SearchBrowseAboutContactDonate
Page Preview
Page 730
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૬૯૧ વ્યાખ્યાન નં-૮૦ આસો સુદ ૧૫ ને રવિવાર , ૧૯-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! મહાન પુણ્યના ઉદયથી આ માનવ ભવ મળે છે. જ્ઞાની કહે છે આ માનવ જન્મને સફળ બનાવે. આ જગતમાં પ્રત્યેક માનવી માનવજીવનને સફળ બનાવવા ઈચ્છે છે, પણ માનવજીવન સફળ કેવી રીતે બને, તે તમે જાણો છો? ઘણાં મનુષ્ય ધન કમાવામાં, ખાવા-પીવામાં, હરવાફરવામાં ને કીર્તિ પ્રાપ્ત કરવામાં સફળતા માને છે. વળી કઈ ભાગ-ઉપગ ને ભૌતિક સુખ મેળવવામાં માનવજીવનની સફળતા માને છે. જ્યારે જ્ઞાની કહે છે, કે આત્માને કર્મના બંધનથી મુક્ત બનાવવામાં માનવજીવનની સાચી સફળતા છે. “માનવ જન્માવે છે મીઠા પણ બની ગયું છે કહે.” તેનું કારણ શું? એનું કારણ એ છે કે રૂડો માનવજન્મ પામી, આત્માને કર્મના બંધનથી મુક્ત કરવાનું એક પણ કાર્ય ન કર્યું. પણ કર્મબંધન થાય તેવા બૂરા કાર્યો કર્યા. બૂરા કામ કરતાં બૂરી ગતિ થશે. ઘણાં એમ કહે છે, કે ઘડપણમાં ગોવિંદના ગુણ ગાઈશું. અરે, ઘડપણમાં ગેવિંદના ગુણ ગાશો તો ગાશે નહિતર ગુણ તે ભરશે, કેમ બરાબર છે ને? (હસાહસ). આજે જૂએ છે ને કે માનવ જે માનવ બનીને ખભે માલના કેથળા ઉપાડે છે. કાળી મજૂરી કરે છે. માટે કહ્યું છે કે અમૂલ્ય માનવભવ પામીને આત્માની સાધના નહિ સાધે તો સંસારની ગુણે ઉપાડવા સિવાય બીજું શું કરશે ? બંધુઓ! વિચાર કરો. આપણું જીવન ક્ષણભંગુર છે. આ ઘડિયાળને કાંટે પણ કટકટ અવાજ કરીને કહે છે, કે હે માનવ! તું ચેતી જા. આ કાંટે જેમ ચારે તરફ ફરે છે તેમ તું પણ જીવનમાં શુભ કાર્યો નહિ કરે તો ચતુર્ગતિના ચક્કરમાં ફરીશ. આ કાંટ કયારે ખરી પડશે તેની ખબર નથી. તેમ તારા આયુષ્યને કાંટે કયારે ખરી પડશે તેની ખબર નથી. અલ્પ જિંદગીમાં કરવા જેવું તું કરી લે. જેવા કર્મો બાંધીશ તેવા તને ફળ મળશે. શુભ કર્મો બાંધીશ તે શુભ ફળ મળશે ને અશુભ બાંધીશ તે અશુભ ફળ મળશે. બાવળ વાવીને કેરીની આશા રાખે છે તે ક્યાંથી મળશે? આ વાવ્યું હોય તે ભવિષ્યમાં કેરી મળે ને બાવળ વાવે તે કાંટા જ મળે ને? માટે જ્ઞાનીઓ કહે છે કે આયુષ્ય ક્ષણિક છે. ચેતી જાવ. કાળ કેઈની રાહ જોતું નથી. આજે આપણે કેઈને જોયા હોય છે ને સવાર પડતાં તે તેના અશુભ સમાચાર સાંભળવા મળે છે. ત્યારે આપણને એમ થઈ જાય છે, કે આ શું થઈ ગયું? હજુ તે આપણે કાલે તેમને જોયા છે. આપણને મળી ગયા છે ને શું થઈ ગયું? આ સાચું હશે કે ખરું? પણ કાળરાજાને આ વિચાર નથી થતું. કાળરાજાને અગાઉથી સદેશે પણ નથી આવતું. અત્યારે તે મોટા ભાગે. એકાએક જવાનું બને છે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy