SearchBrowseAboutContactDonate
Page Preview
Page 810
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૭૧ કરતાં અટકાવે છે. અને પિતાને મનરૂપી મહેલ સ્વચ્છ બનાવી અંતરચક્ષુ ખેલી સટ્ટગુરૂની હિત શિખામણ હૃદયમાં ઉતારી સંસારમાંથી નિરાગતા પ્રાપ્ત કરી નિર્વાણપદને પ્રાપ્ત કરે છે. તમારે પણ નિર્વાણપદને પ્રાપ્ત કરવું હોય તે પાપના કચરાને સાફ કરે. વહેપારધંધામાં અનીતિ ન કરો, પ્રમાદને ત્યાગ કરે. આત્મસાધના કરવાની આ તક છે. આવી તક ફરીફરીને નહિ મળે. માટે પ્રમાદને ત્યાગ કરી મહાન પુરૂષની જેમ પ્રબળ પુરૂષાર્થ કરી આત્મકલ્યાણ કરે. - આજે બા.બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજીને ૧૬ ઉપવાસ છે. આવતી કાલે તેમના પારણાને દિવસ છે. આ પ્રસંગે કાંદાવાડીથી પૂ. કાંતીલી મહારાજ સાહેબ તેમના શિષ્ય પરિવાર સહિત પધારવાના છે. તે આ પ્રસંગે આવતી કાલે ૧૬ દિવસના શું પ્રત્યાખ્યાન કરવા તે વિચારીને આવશે. તપનું બહુમાન તપથી થાય. વધુ ભાવ અવસરે. (આસો વદ ૮ તા. ૨૭–૧૦–૭૫ ને સોમવારે બા બ્ર. પૂ. કાન્તાબાઈ મહાસતીજીને ૧૬ ઉપવાસનું પારણું હેવાથી પૂ. મહાન વૈરાગી કાંતીઋષી મહારાજ સાહેબ શિષ્ય પરિવાર સહિત પધાર્યા હતા. અને તે પ્રસંગે તપના મહિમા ઉપર પૂ. મહારાજ સાહેબેએ તથા પૂ. મહાસતીજીએ સુંદર મનનીય પ્રવચન કર્યા હતા.) - વ્યાખ્યાન નં.-૮૮ વિષય – “કરૂપ, કૈધ ટાળે!” આસો વદ ૯ ને મંગળવાર તા. ૨૮-૧૦–૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! - અનંતજ્ઞાની મહાન પુરૂએ જગતના જીવોને શાશ્વત સુખ મેળવવાને રાહદારી માર્ગ બતાવતાં કહ્યું- હે ભવ્ય છે ! તમને આત્મસાધના સાધવા માટે ઉત્તમ માનવ જીવન મળ્યું છે. માનવભવમાં પણ ઝળકતું જિનશાસન મળવું એ કંઇ જેવી તેવી વાત નથી. મહાન પુણ્યના ઉદયથી જિનશાસન મળ્યું છે. જિનશાસન ઝવેરાતની પેઢી છે. અહીં સમ્યક્રર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી રન્નેને વહેપાર ધમધેકાર ચાલે છે. જેને રત્ન ખરીદવા હોય તે ખરીદી લે. પણ એટલું યાદ રાખજો કે તમારા માનેલા હીરાની આ વાત નથી. તમે ઝવેરી બનીને જે વેપાર કર્યો તેમાં ધનની કમાણી કરી પણ આત્માની કમાણી કરી નથી. માટે સમજે. સમ્યદર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ વિના ભવટ્ટી થવાની નથી. કેઈ કઈ ભવમાં જીવે ચારિત્ર લીધું હશે પણ શ્રદ્ધાપૂર્વક આત્મ લક્ષે પાળ્યું નહિ હોય તેથી અનંતકાળથી આપણે આત્મા ભવમાં ભમી રહ્યો છે. . સમ્યદર્શનને પાયો નાંખવા માટે મનુષ્યજન્મ જે બીજો એક પણ જન્મ નથી. માનવભવની અમૂલ્ય ક્ષણને નહિ ઓળખે તે સમજી લેજો કે તક ચૂકી ગયા.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy