SearchBrowseAboutContactDonate
Page Preview
Page 667
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૨૮ શારદા સાગર મામીને જોઈને જેમ માતાથી વિખુટું પડેલું બાળક માતાને દેખે કે કોટે વળગી પડે તેમ અંજના અને વસંતમાલા બંને મામીની કોટે વળગી પડયા. અંજનાની આંખમાં દડદડ આંસુડા પડે છે. અંજનાનું રૂદન જોઈ મામીનું હૈયું ચીરાઈ ગયું ને મુખમાંથી ચીસ નીકળી ગઈ. તત તેના મામા ત્યાં આવ્યા. પિતાની ભાણેજની આ દશા જોઈને દિલમાં પારાવાર દુઃખ થયું. કે અહો! આ મારી લાડલી ભાણેજ નહિ સાસરે, નહિ. પિયર, નહિ મસાળ ને આ વનવગડામાં ક્યાંથી? અંજનાનું હૈયું હવે હાથ રહેતું નથી. તમને અનુભવ છે કે માણસે ઘણાં દુખ વેઠયા પછી જે કે પિતાનું સ્વજન મળી જાય તે તેમને જોઈને હદય ઢીલું પડી જાય છે. વળી અંજનાને પ્રસૂતિ થયા હજુ ૨૪ કલાક થયા છે. આવી સ્થિતિમાં માણસને ઘણું દુઃખ થાય. હવે અંજનાને તેના મામા પૂછશે કે તારી આ દશા કેમ થઈ? આગળ શું બનશે તેના ભાવ અવસરે કહેવાશે. વ્યાખ્યાન નં. ૭૩ આ સુદ ૮ ને રવિવાર તા. ૧૨-૧૦-૭૫ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન! શાસ્ત્રકાર ભગવતે જગતના જીવોના કલ્યાણને માટે આગમ વાણું પ્રકાશી. ઉત્ત. સૂત્ર. વસમું અધ્યયન જેમાં અનાથી નિગ્રંથને અધિકાર ચાલે છે. અનાથી મુનિ શ્રેણીક રાજાને કહે છે કે મને લાગ્યું કે સંસારના સર્વ સંબધ અનાથ છે. મને કઈ બિમારીમાંથી મુક્ત કરી શકયું નહિ. ત્યારે મેં સંકલ્પ કર્યો કે – सइंच जइ मुच्चेज्जा, वेयणा विउलो इओ। खन्तो दन्तो निरारम्भो, पव्वइए अणगारियं ॥ ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૩૨ . આ વિપુલ વેદનામાંથી એક વાર મુક્ત થાઉં તે ક્ષમાવાન, ઈન્દ્રિઓને દમણહાર, આરંભરહિત સાધુ બનું બંધુઓ ! અનાથી મુનિએ સંકલ્પ કર્યો કે જે મારો રોગ મટી જશે તો સંસાર છેડીને સંયમી બનીશ. આવી ભયંકર વેદના થતી હોય ત્યારે મનુષ્ય આ સંક૯પ તે કરી લે છે. પણ સંકલ્પ કર્યા પ્રમાણે બને, વેદના શાંત થઈ જાય તો પણ આવી અદ્ધિ-સિદ્ધિનો ત્યાગ કરીને સંસાર છોડી સંયમી બનવું તે હેલી વાત નથી. પણ અનાથી મુનિને સંકલ્પ તમારા જેવો ન હતો. દઢ સંકલ્પ હતે. તમે એટલું તો સમજે છે ને કે સંયમનું પાલન માત્ર મનુષ્યભવ સિવાય બીજે ક્યાંય થઈ શકતું નથી. આવી ભરપૂર સુખ સહાયબીમાંથી મનને રોકવું તે મનુષ્યભવમાં થઈ શકે છે. મૃત્યુ લેકને માનવી જે કરી શકે છે તે દેવે પણ કરી શકતા નથી. માટે મનુષ્યને મુકિતને અધિકારી કહ્યો છે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy