________________
૭૮૮
શારદા સાગર
વૈરાગ્યભર્યા જવામ સાંભળી બ્રાહ્મણ સ્થિર બની ગયે. તમારે પણ વિચારવાનુ છે કે સંસાર કેવા સ્વાર્થથી ભરેલા છે! તમને લાગે કે આ બધા મારા છે. પણ આખું વાતાવરણુ સ્વાર્થની બાજીથી ભરેલુ છે.
સૌના પ્યારમાં મેઘા વહાલમાં, મેં તા સ્વાર્થ નિહાળ્યેા આ સંસારમાં કામ કરે તારી જ્યાં લગી કાયા, તારા પર સૌને મમતા ને માયા, ઘડપણની જ્યાં ઉતરે છાયા, પેાતાના સૌ થાશે પરાયા સૌના...
......
કવિ શુ કહે છે? સા તને ખમ્મા ખમ્મા કયાં સુધી કરશે? જ્યાં સુધી આ કાયા કામ કરે છે ત્યાં સુધી સાને તમે વહાલા છે. પણ આ કાયા ક ંપની કમાતી બંધ થઈ જશે ત્યારે કાઈ તમારા રહેવાના નથી. કેમ ખરાખર છે ને? હા. તમે આવા કંઈક કિસ્સા જોયા હશે પણ મમતા ઉતરતી નથી. કારણ કે જીવને રાગના અધના ખૂબ સતાવે છે. રાગનુ અંધન શું કરે છે?
જુઓ, ભમરા કમળના રસ લેવા માટે કમળના ફૂલ ઉપર જઇને બેસે છે ને આટલા રસ પી લઉં પછી ઉડી જઇશ એમ માને છે પણ ઉડતા નથી. છેવટે સૂર્યમુખી કમળ સૂર્યાસ્ત થતાં બીડાઈ જાય છે ત્યારે ભમરા માટે સેહામણું કોમળ કમળ કૈદ્રરૂપ બની જાય છે. ને છેવટમાં હાથીના મુખમાં કમળ જતાં ભમરાનું મૃત્યુ થાય છે. કમળની પાંખડીઓ કેટલી કેમળ હાય છે! શું ભ્રમર ધારે તેા કમળને વી ંધીને બહાર ન નીકળી શકત? નીકળી શકત. પણ કમળ પ્રત્યે એને રાગ છે એટલે તેને વીંધીને બહાર નીકળી શકતા નથી. પણ એ ભ્રમર લાકડાના પાટડાને વગર શસ્ત્ર વીંધીને કાણું પાડી શકે છે. જે સુથાર કરતાં પણ ચઢી જાય. સમજાયું? ભ્રમર લાકડાને વીધી નાંખે છે પણ *મળને વીંધી શકતે નથી. શું કારણ ? રાગ. બંધુએ! તમારી દશા પણ આવી છે. રાગ છે ? ત્યાં આગ છે. રાગ જશે તે દ્રેષ પણ જશે. વીતરાગતા પ્રાપ્ત કરવી હાય તેા રાગ-દ્વેષ અને છોડવા પડશે. રાગ સંસાર વધારે છે. અહી એક નાનકડુ દૃષ્ટાંત યાદ આવે છે.
એક ગામમાં એક ધનવાન શેઠ રહેતા હતા. તેમણે આખી જિંદગી ધન ભેગુ કરવામાં વીતાવી હતી. પશુ ધર્મશધના કરી જિંદંગીના સદુપયેાગ ન કર્યા. તેની રગેરગમાં કૃપણુતા વ્યાપેલી હતી. તે વ્યાજવટાના ધંધા કરતા હતા. આ શેઠને પાંચ દીકરા હતા. એક વખત શેઠ બિમાર પડયા. પાંચ પુત્ર પિતાજીની ખડે પગે સેવા કરવા લાગ્યા. પુત્રાએ વિચાર કર્યાં કે; હવે આપુજીને અંતકાળ નજીક આવ્યેા છે એટલે તેમનુ ચિત્ત ધર્મ ધ્યાનમાં જોડાય તેમ કરવું. જેથી તેમનું મૃત્યુ સુધરી જાય. પણ જેણે આખી જિંદગીમાં ધર્મધ્યાન કર્યું ન હોય. ભગવાનનું નામ લીધું ન હેાય તેનું ચિત્ત હવે ધમ'માં કે પ્રભુમાં કયાંથી ચાંટે ? દીકરાઓએ કહ્યું. બાપુજી! હવે ધર્મધ્યાનમાં ચિત્ત જોડા. પણ ખાપુજી તે જીવનભર માયાના કીડા બન્યા હતા. ધર્મમાં તેમણે કદી ચિત્ત જોયું ન હતું.