SearchBrowseAboutContactDonate
Page Preview
Page 784
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૪૫ તમને પણ ઘણીવાર કંટાળા આવે છે ને! માથે ખૂબ આધરેશન વધી જાય, સંસારના કામકાજથી અકળાઈ-મૂંઝાઈ જાવ ત્યારે કહેા છે ને કે હવે તેા થાકયા! ચાલા, ઘરમાંથી બે કલાક બહાર બગીચામાં જઈને બેસીએ. અરે, ઘણાં તેા મુંબઇ છેડીને માથેરાન અને મહાબલેશ્વર જાય છે. તમે ચાર-આઠ દિવસ ઘર છેાડીને બહાર ગયા તેથી ખાજો હળવા થઈ ગયા? ના. તા હવે સમજાય છે કે સસાર ખાટા છે. આ કર્માના ખાજો માથે ઘણા વધી ગયા છે, તે તેને દૂર કરવા માટે સાધુ બની જાઉં. એવા કદી તમને વિચાર આવે છે? સંસારથી કંટાળી ગયા છું તેા હવે મારે ચાર દિવસ ઘેર આવવું નથી. ધર્મસ્થાનકમાં જઈને સાધુ પાસે રહીશ એવું કદી થયું છે? જો સાચું સમજો તે માથેરાન કે મહાબળેશ્વર બધુ અહીં છે. સંસારમાંથી કંટાળેલા જીવાને ધર્મસ્થાનકમાં સંત-સતીજીએ પાસેથી જે શાંતિ મળશે તે ખીજે નહિ મળે. જે સમજણુપૂર્ણાંક શુદ્ધ ભાવથી ધર્મ કરે છે તે આત્મા અપૂર્વ શાંતિ મેળવે છે. ધર્મ શું ચીજ છે? ધર્મ શા માટે કરવા જોઈએ? તે ઘણીવાર માણસ સમજતા નથી હાતા. કાઈ નવકાર મંત્રના જાપ કરે પણ તેના અર્થ કે રહસ્યને સમજતે નથી હાતા. છતાં એક અટલ શ્રદ્ધાપૂર્વક જ્યારે એના જાપ અને ધ્યાનમાં લીન ખને છે ત્યારે એ જાપ અને ધ્યાનના પ્રભાવથી અનેક પ્રકારના સંકટોમાંથી તે આત્મા મુકત બને છે. તા પછી સાચા ને શુધ્ધ ભાવથી કરેલી ધની આરાધના અને પ્રભુનું સ્મરણુ માનવીના જીવનમાં સુખ અને શાંતિનું સ્થાપન શું ન કરી શકે ? જરૂર કરે. અંતરના શુધ્ધ ભાવથી ભગવાનને કરેલા નમસ્કાર પણ જીવને સંસારસાગરથી તારે છે. તેા સંયમ પાલન કરવાથી, તપ કરવાથી ને સતત પ્રભુના નામના જાપ કરવાથી કેટલેા બધા લાભ થાય છે ! તેના લાભ તે અલૌકિક છે. એક સન્યાસી ખાવા હતા. તે ઘણાં વખતથી સંસાર ત્યાગીને સંન્યાસી બનેલા હતાં. તે ખીજા ધર્મના સાધુ હતા પણ જૈન સાધુની માક પાવિહાર કરતા હતા. ઘર ઘરમાંથી ગૌચરી લાવીને ખાતા હતા. એક વખત તેઓ વિહાર કરતાં કરતાં નર્મદા નદીના કિનારે આવેલા ગામમાં આવ્યા. ખૂબ થાકી ગયા હતા. એટલે નદી કિનારે એક ગૃહસ્થના મંગલા હતા. તેમાં ઉતારે કર્યા. આખા દિવસ ભજનમાં ને ભકતાને ધર્મ સમજાવવામાં પસાર થઈ ગયા. રાત પડી એટલે સૌ સૂઈ ગયા. તેમના બધા શિષ્યા સૂઇ ગયા પણ મેાટા સાધુને ઊંઘ આવતી નથી. એટલે પેાતાના બિછાનામાંથી ઉભા થયા. આ ખંગલાની પાછળના ભાગમાં મારી નર્મદા નદીના કિનારાની ખરાબર સામે પડતી હતી. સાધુ તે ખારીમાં જઈને બેઠા. નર્મદા નદીના નીર ખળખળ કરતાં વહી રહ્યા હતા. ચારે તરફ અંધકાર છવાયેલા હતા. કૃષ્ણે પક્ષના ચદ્ર આછા અજવાળા આપતા હતા. રાત પણ વધતી જતી હતી અને વાતાવરણુ તદ્દન શાંત હતું. સાધુના મનમાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy