SearchBrowseAboutContactDonate
Page Preview
Page 824
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૮૫ ખૂબ સારી રીતે સમજીને આ સંયમને માર્ગ અપનાવ્યો છે. હું જે કારણથી અનાથ હતે તે વાત મેં આપને સમજાવી. હવે બીજા પ્રકારની અનાથતા પણ હોય છે તે કેવી રીતે? તે હું તમને સમજાવું. इमा हु अण्णा वि अणाहया निवा, तमेग चित्तो निहुओ सुणेहि। नियंठ धम्म लहियाण वि जहा, सीयन्ति एगे, बहुकायरा नरा ॥ ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૮ હે રાજા ! બીજું અનાથપણું કર્યું છે તે તમે સ્થિર ચિત્ત કરીને સાંભળે. સનાથ બનાવનાર નિગ્રંથ ધર્મને પ્રાપ્ત કરીને પણ ઘણું કાયર પુરૂષે પતિત થઈ જાય છે અને નિગ્રંથપણુમાં દુઃખ પામે છે હવે જે સાધકદશામાં દઢ હોય છે તે મુનિ કેવા હોય છે? સાચા સંયમી સાધક મુનિ પિતાના શરીર પર પણ મમત્વ નથી રાખતા તે પછી અધિક કપડા તે રાખે શાના? ઉત્તરાધ્યયન સૂત્રમાં પણ ભગવાન બોલ્યા છે ___ अचेलगस्स लूहस्स, संजयस्स तवस्सिणो। અચેલ એટલે વસ્ત્રને અભાવ. તેને અર્થ મર્યાદિત કપડા એમ લઈ શકાય છે. તે માટે એક ન્યાય આપીને સમજાવ્યું છે કે એક વહેપારીની પાસે કઈ પણ પ્રકારને માલ છે. તે વહેપારી તે માલને વેચવા ઈચ્છે છે. પરંતુ તેના મનમાં આશા છે કે ભાવ વધશે તેથી તે રાખી મૂકે છે. પરંતુ દુર્ભાગ્યવશ ભાવ વધવાને બદલે નીચે પડતા જાય છે. તે ભાવમાં જ્યારે તે માલ વેચે છે તે નફે બહુ અલ્પ થાય છે. પરંતુ તે સમયે કઈ વહેપારીને પૂછે છે ભાઈ! ન થયો કે નુકશાન? વહેપારી કહે છે નુકશાન નથી થયું ને ફાયદો પણ નથી થયે. ફકત સો - બસો રૂપિયા મળ્યા છે. તો હજારે રૂપિયાના વહેપારમાં જે રીતે સે, બસો રૂપિયાનું કેઈ મહત્વ રહેતું નથી. તે રીતે મર્યાદિત કપડા પણું વસ્ત્ર રહિત સ્થિતિમાં આવી જાય છે. બંધુઓ! તમારી પાસે ગરમી અને ઠંડીના રક્ષણ માટે કેટલા વચ્ચે રાખો છે? ઠંડીથી બચવાને માટે અનેક ગરમ વસ્ત્ર, શાલ, દુશાલ, રજાઈ ઈત્યાદિ તમારી પાસે હોય છે. પરંતુ સાધુ મર્યાદિત વસ્ત્ર રાખે છે. તેથી બહુ ઓછા કપડા તેમની પાસે હોય છે. એટલા માટે બહુ ઓછા વસ્ત્ર હોવા તે અચેતની ગણતરીમાં આવી શકે છે. ઉપર ગાથામાં જૂહ શબ્દ આવ્યા છે. તેને અર્થ એ કે રૂક્ષ વૃત્તિવાળા. આ વૃત્તિ સાધુને માટે યોગ્ય છે. આપ જાણે છે દરેકના મુખમાં જીભ હોય છે. તે જીભે જીવનમાં કેટલું ઘી ખાધું હશે, દૂધ પીધું હશે, મીઠાઈઓના સ્વાદ કર્યો હશે ! અને આ રીતે અનેકાનેક સરસ વસ્તુઓ ખાધી હશે. પરંતુ શું કઈ પણ વસ્તુને સ્વાદ અથવા રસ તેની ઉપર રહ્યો છે ખરે? ના. વસ્તુ જીભથી નીચે ઉતરીને પેટમાં ગઈ કે તે તરત રૂક્ષ બની જાય છે. સાધુવૃત્તિ પણ એવી છે. જે કંઈ મળે તે ઠીક ને ન મળે તે પણ ઠીક તમે જમવા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy