા. માતા ખૂબ રડી. માથું ફાડયું પણ છેવટમાં તેના પેટમાં ભૂખની જવાળા પ્રગટી હતી એટલે તેણે વિચાર કર્યો કે આ બાળક મરી ગયે તા એનાથી પેટની આગ શાંત કરુ? એટલે અગ્નિ સળગાવી માતા પેાતાના હાથે પેાતાના પુત્રનુ શખ શેકવા તૈયાર થઇ. તે સમયે પેલેા દયાળુ માણસ ત્યાંથી નીકળ્યેા. આ દૃશ્ય જોઇ તે સ્થભી ગયા ને પૂછ્યું–બહેન! આ શું કરે છે? તુ કાને શેકવા તૈયાર થઈ છે? છેવટે તેણે તે કાર્યાં ખંધ કર્યું" પણુ અન્નને કણ મળ્યા નહિ તેથી ભૂખથી તરફડતી સૂઇ ગઇ ને....તે પણ મૃત્યુ પામી. એના આઠ મહિનાના બાળક માતાની ખાજુમાં સૂતા હતા. તે દૂધપાન કરવા માટે ફાંફા મારતા હતા. પણ એને ક્યાં ખબર હતી કે માતાનું દૂધ તા શું પણ એનું લેાહી કયારનું સૂકાઈ ગયું હતું. ફકત હાડકાના માળા હતા. ખાળક પણ મૃત્યુ પામ્યા. આ છે છપ્પનિયા દુષ્કાળની કહાની. જે આત્માઓ પરદુઃખભજન બન્યા છે તેમનુ નામ ઇતિહાસના પાને અમર બન્યુ છે.
ખેમા દેદરાણી, જગડુ શાહે ધનના સ ંગ્રહ કર્યા હતા પણ જ્યારે ભારત પર દુષ્કાળના વાદળા ઘેરાવા લાગ્યા ત્યારે તેમણે તિજોરીઓના તાળા ખાલી નાંખ્યા હતા.