SearchBrowseAboutContactDonate
Page Preview
Page 822
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૮૩ પ્રગટશે તે શગ ક્યાંય ભાગી જશે. વિરાગની એટલી અગાધ શક્તિ છે કે જે ભોગના ભરચક સાધનોને ઉલંઘી જાય છે. જ્યારે રાગી ભૌતિક સુખના ટુકડા વીણતે ફરે છે. ભૌતિક ભાગના ટુકડા મળી જાય તે તે ખુશખુશાલ થઈ જાય છે અને એ ભેગના ટુકડાની ભીખ ન મળી તો રાંકડો બનીને રડે છે ને અનંત સંસારમાં રઝળે છે. અનંતકાળથી આત્મા પરને દાસ બનીને અનાથ બની ગયા છે. તેને સનાથ બનાવવો હોય તે વિરાગભાવની મસ્તી લાવો. જ્યાં વિરાગ ભાવ આવ્યો ત્યાં કર્મની ગંજીઓની ગંજીઓ સાફ થઈ જશે. આ ચતુર્ગતિ સંસારમાં ન રઝળવું હોય તે સી મટીને વિશગી બને. તે અંતરના કમાડ ઉઘડે, મેહની મનવાર મટે, રાગની રંજાડ ટળે ને શાશ્વત સુખ મળે. પછી કોઈ સુખ શોધવા જવું નહિ પડે ને અંતરમાંથી શાશ્વત સુખના ઝરણું વહેવા લાગશે. આવા પવિત્ર આત્માને જોતાં વિકારી અવિકારી બની જશે. એક ન્યાય આપું. રાજસાહી સુખમાં વસેલે નગરશેઠનો લાડકવા ઈલાચીકુમાર એક નટડીનું રૂપ જોઈને એહ પામે, ને નટડી સાથે લગ્ન કરવા માટે પિતાની મહાન સંપત્તિ છેડીને દર ઉપર ચઢીને નાચવા લાગ્યો. તે એક રાજાના રાજ્યમાં નાટક કરવા માટે ગયા. ઈલાચીકુમાર દેર ઉપર ચઢીને ખેલ ભજવી રહ્યો છે. નટડી હેલ વગાડી રહી છે. પ્રેક્ષકે જોઈ રહ્યા છે. રાજા નટડીનું રૂપ જોઈને મુગ્ધ બની ગયે. નાટક પૂરું થયું. નટ મોટા દાનની અપેક્ષા રાખે છે. પ્રજા પણ નાટક જોઈને ખુશ થઈ છે. દાન આપવા ઉત્સુક બની છે. પણ રાજાની દ્રષ્ટિમાં વિકાર ભર્યો છે એટલે દાન આપતા નથી. ત્રણ ત્રણ વખત સુંદર નાટક કરવા છતાં રાજા રીઝતા નથી. એના મનમાં એવા ભાવ પ્રવર્તે છે કે જે આ નટ દોરડા ઉપરથી પડે ને મરી જાય તો આ રૂપાળી નટકન્યા મને મળે. પણ એને ખબર નથી કે આ નગરશેઠને છોકરો મહાન સુખ છેડીને કેને માટે આ નાટક કરી રહ્યો છે! બંધુઓ! આ બંનેની દષ્ટિમાં વિકાર છે. ઈલાચીકુમારને નટડી પ્રત્યે મેહ છે ને રાજા પણ નટડી ઉપર આસકત બને છે. એટલે રાજા ઈલાચીનું મોત ઈચ્છી રહ્યા છે. પણ હવે તમે જેજે. વિકારીની દ્રષ્ટિ અવિકારી પર પડે છે તે તેને વિકાર કે નષ્ટ થઈ જાય છે! ઈલાચીકુમાર દેરડા ઉપર નાચ કરે છે. સામી હવેલીમાં એક મુનિરાજ પધાર્યા છે. મુનિ નવયુવાન અને સ્વરૂપવાન છે. તેમને શ્રીમંત શેઠાણી મેદક વહેરાવે છે. શેઠાણું પણ નવયુવાન અને સ્વરૂપવાન છે. તેના વાળ વાળે મેતી ઠાસેલા છે. આવા શેઠાણી મેદ: વહેરાવે છે. છતાં નથી તે મુનિ શેઠાણી સામું જોતાં કે નથી શેઠાણી મુનિ સામે દૃષ્ટિ કરતા. મુનિની દષ્ટિ વહેરવા તરફ છે ને શેઠાણીની દષ્ટિ વહોરાવવા તરફ છે. બંનેની દષ્ટિ અવિકારી છે. હવેલીમાં શેઠાણુ અને મુનિ સિવાય કેઈ નથી. છતાં કેવી નિર્મળ દષ્ટિ છે! આ દશ્ય જોઈને ઈલાચીકુમારના મનમાં એવા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy