SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫૮ શારદા સાગર જ ઉપાશ્રયમાં આવીને કલાક બેસે તે પણ તેમને સામાયિક કરવાનું મન નથી થતું. અવિરતિ ખટકે તે સંવરના ઘરમાં આવે. આશ્રવના ઘરમાં ન રહે, જેણે સંવરની સાધના કરી છે તેને તો વાંધો નથી. પણ જે જી આશ્રવમાં પડી રહ્યા છે તેનું શું થશે? જ્ઞાની કહે છે હે ભવ્ય જીવો! સમજીને સાધના કરી લે કારણ કે મૃત્યુ કયારે આવશે તેની આપણને ખબર નથી. સૂયગડાયંગ સૂત્રમાં કહ્યું છે કે - डहरा बुड्ढाय पासह, गब्भत्था वि चयन्ति माणवा । सेणे जह वट्टयं हरे, एवं आउक्खयम्मि तुट्टइ ॥ સૂય-સૂ. અ. ૨. ઉ. ૧ ગાથા ૨ બાળક હોય, વૃદ્ધ હોય કે ગર્ભને જીવ હોય પણ પિતાને સમય પૂરો થતાં તે મરણને શરણ થઈ જાય છે. કેવી રીતે ? જેમ બાજ પક્ષી તેતર પક્ષી ઉપર ઝડપથી ત્રાપ મારે છે તેમ કાળરાજા પણ આપણા ઉપર ત્રાપ મારી રહ્યા છે કે કયારે આને ઝડપી લઉં! કાળ આગળ કેઈનું ચાલતું નથી. આ બતાવે છે કે કાળ ચપેટા દઈ રહ્યો છે માટે હે ચેતન! જાગી જા. છ છ ખંડને સ્વામી ભરત ચક્રવતી ચેતી ગયા. તેમને અવિરતિ ખટકી. અરિસા ભુવનમાં જતાં અવિરતિનું સ્વરૂપ સમજતાં પામી ગયા. ઓળખવા જે આત્મા છે. અહાહાહું કે? કે શરીરના શણગારમાં શરીરને શેભાવનારને ભૂલી ગયો ! આ શુદ્ધ વિચારધારાએ ચઢતાં ત્યાં ને ત્યાં કેવળજ્ઞાન પામી ગયા. બોલે, તમને અવિરતિ ખટકે છે ખરી? આજે જીવ ચેતનને ભૂલીને પુગલની રમતમાં રમી રહ્યો છે. જ્યારે આત્મા જાગશે ત્યારે ક્ષણે ક્ષણે ઉપયોગ રાખશે કે હું આત્માને ભૂલતો તે નથી ને? જેના આત્મામાં જાગૃતિનો ઝણકાર થયું છે તેવા અનાથી નિગ્રંથ શ્રેણીક રાજાને કહે છે કે હે રાજન! મને રોગ મટાડવા કેઈ સમર્થ ન થયું ત્યારે સંસારના સર્વ સંબંધને અનાથ સમજીને મેં નિર્ણય કર્યો કે જે મારી વેદના શાંત થાય તે સવારે મારે દીક્ષા લેવી. આ મારે દ્રઢ સંકલ્પ હતો ને તે સંકલ્પના બળે મારી વેદના શાંત થઈ ગઈ ને હું ઉંઘી ગયો. સવારે ઉઠયા બાદ મેં માતા-પિતા સમક્ષ મારે નિર્ણય જાહેર કર્યો. મેં કહ્યું કે આ સંકલ્પ કર્યા પછી મારો રોગ શાંત થાય છે. માટે મને દીક્ષાની આજ્ઞા આપો. હું રોગથી મુક્ત થયો તેને તેમને ખૂબ આનંદ થયે પણ જ્યાં દીક્ષા લેવાની વાત કરી ત્યાં તેમના દિલમાં અત્યંત દુઃખ થયું. કે હે દીકરા! હજુ તે તારી ઉગતી યુવાની છે. ને તું દીક્ષા લેવાની વાત કરે છે? મારા માતા-પિતા, પત્ની, ભાઈઓ અને બહેને બધા એકબીજાના સામું જોઈને રડવા લાગ્યા. કારણ કે તે બધાને હું ખૂબ પ્રિય હતો. એ બધાને ગમે તેટલું દુઃખ થયું પણ હું તે મારા નિર્ણયમાં અટલ રહો. ને સર્વ પ્રથમ મારી માતા પાસે દીક્ષાની આજ્ઞા માંગી.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy