________________
શારદા સાગર
૭૪૯
કારણ દુદ્ધિ છે. પાપના અશુભ ફળ જીવને ભાગવવા પડે છે. સત્બુદ્ધિ મળે તા કનુ બંધન ઘણું ઓછું થઈ જાય. આજે માણસેા સદ્ગુદ્ધિ કરતાં સ`પત્તિને વધુ પસંદ કરે છે. તમારા ઉપર કાઇ દેવ પ્રસન્ન થાય ને તમને કહે કે તમારે સપત્તિ જોઇએ કે સદ્ગુદ્ધિ જોઇએ? એટલે, તમે શું માંગશે ? મેાટા ભાગના સંપત્તિ માંગશે. પણ વિચાર કરે. સદ્ગુદ્ધિ હશે ત્યાં સંપત્તિ રહેવાની છે. પણ સંપત્તિ હશે ત્યાં સત્બુદ્ધિ રહેશે કે નહિ તે નકકી નથી. માટે જો તમે માંગા તે સદ્ધિ માંગજો. સારી બુદ્ધિ મળશે તેા જુના કર્મો ખપશે તે નવા બંધાતા અટકી જશે. સત્બુદ્ધિવાળા આત્મા મિત્ર સમાન છે ને કને તાડનાર છે અને દુર્બુદ્ધિવાળા આત્મા દુશ્મન જેવા છે ને કનુ બંધન કરાવનાર છે. હવે આત્મા પોતાના શત્રુ કેવી રીતે બને છે ને આત્મા પાતે પેાતાના મિત્ર કેવી રીતે અને છે તેના વિશેષ ભાવ અવસરે.
ચરિત્ર:- પવનજીની માતા કેતુમતીએ પુત્રના કહેવાથી જાણ્યું કે સતી અંજના તે સાવ નિર્દોષ હતી. ને મેં તેને કલંકિત કરીને કાઢી મૂકી છે. અંજનાની શેાધમાં પવનકુમાર પણ વિમાનમાં બેસીને રવાના થઈ ગયા. તેથી કેતુમતીને ખૂખ પશ્ચાતાપ થયેા. પેાતે ખૂબ રડવા લાગ્યા. પેાતાની ભૂલ પેાતાને સમજાઈ ગઈ. પણ હવે શું થાય ? વહુના શબ્દો યાદ આવ્યા. દાસ-દાસીએ પણ કહેવા લાગ્યા કે ખા! હવે શું રડા છે ? પહેલાં તમે કાઇની વાત ન સાંભળી. રાણી કહે છે સ્રીની બુદ્ધિ પગની પાનીએ હાય તેમ મે પણ સ્ત્રી હઠ કરીને કાઇની વાત માની નહિ. રાણી રડતા રહ્યા ને પવનજી અંજનાની શોધમાં સસરાના ગામ ઉપડી ગયા. પવનજીને મિત્ર કહે છે સતી ખૂબ પવિત્ર હતી ને આ શુ બની ગયું? હું તે! તને પહેલેથી કહેતા હતા પણ એ સતીરત્નને કોઇ પિછાણી શકયુ નહિ. પવનજી કહે કે મેં કટકે જતી વખતે તેને લાત ન મારી હાત તેા કેાઈ જાણુત નહિ. પણ હવે શું થાય? મનવાકાળ બની ગયું. સતીનું શું થયું હશે? તેની ચિંતા ખૂબ હતી છતાં મનમાં એક શ્રદ્ધા હતી કે અજના જરૂર તેના પિયરમાં હશે. કારણ કે સાસરીયા તેના ઉપર રૂઠયા ને તેના માથે કલંક ચઢાવ્યું પણ તેના માતા-પિતા તેા તેના ઉપર થાડા રૂઠે! એટલે તે પિયરમાં હશે. પવનજી તેમના સસરાના ગામની નજીક પહોંચી ગયા. તેમને પણ વિચાર થાય છે કે મેં મહાન બળવાન વરૂણૢ રાજા ઉપર વિજય મેળવ્યેા. ખર-દૂષણને છેડાવ્યા ને સત્ર જયજયકાર લાગ્યે પણ સાસરે જઈશ ત્યારે બધા શું કહેશે? સાસુ-સસરા કહેશે કે તમારા માતાજીએ મારી દીકરીના માથે આવુ કલક ચઢાવ્યું? તે હું શું માઢું બતાવીશ ?
સસરાનું ગામ નજીક આવી ગયું. સસરાને કાઇએ ખબર આપી કે પવનજી આવે છે. આ સમાચાર સાંભળતાં મહેન્દ્ર શજાના પગ ઢીલા થઈ ગયા. જમાઈ સાસરે કયારે આવે? પેાતાની દીકરી પ્રત્યે પ્રેમ હાય તેા જ આવે ને! દીકરી તેા છે નહિં શું કરીશું?