________________
શારદા સાગર
૭૧૧
આપણે આત્મા વિભાવમાં જતાં વૈતરણી નદી જે બની જાય છે. નરકમાં કેવા કેવા દુઃખે રહેલા છે તે વાત આપણે ગઈ કાલે વિચારી હતી. વૈતરણ નદી વેતરવાનું કામ કરે છે. જે નદીમાં પડતાની સાથે નરકમાં રહેલા નારકના શરીરમાં કાળી બળતરા ઉઠે છે, ચીસાચીસ કરે છે કે અમને આમાંથી કોઈ બહાર કાઢે. આ વેદના અમારાથી સહન નથી થતી. ત્યારે પરમાધામી દે એને છાતીએ પથ્થરની શીલાઓ બાંધીને એને પરાણે પાણીમાં ડૂબાડી દે છે. તે માથા ઉપર હડાના માર મારે છે. આવા દુઃખ જીવને ભેગવવા પડે છે. આવા દુઃખ ભોગવવા ન હોય તે દૂર કર્મોને ત્યાગ કરે ને ધર્મ ઉપર શ્રદ્ધા કરે. જ્યાં કર્મનું બંધન થતું હોય ત્યાંથી પાછા વળે. આજે તે મોટા ભાગે માણસોને ધર્મ પ્રત્યે શ્રદ્ધાનું દેવાળું છે. અરે, પુણ્ય-પાપ પણ માન નથી. જ્ઞાની ભગવતે કહે છે કે તમે ધર્મની એવી ખુમારી રાખો કે કર્મની ખુવારી નીકળી જાય. અનંતકાળથી આત્માને કર્મને રોગ લાગુ પડે છે. તેને નાબૂદ કરવા માટે અકસીર ઔષધ હોય તે તે ધર્મ છે. આપણું આયુષ્ય ક્યારે પૂરું થશે તેની ખબર નથી. આયુષ્યનો દીપક જલતે છે ત્યાં સુધી ધર્મ આરાધના કરીને કર્મની ખુવારી કરી નાંખો. આયુષ્યનો એક ઘડીને પણ વિશ્વાસ નથી. , - આજે તે જ્યાં જુઓ ત્યાં ઘડિયાળ આવી ગઈ છે. પણ પહેલાના વખતમાં
જ્યારે ઘડિયાળ ન હતી ત્યારે ઘડી-બેઘડીના ડંકા વાગતા હતા ને તે ડંકા સહુને ચેતાવતા હતા કે ઘડીને પણ તું વિશ્વાસ કરીશ નહિ. આગળ વધીને આનંદઘનજી મહારાજ કહે છે કે લીધે શ્વાસ નીચે મૂક તેટલો પણ વિશ્વાસ કરીશ નહિ. કારણ કે કાળ ક્યારે આવીને કોળીયો કરી જશે તે તું અગર તારા સ્નેહીજને કઈ જાણતા નથી. માટે પ્રમાદ અને પાપને છેડીને નરકમાં ન જવું હોય તે ધર્મ કરે, કારણ કે કર્મને શરમ નથી. મોત કેઈને છેડતું નથી. પાતાળમાં જઈને સંતાઈ જઈશ તો પણ કાળરાજા છોડશે નહિ. અને અઢારે પાપ કરીને જેને માટે અઢળક સંપત્તિ ભેગી કરી તે તારા પ્રાણ પ્યારા પુત્રો અને તારા સ્નેહીએ તને વાંસડે બાંધી સ્મશાનમાં લઈ જઈ ચિતા પર સૂવાડી તારા કેમળ દેહને આગ ચાંપીને સળગાવશે ને ભસ્મીભૂત કરી દેશે. માટે વિચાર કરે. છેવટમાં તે અતિ પ્રિય શરીરને પણ બાળી નાખવાનું છે. છતાં તેના માટે પાપ કેટલા? કંચન, કામિનિ વિના ચાલશે પણ ધર્મ વિના નહિ ચાલે. જીવનમાં ધર્મ છે તે બધું છે. ધર્મ નથી તો કઈ નથી. -
' બંધુઓ! જરા વિચાર કરો. કેટલી બધી અઢળક પુણ્યની પુંછ રૂપી પાઘડી આપીને આપણે આ મોંધા માનવદેહ રૂપી દુકાન ભાડે લીધી છે. તેમાં ખૂબ મહેનત કરી આત્માની મૂડી વધાવી છે કે પછી પ્રમાદમાં પડીને પુણ્યની પુંજી ખતમ કરી - દુકાનનું દેવાળું કાઢવું છે કે માણસ ભાડાની દુકાનમાં ખૂબ પૈસા ખર્ચીને રંગ