________________
શારદા સાગર
૭૭૩
નજીક આવ્યું. ત્યારે શિષ્ય જુદા જુદા સ્થાનમાં જઈને ચાતુર્માસ કરવાની ગુરૂદેવ પાસે આજ્ઞા માંગે છે. તેમાં બે શિષ્ય કહે છે ગુરૂદેવ ! આ ગામથી બે માઈલ દૂર આ ગામની ખાળ છે. તેના કાંઠા ઉપર આખું ચાતુર્માસ અમારે ઉભા રહીને ધ્યાન કરવું છે. ચાર મહિના ઉભા રહીને ધ્યાન એટલે ચાર મહિનાના ઉપવાસ કરવાના સૂવાનું નહિ ને બેસવાનું પણ નહિ. બે શિષ્યો કહે છે અમારે ધ્યાન કરવું છે ને ત્યાં અનશન કરી મુકિત મેળવવાની અમારી ભાવના છે. તે આપ અમને આજ્ઞા આપે. ગુરૂદેવ ખૂબ જ્ઞાની અને સૂક્ષ્મ દૃષ્ટિવાળા હતા. તેમણે કહ્યું હે શિષ્યો! નગરની ખાળના કાંઠે જવું નથી. તમે અહીં રહીને સાધના કરે. ત્યાં જવું તે તમારે માટે શ્રેયકારી નથી.
દેવાનુપ્રિયે! પહેલી વાત તે એ છે કે વિનયવાન શિષ્ય કદી ગુરૂને એમ ન કહે કે મને અહીં ચાતુમસ મેકલે. પણ ગુરૂ આજ્ઞા કરે કે હે શિષ્ય તમારે અહીં ચાતુર્માસ જવાનું છે. ત્યારે વિનીત શિષ્ય તહેત ગુરૂદેવ! કહીને વધાવી લે. ગુરૂ કહે કે ઉઠ તે ઉભું થઈ જાય ને બેસ કહે તે બેસી જાય. પણ ગુરૂ સામે દલીલ ન કરે. જે ગુરૂની આજ્ઞાનું અપ્રમત્તપણે પાલન કરે છે તેનું અવશ્યમેવ કલ્યાણ થાય છે. વિનયવાન શિષ્ય એ વિચાર કરે કે ગુરૂ જે કાંઈ કરે છે તે મારા એકાંત હિતને માટે કરે છે. અહીં ગુરૂએ ના પાડવા છતાં પેલા બંને શિષ્યો વારંવાર આજ્ઞા માંગવા લાગ્યા ત્યારે ગુરૂ મૌન રહ્યા. - અવિનીત શિષ્યએ ગુરૂના મૌનને અર્થ હા માની લીધું. અને ગુરૂની ના હેવા છતાં બંને શિષ્ય પિતાનું ધાર્યું કરવા ચાલી નીકળ્યા. કુણાલાનગરીની બહાર પાળના કાંઠે જઈને ધ્યાનમાં સ્થિર થયા. ચાર મહિનાના ઉપવાસ અને ગંધાતી ખાળના કાંઠે ધ્યાન કરવું તે સહેલી વાત નથી. એ ખાળમાંથી એવી દુર્ગધ છૂટતી હતી કે એક માઈલ દૂર હોય ત્યારથી નાકે ડૂચા દેવા પડતા. આવી ખાળના કાંઠે બંને સંતે અનશન કરીને ધ્યાનમાં લીન બન્યા. એમની એવી ઉગ્ર સાધના હતી કે તે જોઈને વ્યંતર દેવ તેમના ઉપર પ્રસન્ન થયા. એ વ્યંતર દેવ સાધુની ભક્તિ કરતા ને તેમની સામે હાથ જોડીને ઉભો રહેતે. અષાડ, શ્રાવણ ને ભાદર મહિને પૂરે થવા આવ્યું પણ કુણાલા નગરીમાં વરસાદ પડતું નથી. ત્યારે એ ખાળ પાસે જતા આવતા લેકે બેલવા લાગ્યા કે વરસાદ પડે તે એ મુંડકાઓ હેરાન થઈ જાય ને! એટલે એમણે વરસાદ બાંધી દીધે છે. એમના પાપે આખી નગરીના લેકે હેરાન થઈ જાય છે. આ વચને વારંવાર સંભળાવાથી મુનિઓના ધ્યાનમાં ભંગ પડે. એક તે તપની ગરમી હતી. તેમાં વળી નગરીના લોકોના વચન સાંભળી કેવથી મુનિઓનું મન ધમધમી ઉઠયું. મનમાં થયું કે શું! અમે વરસાદ રક છે? આ લોકે અમારા ઉપર ખોટું કલંક ચઢાવી રહ્યા છે.
ધથી થતો સંયમને વિનાશબંધુઓ! બાવીસ પરિષદમાં આક્રોશ વચનને પરિષહ સહન કરે અતિ દુષ્કર છે. જતાં આવતાં લોકેની અસભ્ય વાણીથી મુનિએનું મન ઉગ્ર બની ગયું. તેથી