SearchBrowseAboutContactDonate
Page Preview
Page 683
Loading...
Download File
Download File
Page Text
________________ ६४४ શારદા સાગર કંટાળી ગયે છું. તેથી હું પ્રાણ તજવા તૈયાર થયા હતા. આપને મને સુખી કરે છે તે થોડો સમય મને આપો. તે હું સુખ શોધીને આવું. ને પછી હું માંગીશ. તથાસ્તુ કહી દેવ અદશ્ય થઈ ગયા. ધનાલાલ તે ઉપડયા. એક મોટી હવેલીમાં તેના વૈભવ વિલાસે જઈને તેનું મન નાચી ઉઠયું. અહાહા ! બસ, મારે આવું સુખ જોઈએ છે. ત્યાં અંદરથી એક રૂદનનો સૂર સંભળા. અરે, હું આવા સુખ પાછળ હિંગ બનું છું તે અંદર કેણ રડે છે? ત્યારે અંદર કઈ બાઈને જોઈને પૂછયું - અરે બહેન! તમારે આટલું બધું સુખ છે છતાં આટલું બધું કેમ રડો છો? અરે ભાઈ! મને સુખ-શાંતિ દેનાર કેઈ નથી. આ બધું સુખ ભંગાર જેવું છે. માનવીના પડછાયા જેવું છે, કારણ કે સુખ પાછળ દુઃખને દરિયે આવી રહેલ છે. મારા પતિ સંસાર સુખ તજી સ્વર્ગગમન કરી ગયા છે. કહે ભાઈ! તું એને સુખ માને કે દુઃખ? અરે, બહેન! એને સુખ કહેવાય! એ તો દુઃખ જ કહેવાય. ધનાલાલ આગળ જાય છે. ફરીને બીજો બંગલે દેખે છે. ત્યાં શેઠ-શેઠાણીને રડતા જુએ છે. શેઠને પૂછે છે - અરે ! તમે આટલા બધા સુખી છો ને રડો છો કેમ? અરે! ભાઈ! હું સુખી નથી. મેં પૈસો ભેગો કરવા લેહીના ટીપા પાડયા છે. પારાવાર પાપ કર્યું છે. પરલોકને વિચાર નથી કર્યો, તિજોરીઓ તર ભરી છે. પુત્રના પારણની પાછળ આશામાં ને આશામાં હું વૃદ્ધ બને પણ હજુ મારે ઘેર દીકરો નથી. આ સંસાર મધુબિંદુ જેવો છે. તેમાં સુખની આશા રાખવી તે મૂર્ખાઈ છે. જન્મ-મરણ-સંગ-વિયોગ, અને સુખ-દુઃખની ઘટમાળથી ભરેલે આ સંસાર તેને સુખમય માનવો તે મહામૂર્ખતા છે. બંધુઓ ! આ બધી વાત તમને સમજાય છે ને? જ્યાં સુધી તમારા હૈયામાં સંસાર ખટકશે નહિ ત્યાં સુધી દેડધામ અટકશે નહિ. જ્યાં સુધી દોડધામ અટકશે નહિ ત્યાં સુધી રખડપટ્ટી પૂરી થશે નહિ. આ બધું વિચારતાં ધનાલાલનું મન ચગડોળે ચઢયું. અહો ! આ સંસાર દુઃખથી ભરેલો છે. તેમાં સુખ શોધવું તે મૂખઈ છે છેવટે તેને વૈરાગ્ય આવે છે ને દીક્ષા લે છે. ધનાલાલને સાચું સુખ સમજાઈ ગયું. તેને એ જ્ઞાન થયું કે સાચું સુખ ત્યાગમાં છે પણ સંસારમાં નથી. તેનું અજ્ઞાન દૂર થયું ને આત્મજ્ઞાન થતાં સંયમ માર્ગે પ્રયાણ કર્યું. આત્મજ્ઞાન એ ઝળહળતો દિપક છે ને અજ્ઞાન એ અંધકાર છે. જ્ઞાની આત્માઓની રગે રગે ધર્મ રૂચેલો હોય છે. પ્રાણ કરતાં પણ ધર્મપ્રિય હોય છે. ગમે તેટલું તેને સુખ મળે પણ તે ધર્મનો ત્યાગ કરીને સુખ મેળવવા ઈચ્છતા નથી. તમને ધર્મ તે ગમે છે ને? ધર્મ વહાલે છે ને? પણ કેવો વહાલો છે એ સમય આવ્યે ખબર પડે. એક વખત એક મદારી બે માંકડા લઈને કઈ ગામમાં વેચવા માટે આવ્યા. ફરતે ફરતે નાના રાજાના દરબારમાં પહોંચી ગયે. રાજાને કહ્યું સાહેબ! મારા આ બે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy