SearchBrowseAboutContactDonate
Page Preview
Page 677
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૩. ખાવાની સગવડતા આપે. નહિતર ગામમાં આવીશુ એટલે તેમને માટે રાજા ખાવાપીવાની સામગ્રી માકલી આપતા. ને કાઢીયા ખાઈ પીને આનંદ કરતા. આ કાઢીયાની ટોળીમાં શ્રીપાળ શજા કેવી રીતે આવ્યા હતા? શ્રીપાળ તા નાના હતા ને તેના પિતા લડાઇમાં મૃત્યુ પામ્યા. એટલે તેની માતા તેને લઇને દુશ્મનથી છૂપી રીતે ભાગી છૂટેલી. તે નાસતી ભાગતી વગડામાં આવી. ત્યાં તેણે કોઢીયાનુ ટાળુ જોયું. એ કાઢીયાઓએ પૂછ્યું કે હે માતા! તું આટલી બધી ભયભીત કેમ છે ? ત્યારે રાણીએ બધી વાત કરી. કોઢીયાઓએ કહ્યું તારા દીકરો અમને સોંપી દે. પણ અમારી સાથે રહેશે તેા કાઢીયેા થઇ જશે. ત્યારે માતાએ એક જ વિચાર કર્યો કે “જીવતા નર ભદ્રા પામે.” મારા દીકરા કાઢીચે થઈ જશે પણ જીવતા હશે તે કયારેક રાજ્યના વારસદાર બનશે. એમ સમજીને કેાઢીયાને પુત્ર સોંપી દીધા. કાઢીયા તેને ઉખરાણા કહેતા. ને તેને ૫૦૦ ના ઉપરી રાજા બનાવ્યે. કોઢીયાઓ કહે કે અમારા બરાણા રાજકન્યા પરણશે. - આ ૫૦૦નું ટાળુ ફરતુ ફરતુ તે ગામમાં આવ્યું. તેમને પ્રજાજને કહે છે ગામમાં ન આવશે. પણ એ તેા કહે છે અમારા ખરાણાને આ ગામના રાજાની કુંવરી પરણાવવી છે. ત્યારે લેાકેા કહે છે તમને કુંવરી કાણુ પરણાવશે ? આ કહે છે રાજા પાવશે. રાજાને આ વાતની ખખર પડી એટલે શજાએ મયણાસુંદરીને કાઢીયાની સાથે પરણાવી દીધી ને કહ્યું કે સૈા પુણ્ય પ્રમાણે સુખ-દુઃખ ભાગવે છે. તે હવે તું પણ તારા પુણ્ય પ્રમાણે સુખ ભગવી લેજે. આવી સ્વરૂપવાન કન્યાને જોઇને ખરાણા કહે છે તુ મને અડકીશ નહિ. જો તુ મને અડકીશ તેા તને પણ આવે રોગ લાગુ પડશે. હું પણ તારા જેવા સ્વરૂપવાન હતા. પણ ચારિત્રના રક્ષણ માટે મારી માતા મને લઈને ભાગી છૂટી હતી. આ કાઢીયાઓએ મને સહારો આપ્યા. તેમના સંગમાં રહેવાથી હું પણ તેમના જેવા ખની ગયા છે. માટે તું અમારાથી દૂર રહે. પિતાના કાપ સામે પણ અટલ જૈનધર્માંની શ્રદ્દા – જેને રગે રગે જૈન ધર્મના રગ લાગેલા છે તેવી મયણાસુંદરી કહે છે સ્વામીનાથ! મને કંઈ થવાનું નથી. આપ મારી ચિંતા ન કરો. મયણાસુંદરી કાઢીયા સાથે જાય છે. આ જોઈને ગામના લાકે ચાંધારે આંસુએ રડે છે. અહા! આવી અપ્સરા જેવી પુત્રીને કાઢીયા સાથે કેમ પરણાવી? રાજા કેમ આવા નિર્દય અની ગયા? ત્યારે કંઈક એમ ખાલવા લાગ્યા તેણે પિતાને કેવા ઉદ્ધૃત જવાબ આપ્યા? માટી જૈન ધર્મની ઢીંગલી થઈને નીકળી છે તેા હવે તેના જૈન ધર્માંતેને સુખી કરશે. ગમે તે રીતે ખેલવા લાગ્યા પણ મયણાસુંદરીના દિલમાં સ્હેજ પણ ગ્લાનિ નથી. હસતે ચહેરે જઇ રહી છે. ખૂબ પ્રેમથી કાઢીયા પતિની સેવા કરે છે. ફરતી ફરતી મયણાસુંદરી મેાસાળના ગામમાં આવી પણ કોઇને પોતાની આળખાણુ આપતી નથી. તે સમજતી હતી કે આવી સ્થિતિમાં કાકા મામા કાઇ સગા નહિ થાય.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy