SearchBrowseAboutContactDonate
Page Preview
Page 719
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮૦ શારદા સાગર ત્યારે સર્જાશે તમે સનાથ બની શકશે. આ રીતે અનાથી મુનિ પિતે સંયમનું શરણું સ્વીકારીને અનાથમાંથી સનાથ બની ગયા ને શ્રેણીક સજાને સનાથ બનવાને ઉપાય બતાવ્યું. હવે આગળ અનાથી મુનિ રાજાને શું કહેશે તેના ભાવ અવસરે. '. ચરિત્ર – “પવનકુમારનું લંકામાં આવવું – સતી અંજના મામાને ત્યાં ખૂબ આનંદથી રહે છે. મોસાળમાં કઈ જાતની કમી નથી. પણ અંજનાના દિલમાં એક વાતનું દુઃખ છે કે પવનજી ક્યારે આવશે? અને મારા માથેથી કલંક કયારે ઉતારશે? નાનકડે હનુમાન પણ માતાને આનંદ કરાવે છે. અંજના સુખમાં બેઠી છે. - - હવે પવનછ અંજના પાસેથી નીકળીને યુદ્ધમાં ગયા ત્યાં શું બન્યું? પવન પિતાની આજ્ઞા લઈને યુધ્ધમાં ગયા. જઈ કહી રાવણને મળ્યા, ઝીલ્યું બીડું ને ચાલ્યો છે શૂર તે, સાથે હે સેના તે અતિઘણું, મેઘપુરીજ જઈને કરીયું છે મેલાણ તે_બાંધ્યા ખર-દૂષણ છોડાવો, તિહાં મનાવજો મારી આણું તે, વરૂણ રાજા તિહાં આવીયે, ચતુરંગી સેનાને દલમલપુર તે સતીરે મેટું લશ્કર લઈને પવનજી લંકામાં આવ્યા ને રાવણ પાસે જઈને પ્રણામ કરીને ઉભા રહ્યા. ત્યારે રાવણ કહે છે મેં તે તારા પિતાજીને બોલાવ્યા હતા. બેટા! તું તો હજુ નાનું છે. તું આવું મોટું યુદ્ધ કેવી રીતે ખેલી શકીશ? ત્યારે પવનજી કહે છે આપ તેની ચિંતા ન કરે. યુવાન પુત્ર બેઠે રહે ને પિતાજી યુધમાં ઉતરે તે મને શેભતું નથી. હું ઉંમરમાં નાનું છું. પણ મારું પરાક્રમ નાનું નથી. આપ મને ખુશીથી આજ્ઞા ફરમાવે. ત્યારે રાવણે કહ્યું - બેટા! તારે વરૂણ સાથે યુદ્ધ કરવા જવાનું છે. અહીંથી જેટલું સૈન્ય જોઈએ તેટલું લઈને જા. પણ વરૂણને હરાવી મારા પર અને દૂષણ નામના પરાક્રમી સેનાપતિઓને તેણે પકડી લીધા છે. તેમને છોડાવીને મેઘપુરીમાં મારી આણ વર્તાવજે. રાવણને પ્રેમ અને પવનકુમારનું યુદ્ધગમનઃ પવનજી મોટું સૈન્ય લઈને રાવણ પાસેથી મેઘપુરીમાં આવ્યા ને વરૂણને યુદ્ધ માટે સૂચના કરી. વરૂણ પણ જે તે ન હતું. મહાન બળવાન હતું. તેને ખબર પડી કે પ્રહાદ રાજાને પુત્ર પવનજી આવ્યું છે. એટલે તે પણ યુદ્ધને સજજ બનાવી યુદ્ધ મેદાનમાં ઉતર્યો. પવન અને વરણ વચ્ચે ખૂનખાર લડાઈ ચાલી. બાણની ઝડી વરસવા લાગી ને તેપના ધડાકા થવા લાગ્યા. પવન અને વરૂણ બંને એકબીજાથી ચઢિયાતા છે. યુદ્ધમાં કેટલાય શૂરવીર સુભટે મરાયા. આ રીતે એક વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, તેમાં નથી પવનજી હારતા કે નથી વરૂણ હારતે. ત્યારે પવનજીના દિલમાં થયું કે રાજ્યસત્તા રાજાઓ ભોગવશે પણ વચમાં નિદોષ સૈનિકોના માથા ઉડી રહ્યા છે. પાડેધાડા લડે તેમાં ઝાડનો ખો નીકળી જાય છે, આના કરતાં બંને રાજાઓ સામાસામી યુદ્ધમાં ઉતરી જઈએ. વરૂણ અને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy