SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૫૩ કયારેક તેને સત્તાને ગર્વ પણ આવી જાય છે. જ્યારે સત્તાને ગર્વ આવે ત્યારે નેપોલિયન, હિટલર કે મુસોલિની તરફ નજર કરે. તેમના સત્તાશાળી જીવન જુઓ. તેઓ એક દિવસ દુનિયાભરના સામ્રાજ્યને મેળવવાનાં સ્વપ્ન સેવતાં હતાં. સમ્રાટ નેપોલિયન તે છાતી ઠોકીને કહેતો કે મારી ડિકશનેરીમાં “અસંભવિત” જે કઈ શબ્દ નથી. આવા આત્મવિશ્વાસ સાથે જે દિશામાં તે પગ ઉપાડતે તે દિશાની પૃથ્વી ધ્રુજી ઉઠતી. જનતાના પ્રાણ કંપી ઉઠતા. તે અભિમાનથી કહેતો કે આખી દુનિયાને એક દિવસ નેપોલિયનની સામે નમવું પડશે. પણ તેનું સ્મિત એવું બદલાયું કે તેને મરતાં કફન પણ ન મળ્યું. પૃથ્વીના પ્રાણને કંપાવનાર ધે એક નાના સરખા ટાપુ ઉપર કેદીની હાલતમાં મર્યો. હજારે વીરોનાં લેહી વહાવી મેળવેલે વિજય તેની નજર સામે પરાજયમાં પલટાઈ ગયે. મદાંધ મુસલિની ઉપર રાક્ષસી વૃત્તિ એવી જોર કરતી હતી અને પિતાની વાયુસેના ઉપર તેને એટલે ગર્વ હતું કે તે અભિમાનપૂર્વક કહે કે યુધ્ધ તે વિશ્વની અનિવાર્ય આવશ્યકતા છે. નાનકડા એબિસિનિયા ગામને તેણે કેટલા જંગલીપણાથી કચડી નાંખ્યું છે. નાના સરખા દેશના આધુનિક શસ્ત્રસજાવટથી રહિત નાગરિકો ઉપર ઝેરી ગેસ છે . પણ યુધને અનિવાર્ય કહેનાર મુસોલિનીનું ગન્નત મસ્તક યુધે નીચું નમાવ્યું. લશ્કરની છાવણીમાં તેની જીવનલીલા સમાપ્ત થઈ ગઈ. અને હિટલરી તેનું નામ આતંકનું પ્રતિક બની ગયું હતું. વિશ્વવિજ્યની ધૂનમાં તેણે માનવને ગુલામ બનાવવાને આતંક ફેલાવ્યું હતું. તે એક હાથમાં હાથકડી અને બીજા હાથમાં બૅબ લઈને દુનિયાને પડકારી રહ્યો હતો. કાં તે આપ ચુપચાપ હાથકડી પહેરી લે કાં તે તમારા ઉપર બંબ પડે, તમારા મહેલે ઉપર બંબ પડે ને તમારા અરમાને ધૂમાડે થઈ ઉડી જાય. આવું બોલનારને પણ એક દિવસ એ આવ્યો કે પિતાના અરમાનેની રાખ થઈ ગઈ. માત્ર તેના અરમાને નહિ પણ તેને પ્રિય દેશ જર્મની પણ ખંડિયેરમાં ફેરવાઈ ગયે. વીજળીના ઝબકારા જેવો તે જગતની રંગભૂમિ ઉપર આવ્યા અને તે રીતે નાશ પામે. અને તેના શબને પત્તે પણ ન લાગે. જે સત્તા ટકવાની નથી તે એવી સત્તાનો મદ શી રીતે ટકશે? આપની નજર સામે જોતજોતામાં ભારતના સાતસો રાજાના રજવાડાઓની સત્તા છિનવાઈ ગઈ. સદીઓથી ચાલી આવેલી પુરાણી રાજાશાહી પરંપરાને ખતમ થતાં બે મહિના પણ ન લાગ્યા. - બધુઓ ! આ ઉપરથી આપણે એમ સમજવાનું છે કે જ્યારે પણ અભિમાન કરવા જેવું નથી. ઘણાંને સંદર્યનું અભિમાન હોય છે. પણ એને ખબર નથી કે વ્યાધિની ઉપાધી તેની પાછળ પડેલી છે. જ્યારે હસ્પિતાલમાં નજર કરીએ છીએ ત્યારે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy