SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર જતું કરી મિથ્યા માન્યતામાં પડે છે તે તેના કરતાં પણ ડબલ મૂર્ખ છે. પૈષધ વ્રતમાં કામદેવ શ્રાવકની કેવી કસોટી થઈ. શરીરના ટુકડે ટુકડા થઈ ગયા. છતાં તેમણે ધર્મની રક્ષા માટે શરીરની પરવા ન કરી. કેવી દઢ શ્રદ્ધા રાખીએ ત્યારે ભગવાને કામદેવ શ્રાવકનું ઉદાહરણ લઈને પિતાના સાધુઓને પણ કહ્યું કે કામદેવ જેવો શ્રાવક આટલો ધર્મમાં દઢ રહો તે તમારે કેટલા દઢ રહેવું જોઈએ. આપણુ અધિકારના નાયક શ્રેણીક મહારાજાએ અનાથી નિગ્રંથ પાસેથી આવું ઉત્તમ રત્ન પ્રાપ્ત કર્યું હતું. જેના પ્રભાવે તે આવતી ચોવીસીમાં તીર્થકરનું પદ પામશે. પિતે ધર્મક્રિયાઓ કરી શકતા ન હતા પણ હું કયારે કરીશ તેવી તેમની નિરંતર ભાવના હતી. કેઈને દીક્ષા લેતા જુએ તે તેમની આંખમાં આંસુ આવી જતા કે મને આ અવસર કયારે પ્રાપ્ત થશે. જે ધર્મ કરે તેની શુદ્ધ હૃદયથી અનુમોદના કરતા હતા. આજે ધર્મક્રિયાઓ ઘણું થાય છે પણ સમજણ સહિતને શ્રદ્ધાપૂર્વક થાય તે જીવ થેડામાં ઘણે લાભ મેળવી શકે ભાવના શતકમાં કહ્યું છે કે - બાલ તપસ્વી સહતે હૈ, જે કષ્ટ કરેડે વર્ષ મહાન, જિતને કર્મ નષ્ટ કરતે હૈ, ઉસ તપસે વહ નર અજ્ઞાન. જ્ઞાની જન ઉતને કર્મોક, ક્ષણમેં કર દે તે હે નાશ, જ્ઞાન નિર્જરાકા કારણ હૈ, મિલતા ઇસસે મુકિત પ્રકાશ.” અજ્ઞાની મનુષ્ય વર્ષો સુધી તપ કરે અને જ્ઞાની એક ઉપવાસ કરે તે તેના કરતા વધુ કર્મો ખપાવી શકે છે. જ્ઞાનીએ શ્વાસે શ્વાસે કર્મોને ખપાવે છે માટે સમજણ સહિત કરણી કરે. જદી કર્મ ખપી જશે. શ્રેણીક રાજા તે મિથ્યાત્વી હતા પણ તેમની પત્ની ચેલણ ધર્મના રંગે રંગાયેલી હતી. શ્રેણીક રાજાને ધર્મના રંગે રંગવા ચેલણ રાણીએ ખૂબ મહેનત કરી છે. હું જેને પરણીને આવી છું તે મારે પતિ સમ્યષ્ટિ અને ધર્માત્મા બને તે મારું જીવન સફળ બને તેવી ઉચ્ચ ભાવના ચેલણ રાણુ સદા ભાવતા હતા. ત્યારે શ્રેણીક રાજાની ભાવના એવી હતી કે ધર્મને છોડીને આ રાણી મારી સાથે મોજમજા ઉડાવે તો કેવું સારું! આ રીતે બનેના વિચારોમાં ખૂબ ભિન્નતા હતી. એક બીજા પોતપોતાની વાતને સાચી ઠરાવવા વાદવિવાદમાં ઉતરી જતા. આ સાથે ચેલ્લણ રાણું પોતાની શ્રદ્ધામાં અડગ રહી નમ્રતાપૂર્વક રાજા ઉપર પોતાને ધર્મને પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા હતા. બીજા ઉપર ધર્મને પ્રભાવ પાડવા માટે નમ્રતા અને સરળતાની ખૂબ જરૂર છે. બળ જબરીથી કેઈના ઉપર ધર્મને પ્રભાવ પાડી શકાતું નથી. જે બીજા ઉપર ધર્મને પ્રભાવ પાડ હશે તે જીવનમાં નમ્રતા અને સરળતા લાવવી પડશે. શ્રેણીક રાજા જેન ધર્મને હલકે પાડવા ચલણા સાથે વિવાદ કર્યા કરતા હતા.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy