________________
શારદા સાગર
ભાન થાય તે આ જીવ ચોવીસે કલાક ધનની ચિંતામાં, શરીરની મમતામાં ને પ્રતિષ્ઠાના મોહમાં મૂંઝાઈને જે દુઃખ સહન કરી રહ્યો છે. તેમાંથી મુક્ત થઈ જાય. જેની મમતા મરી ગઈ તેને કઈ જાતનું દુઃખ નથી.
- દક્ષિણ અમેરિકામાં ચીલી નામનો પ્રદેશ છે. અહીં બેઠેલામાંથી તો ઘણાએ જે હશે, એ ચીલી પ્રદેશમાં ઘણીવાર ધરતીકંપ થાય છે. એટલે ત્યાંના રહેવાસીઓએ નક્કી કર્યું કે આપણે બહુ ઉંચા મકાન બાંધવા નહિ. જેટલા વધુ ઉંચા મકાન બાંધીશું એટલે આપણને વધારે ભય છે. એટલે ચીલી પ્રદેશમાં વસનારા માણસે મકાનના પાયા ઉંડા ઓછા નાંખે ને મકાન પણ બહુ ઉંચા ન બાંધે, કારણ કે ધરતીકંપ કયારે થાય ને ક્યારે ભાગવું પડે તેને ભોસો નથી. માટે મકાન બહુ ઉંચા ન હોય તે દબાઈને મરી જવાને ભય પણ ઓછો રહે ને? આ રીતે જેને આત્માના અમરત્તવનું જ્ઞાન થાય તે આત્માઓ સંસારમાં રાગ-દ્વેષના પાયા ઉંડા નાંખે નહિ. એ સદા ચીલી પ્રદેશમાં વસતા માણસોની જેમ અપ્રમત્ત અને અનાસક્ત ભાવથી સંસારમાં રહે. બંધુઓ! તમે નજરે જુઓ છો ને કે આપણું આયુષ્ય કેવું છે? ધન-લક્ષ્મી કેટલી ચંચળ છે. ચીલીમાં તે અમુક સમયે ધરતીકંપ થાય પણ આ માનવજીવનમાં તે ક્ષણે ક્ષણે ભાવમરણ રૂપી ધરતીકંપ થઈ રહેલા છે. અરે, મૃત્યુ માટે તે સહેજ પણ વિશ્વાસ કરવા જેવો નથી. સાંજે સાજા સારા ખાઈ પી ને સૂતા પણ સવારમાં ઉઠશે જ તેની શું ખાત્રી છે. કેટલા કેડથી માનવી પરદેશ ધન કમાવા જાય છે. કમાઈને પાછા આવવાને તેને કેટલો આનંદ હોય છે! સગા-સ્નેહીઓને મળવાની અંતરમાં ઉમિ હોય છે પણ પાછા ફરતાં પહેલાં તેનું પ્રાણ પંખેરું ઉડી જાય છે. આવા કેટલા કિસ્સા તમે નથી સાંભળતા માટે સમજે આ સંસાર ચીલી પ્રદેશ જેવો છે. કયારે શું બનશે તેની ખબર નથી. માટે જ્ઞાની કહે છે આત્માની સાધના કરી લે.
ચીલી પ્રદેશના માણસો મકાનના પાયા ઉંડા નાંખતા નથી ને મોટી તોતીંગ ઈમારત ચણતા નથી. તેમ સંસારમાં રાગ-દ્વેષના પાયા ઉંડા નાંખવા નહિ ને મેહની તેતીંગ ઈમારત ચણવી નહિ. આટલું સમજાય તે જીવ મહાન સુખને અનુભવ કરી શકશે. વધુ ભાવ અવસરે.
ચરિત્ર: પવન અંજનાના મહેલે ગયા. ને અંજના સતીને ન જોઈ ત્યારે તેનું હૈયું ચીરાઈ ગયું. માતાના મહેલે પાછા આવ્યા. માતા કહે - બેટા! તું શાંત થા. ચિંતા ન કરીશ. પિયરથી વહુને તેડાવી લઈશું. પવનજી કહે- કેવી રીતે શાંત થાઉં? તેં નિર્દોષ પવિત્ર સતિને માથે કલંક ચઢાવ્યું! મારું તે કાળજું ચીરાઈ જાય છે. મેં પરણ્યા પછી બાર બાર વર્ષે સુધી તેના સામું જોયું નથી. એવા દુઃખના સમયે પણ એ સતીએ કોઈ પુરૂષના સામું જોયું નથી તે સમયે તે તું એના મારી પાસે પેટ ભરીને વખાણ કરતી હતી. શું? તે સતી આટલા