SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪૦ શારદા સાગર વ્યાખ્યાન નં – ૭૪ આસો સુદ ૯ ને સેમવાર તા.૧૩૧૦૭૫ અનંત જ્ઞાની મહાન પુરૂષાએ જગતના જીના ઉદ્ધાર માટે સિદ્ધાંતની પ્રરૂપણા કરી. તેમાં ભગવાનની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્રનું ૨૦મું અધ્યયન જેમાં અનાથી નિગ્રથને ભાન થયું કે સંસારના સંબંધે બધા સ્વાર્થમય છે. એવી અનુભૂતિ થયા પછી આત્મ તત્વની અતૂટ શ્રદ્ધા પ્રગટ કરી છે તે પોતાના અનુભવથી આત્મસ્વરૂપને નિશંક નિર્ણય કર્યો છે. બંધુઓ ! માનવ જન્મમાં આવીને જે જીવે સાચી સાધના કરી, સાધવા જેવું સાધ્યું, મેળવવા જેવું મેળવ્યું ને પિતાના દેહની ઉપાધિ છોડી આત્મસ્વરૂપની સાધના કરી “તસ્ય મનુષ્યનમ: સt” તેનું આ માનવજીવન સફળ બને છે. બાકી આખી જિંદગી ધનારામમાં ગુમાવી, લાખ રૂપિયા પેદા કર્યા, મોટી ઈમારત બંધાવી તેથી આગળ વધીને સંઘમાં, રાષ્ટ્રમાં ને દેશમાં નેતાનું પદ પ્રાપ્ત કર્યું પણ જ્યાં સુધી આત્મસ્વરૂપને નિર્ણય કર્યો નથી, વીતરાગે કહેલા દેવ-ગુરૂ અને ધર્મ પ્રત્યે શ્રદ્ધા પ્રગટી નથી ત્યાં સુધી જગતની ગમે તેટલી કાર્યવાહી કરી તે બધી ડાંગરના તરાને ખાંડવા સમાન છે. જ્ઞાની કહે છે હે જીવ! ભૌતિક પદાર્થો પાછળ તું જે આંધળી દેટ લગાવી રહ્યો છે ને જડના ઝળકાટમાં મોહી ગયા છે તે તરફથી તારી દષ્ટિ ફેરવીને એક વાર તારા ચૈતન્ય દેવને ઓળખી લે તે જન્મોજન્મના દરિદ્ર ટબી જશે. અનાદિકાળથી જેની શોધ કરી રહ્યો છે તે શોધને અંત આવી જશે. મહાન પુરૂષ એ સંદેશ આપે છે કે તેં અર્થ અને કામની પાછળ જિંદગીભર મહેનત કરી પણ આત્મ તત્વની પીછાણ કરવા માટે કેટલી મહેનત કરી? બોલો મારા વાલકેશ્વરના ઝવેરીઓ! તમે કેટલા વખતથી હીરા તપાસ છે? તેના ઝવેરી બન્યા પણ આત્મરૂપી અમૂલ્ય કહીનુર હીરાની કિંમત આંકવાના ઝવેરી બન્યા છે ? (હસાહસ). આનું મૂળ કારણ એ છે કે જેટલી જીવને જડ પદાર્થો પ્રત્યેની રૂચી છે તેટલી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરવા પ્રત્યેની રુચી જાગી નથી. “વીરા તત્ત્વ સુન્તિ, ઘસ્નેત્ત, સત્ત, પાન્તિ ' વિરલ માણસે તત્ત્વને સાંભળે છે, હદયમાં ધારે છે, શ્રદ્ધા કરે છે ને તેનું પાલન કરે છે. આ દુનિયામાં માનવની સંખ્યાને તૂટે નથી. તેમ ધર્મ કરનારની સંખ્યા પણ ઘણી છે. પરંતુ જેને બાહા પદાર્થોને મેહ છેડીને આત્માને જાણવાની જિજ્ઞાસા જાગી છે તે આત્મા પાત્ર બન્યો છે, પાત્રતા પ્રાપ્ત કરતાં પહેલાં પોતે પાત્ર બનવું પડશે. પાત્ર હશે તે પાત્રતા આવશે. જે ગૃહસ્થાશ્રમમાં સત્ય, નીતિ અને પ્રમાણિકતાનું દેવાળું હશે ભક્ષ્યાભણ્યનું ભાન નહિ હોય, દયા અને દાનના સંસ્કારો નહિ હોય તો આત્મતત્વની વાતો સાંભળવાની રૂચિ કયાંથી થશે? જે આત્મા તરફની રૂચિ પ્રગટાવવી હોય તે સર્વ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy