________________
૬૧૪.
શારદા સાગર
કરું અગર કેઈ ન દેખે તેવી રીતે પાપ કરું તે કે જાણવાનું છે? પણ સમજી લેજે કે અનંત જ્ઞાનીઓ અને સિદ્ધ ભગવતે તે સમયે સમયે જાણી-દેખી રહ્યા છે. પછી કેનાથી છાનું રાખવું છે? માટે પાપ કરતાં ભય રાખે, પાપભીરુ બનશો તે પવિત્ર બનશે ને ભવભીરુ બનશે તે ભવટ્ટી કરશે.. -~--
બાદશાહે વિચાર કર્યો જે મારી સારી નરસી ભાવનાઓને પડઘે અહીં સુધી પડતું હોય તે મારે પ્રજા પ્રત્યેના વિચારે ઉધાર રાખવા જોઈએ. મારી પ્રજા સુખી તે હું પણ સુખી જ છું ને! થેડે વધુ કર આવે તે ય શું ને ઓછો આવે તે ય શું? હવે મારે કઈ પણ ખાવાની ચીજ ઉપર ટેકસ નાં નહિ. અને ખેડૂતને કહ્યું હવે તું દાડમને રસ કાઢ. ત્યારે ચમત્કાર થયે હોય તેમ એક જ દાડમથી આખે ગ્લાસ રસથી છલકાઈ ગયે. રાજા રસ પીને ખુશ થઈને ચાલે ગયે. બંધુઓ! રાજાનું મન
જ્યારે મલીન બન્યું ત્યારે દાડમે રસ ચોરી લીધે ને જ્યારે મન નિર્મળ બન્યું ત્યારે રસના ઝરણું વહ્યા. આ ઉપરથી આપને સમજાય છે ને કે માનવીના મનની અસર વનસ્પતિ ઉપર પણ પડે છે. હવે તમને લાગે છે ખરું કે આપણે જે શ્રેયના પથે જવું છે તે મનને જરૂર પવિત્ર બનાવવું પડશે.
કવિઓ પણ કહે છે તે આત્મારૂપી ધબી! તું મન રૂપી આ વસ્ત્રને ધેઈને શુદ્ધ તથા સ્વચ્છ બનાવી દે. કપડું જ્યારે સ્વચ્છ બની જાય છે અથવા તેને મેલ દૂર થઈ જાય છે ત્યારે તે કપડું ઉજળું અને હલકું બની જાય છે. તે રીતે જ્યારે પાપ રૂપી મેલ આત્માથી અલગ થઈ જશે ત્યારે આત્મા શુદ્ધ અને હલકે બની જશે ને ઉર્ધ્વગમન કરશે. આત્મા જ્યારે કર્મમેલથી મુક્ત થઈ જાય છે ત્યારે તે પરમાત્મા બની જાય છે. તમને કદાચ શંકા થશે કે મનરૂપી વસ્ત્ર મેલું શા માટે થયું? તેને જવાબ આપતાં એક કડીમાં બતાવ્યું છે કે મિથ્યાત્વે કરીને મન મેલું થયું રે, પાપના લાગ્યા છે દેશ રે, કાળું થયું છે વિષય કષાયથી રે, દેની ઊઠે છે દુર્વાસ રે... ધબીડા
મિથ્યાત્વના કારણથી આત્માએ સાચાને ખોટું અને બેટાને સાચું માની લીધું છે. આ ટાપણાના કારણથી આ મનરૂપી વસ્ત્ર મેલું બની ગયું છે. આ મનરૂપ કપડાં પર અઢાર પ્રકારના પાપોનાં ડાઘ લાગ્યા છે. કેધ, કપટ, અસત્ય, ગર્વ, કષાય, આદિના ઘણું ચીકણું ધાબા પડી ગયા છે. અને તેથી તે કાળું બની ગયું છે. ભગવતી સૂત્રમાં રંગના વિષયમાં બતાવવામાં આવ્યું છે કે પાંચ રંગમાંથી કયે રંગ શુભ છે ને કે રંગ અશુભ છે? કાળ, લીલે, લાલ, સફેદ અને પીળે આ પાંચ રગે માંથી કાળે રંગ અશુભ અને સફેદ રંગ શુભ માનવામાં આવ્યા છે. -
કવાયરૂપી રંગથી મનરૂપી કપડું મેલું બની ગયું છે. તથા પાપરૂપી દેની