SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ શરદા સાગર ગમે તે મને ન ગમે, ભગવાને–આશ્રવ–પાપ, વૈભવ અને ભેગને શત્રુ માનીને તેને ત્યાગ કર્યો અને સંયમ-તપ-સંવર-ધ્યાન આદિને મિત્ર માનીને તેમને અપનાવ્યા તે મારે પણ શત્રુઓને ત્યાગ કરે છે ને એ મિત્રને અપનાવવા છે. સાચા ભકતની એક જ ભાવના હોય કે ભગવાનના આદર્શો તે જ મારા આદર્શો. ભગવાનને જે માન્ય તે મને માન્ય. એવી ભાવના હોય તે જ ભગવાનને સાચે ભકત છે. ભગવાને ત્યાગમાં સુખ જોયું ને ભેગમાં દુઃખ જોયું તે તેના ભકતને પણ ત્યાગમાં સુખ અને ભોગમાં દુઃખ દેખાવું જોઈએ. તે આપણે ભગવાન જેવા બની શકીએ. બાકી જ આપણે ગાઈએ કે - પ્રભુ તારું ગીત મારે ગાવું છે, ભકિતના રસમાં મારે ન્હાવું છે. પ્રભુ તારું.... તું વીતરાગી હું અનુરાગી, તારા ભજનની રઢ મને લાગી પ્રભુ તારા જેવું મારે થાવું છે...પ્રભુ તારું ગીત મારે ગાવું છે. હે પ્રભુ! મારે તારા જેવું બનવું છે. પણ પ્રભુ જેવા ક્યારે બનાયે? આપણે તેમના જે ત્યાગ કરશું ત્યારે ને? તેના બદલે તમે તે જેને ભગવાને છોડયું છે તેને વળગી પડયા છે. પૈસા માટે પાગલ બન્યા છે. પૈસા મળતા હોય તે ભયંકર જોખમ ખેડવા પણ તૈયાર છે. કેઈની પાસે પૈસા માંગતા હે, રેજ ઉઘરાણી કરતા હો. તે દેણદાર કહે આજે રાત્રે અઢી વાગે મારા ઘેર આવજે. હું જરૂર પૈસા આપી દઈશ તે અઢી વાગે જવા પણ તૈયાર થઈ જાવ કેમ ખરું ને? - આ શું બતાવે છે? આ જીવ અનાદિકાળથી “પકાર કંપનીને વિકસાવવા તેની પાછળ પડયો છે. પણ ભગવાન કહે છે એ “પકાર કંપનીને વિશ્વાસ ન કરીશ. છતાં આ જીવને તે પસાર, પત્ની, પરિવાર, પદવી અને પ્રતિષ્ઠા આ પ્રકાર કંપની મળી ગઈ એટલે બસ બીજા કોઈની જરૂર નથી. આજને માનવ એમજ માને છે કે પૈસા હશે તે પત્નીને રીઝવી શકીશ, પરિવારને રાજી રાખી શકીશ. પૈસા હશે તે મેટી પદવી પણ મળશે, ને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. પણ યાદ રાખજો કે એ “પીકાર કંપની અને દેવાળું કઢાવનારી છે, પણ જેના શાસનમાં બતાવેલી કાર કંપની તમને મહાન સુખી બનાવશે. એ “પકાર કંપની કઈ છે એ તમે જાણે છે કે, હું જ કહી દઉં. પ્રતિકમણું, પચ્ચખાણું, પૌષધ, “પપકાર અને પંચ પરમેષ્ટીને જાપ આ “પકાર કંપનીના શેર હોલ્ડર બનશે તે તરી જશે. પણ પેલી “પકાર કંપનીના શેર હોલ્ડર બન્યા તે ડૂબી જશે. બંધુઓ! સૂર્યનું એક કિરણ ગાઢ અંધકારને નાશ કરે છે તેમ સમ્યકત્વ રત્ન જેને પ્રાપ્ત થઈ જાય, અરે સહેજ સમ્યકત્વને સ્પર્શ થઈ જાય તે પણ તેને સંસાર કટ થઈ જાય છે, તેને આ “પકાર કંપનીને મોહ રહેતું નથી. ભક્તામર સ્તોત્રમાં માનતુંગ આચાર્ય ભગવાનની સ્તુતિ કરતાં શું કહે છે -
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy