SearchBrowseAboutContactDonate
Page Preview
Page 748
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૭૦૯ - આપણે શેખશાદીની વાત ચાલે છે. તે પ્રસિદ્ધ મોટા વિદ્વાન હતા પણ નિધન હતા. પિતાની નિર્ધનતા પર તેમને એકવાર દિલમાં ખેદ થયે. તેથી તે મસ્જિદમાં નમાજે પઢતે સમયે બોલ્યા- હે ખુદા! હે અહલા! મારા પર તું આટલો બધે નારાજ શા માટે છે કે હું આરામથી શાંતિથી ખાઈ પીને રહી નથી શક્તો? મારે વધુ નથી જોઈતું પણ એટલી મહેરબાની તો કર કે હું સારી રીતે રહી શકું અને શાંતિથી જીવન વિતાવી શકું. ખુદાની પાસે આવી પ્રાર્થના કરીને શેખશાદી મસ્જિદની બહાર નીકળ્યા. તે બહાર તેમણે ભીખ માંગવાવાળા અનેક ફકીરને જોયા. જેમાં કેઈને આંખ ન હતી, કોઈ લંગડા હતા, કેઈ ગંગા તો કોઈ બહેરા અને કેઈના શરીર પર તે લજજા ઢાંકવાને માટે એક નાનું કપડું પણ ન હતું. - તે ભિખારીઓને જોતાં શેખાદીના મનમાં વિવેક જાગૃત થઈ ગયું અને તે બને. હાથ જોડીને અંતરની ભકિતથી બેલ્યા- હે ખુદા ! તારી મારા પર કેટલી બધી કુપા છે કે તેં મને તે હાથ, પગ, આંખે આદિ બધું આપ્યું છે. આ ભિખારીઓ ભીખ માંગીને બીજાનું આપેલું ખાય છે પરંતુ હું તે સ્વયં કમાઈને ખાઉં છું. મારા પર ખુદા તારું કેટલું બધું અહેસાન છે! , બંધુઓ! મારે કહેવાનો આશય એ છે કે જે આત્મા પિતાનાથી નીચેની શ્રેણીઓના માણસને જોઈને પિતે સંતોષથી રહે છે તે લોભ અને લાલચને ત્યાગ કરીને આત્માને ઉન્નત બનાવી શકે છે. બીજી રીતે કહીએ તે સંતોષી માણસ પરિષહોને સામને સમભાવથી કરી શકે છે. તેના મનમાં હંમેશા શાંતિ અને ક્ષમાની સરિતા વહે છે. જે ભવસાગરથી પાર ઉતરવાને માટે કષાયરહિત અને સરળ બનાવે છે. એક કવિએ પણ કહ્યું છે, કે વચ તૂવે પાર? ક્ષમા હૈ તેરે તને ” હે માનવ! તું આ સંસાર સાગરમાં શા માટે ડૂબે છે? ક્ષમારૂપી મહાન નૈકા તને ભવસાગરથી પાર ઉતારવાને માટે ઘણું સારી મળી છે. એક સંસ્કૃત શ્લોકમાં પણ કહ્યું છે કે ક્ષમા કરી તે જો, ક્ષમા ઈન સીંગતે? ક્ષમા સંસારમાં વશીકરણ મંત્ર છે. ક્ષમાથી શું સિદ્ધ થઈ શકતું નથી? અર્થાત્ બધું પ્રાપ્ત થાય છે. આપને એક નાનકડું ઉદાહરણ આપું. બગદાદના ખલીફા હારૂ રશીદ ખૂબ ધર્મપરાયણ, ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ હતા. એકવાર તેમના શાહજાદા કેધથી ધમધમતા તેમની પાસે આવ્યા. ત્યારે ખલીફાએ શાહજાદાને કેધનું કારણ પૂછયું. ત્યારે શાહજાદાએ કહ્યું, આપના અમુક અફસરે મને ઘણી ખરાબ અને અસહ્ય ગાળી દીધી છે. ખલીફાએ ખૂબ શાંતિથી શાહજાદાની (પુત્રની). વાત સાંભળી પછી પિતાની પાસે બેઠેલા વજીર, પ્રધાન, સેનાપતિ આદિને પૂછયું-આપ લેકે મને સલાહ આપે તે અફસરને શું સજા કરવી જોઈએ? - ખલીફાની વાત સાંભળીને સે પોતપોતાની ઈચ્છા અનુસાર કહેવા લાગ્યા. કઈ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy