SearchBrowseAboutContactDonate
Page Preview
Page 727
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૮ શારદા સાગર કરતાં અટકી ગયે.” વેર વેરથી નથી શમતું પણ વેર પ્રેમથી શમે છે. આ શબ્દ સાંભળી રાજાએ કહ્યું - ચાલ, આપણે આપણે હિસાબ પતાવી દઈએ. એમ કહીને બ્રહ્માદરે દીર્ધાયુને છાતી સરસ ચાખે. વેરના ઘા પ્રેમના પાણીથી ધોવાઈ ગયા. બંધુઓ ! આપે સાંભળ્યું છે કે સદ્દભાવના કેળવવાથી પરિણામ સુંદર આવે છે. દુશમન દેસ્ત બની જાય છે. બ્રહ્મદરે દીર્ધાયુને તેનું રાજ્ય પાછું મેંપી દીધું. કેવું સુંદર પરિણામ આવ્યું? શત્રુ મિત્ર બની ગયા ને વેરી વહાલે બની ગયે. આપણે ત્યાં આયંબીલ તપની આરાધના ચાલી રહી છે. ભગવાને તપ અને ત્યાગની મહાન પ્રધાનતા બતાવી છે. ભગવાને મોક્ષ પ્રાપ્તિના સાધનોમાં સમ્યકજ્ઞાન સમ્યક્ટશન, સમ્યક્ષ્યાત્રિ અને સભ્યતાને માન્યા છે. તથા બીજા પ્રકારથી મેક્ષ સાધનામાં દાન, શીયળ, તપ અને ભાવને પણ ઘણું મહત્વ આપ્યું છે. મારે કહેવાને આશય એ છે કે આ બંને સાધનામાં તપને ઉલ્લેખ કરવામાં આવે છે. તેથી તપનું સ્થાન અનિવાર્ય છે. કારણ કે તપથી પૂર્વે કરેલા કર્મોની નિજ રા થાય છે. આચાર્ય હેમચન્ટે પણ કહ્યું છે કે - सदोषमपि दीप्तेन सुवर्ण वह्निना यथा । तपोऽग्निना तप्यमानस्तथा जीवो विशुध्यति ॥ જેવી રીતે માટીથી લેપાયેલું સોનું અનિમાં તપીને શુદ્ધ બને છે તેવી રીતે તપરૂપી અગ્નિમાં તપીને આત્મા શુદ્ધ અને પવિત્ર થઈ જાય છે. તપ એ જીવનના ઉત્થાનને સર્વોપરી માર્ગ અથવા સર્વોપરી સાધન છે. તપ કરવાથી આત્મા સર્વોચ્ચપદ્ધ તીર્થકર નામ કર્મ બાંધી શકે છે. ભગવાન મહાવીરે પિતાના પૂર્વ ભવમાં નંદરાજાના ભાવમાં ૧૧ લાખ ૬૦ હજાર મા ખમણ કર્યા હતા ને તીર્થકર નામ કર્મ બાંધ્યું હતું. ગાઢ કર્મોના બંધનને તેડવા માટે તપની અતિ આવશ્યક્તા છે. તે સિવાય વૈજ્ઞાનિક પદ્ધતિથી સમજીએ તે એક લેખકે બાયેકેમીક દવાની સાથે તપની સુંદર સરખામણી કરી છે. બાયોકેમીક પદ્ધતિ અનુસાર તેના નિષ્ણાત માને છે કે બાયોકેમીકની બાર દવાએ માણસના ગમે તેવા રે માટે બસ છે. તેમ આત્માના ગમે તેવા રોગો માટે આ બાર પ્રકારને તપ બસ છે. બાયોકેમીકની બાર હવાની અંદર પહેલી દવાનું નામ કેલેરીયાફેર્સ છે. જે હાડકાનો દુઃખા, દાંત હલવા, ટી. બી. વગેરે અનેક રોગોની અંદર કામ આવે છે. તેમ અનશન તપ આત્માને અનાદિના લાગેલા વાસનારૂપ ટી. બી, આહાર ખાવારૂપ હડકવા અને જીને સંહાર કરવારૂપ હિંસારૂપ કેન્સર આદિ અનેક રેને માટે આ પહેલો અનશન તપ કરવામાં આવે છે. બીજી દવાનું નામ છે ફેરમફેર્સ જે કંઈ પણ જાતને તાવ, કોઈ પણ જાતને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy