SearchBrowseAboutContactDonate
Page Preview
Page 675
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ક્રાન્ત, નિરાર ભીમુનિ બનીશ. મે આવે! દૃઢ નિશ્ચય કર્યો एवं च चिन्तइत्ताणं, पत्तो मे नराहिवा । परियत्तन्तिए राइए, वेयणा मे खयं गया ॥ શારદા સાગર ઉત. સ. અ. ૨૦ ગાથા ૩૩ હું નરાધિપ! આવી ચિતવણા કરીને હું પથારીમાં સૂઇ ગયેા. મારા શુદ્ધ સંકલ્પના અળે મારા વેદનીય ક્રમના અંત આવવાના હશે તેથી જેમ જેમ રાત્રી વ્યતીત થતી ગઇ તેમ તેમ મારી વેદના શાંત થવા લાગી. ઘણાં દિવસથી ઊંઘ કરીને ઊંન્ધ્યા ન હતા. મારા માતા-પિતા, પત્ની, ભાઈ, બહેને અને મિત્રા બધા મારા માટે રાત્રિના અખંડ ઉજાગરા કરતા હતા. મારા રોગ શાંત થવાથી હું ચીસેા પાડતા બંધ થયા ને આંખ મીંચાઈ ગઈ. મને ઊંઘ આવેલી જાણીને મારા માત-પિતાને ખૂબ આનંદ્ન થયા. કારણ કે જે રાગીને ઊંઘ આવતી નથી તેના રાગ અસાધ્ય મનાય છે, મને ઊંઘ આવતી ન હતી તેથી મારા માતા-પિતા આદિ મારા રેગ અસાધ્ય માનીને ચિંતાથી દુ:ખી થઈ રહ્યા હતા. પણ મને ઊંઘ આવી જવાથી મારા માતા-પિતા, પત્ની, ભાઈ-બહેનેા બધા ખુશ થયા. તેઓ એમ સમજવા લાગ્યા હવે આ રાગથી મુકત થશે. તે વખતે તેને કેવા આનદ થયા હશે ! તેનુ વર્ણન હું કરી શક્તા નથી. મારા ઘરના બધા મને ઊંઘી ગયેલા માનતા હતા. પણ હે રાજા! મારી નિદ્રા બીજા પ્રકારની હતી. એ બધા મને સૂતેલે સમજતા હતા, ને પેાતાને જાગૃત સમજતા હતા. પણ મારા માનવા પ્રમાણે હુ જાગતા હતા ને ઘરના બધા સૂતેલા હતા. પાતાની સુષુપ્તિ અને ઘરના માણસાની જાગૃતિમાં મુનિ શું અંતર ખતાવે છે તે આ શ્લેાક દ્વારા સમજી શકાશે. या निशा सर्व भूतानां तस्यां जार्गति संयमी । यस्यां जार्गात भूतानि सा निशा पश्यतो मुनेः ॥ બધાં લેાકા જેને રાત સમજે છે તેમાં સયમી પુરૂષ જાગતા રહે છે. અને જેમાં આખુ જગત જાગે છે એને તત્ત્વજ્ઞાની મુનિ રાત સમજે છે. મતલખ એ છે કે સંસારના મેહમાં લપટાયેલા લેકે જેને સત્ય સમજે છે તેને જ્ઞાની પુરૂષ અસત્ય સમજે છે. અને જે તત્ત્વની વાત સંસારના માહમાં ફસાયેલા લેાકાથી છૂપાયેલી હાય છે તેને જ્ઞાનીએ સ્પષ્ટ દેખે છે. અનાથી મુનિના આત્મા હવે સજાગ બન્યા હતા. એટલે તેમની દૃષ્ટિ સંસારથી પરાડ.મુખ ખની આત્મા તરફ ઢળી હતી. એટલે તેમની દૃષ્ટિથી પેાતે ઊંઘી ગયા હૈાવા છતાં જાગૃત હતા. ને તેમના માતા-પિતા વિગેરે સંસારના મેહમાં જકડાયેલા હતા. તેથી માનતા હતા કે હવે આપણા પુત્ર સાજો થશે અને આપણી ઇચ્છાઓ પૂર્ણ કરશે. જેથી તેઓ આનન્દ્વ વિભાર બન્યા હતા. એટલે જાગૃત હાવા છતાં ઉંઘતા હતા. હવે અનાથી
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy