SearchBrowseAboutContactDonate
Page Preview
Page 644
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૬૦૫ જાય છે. એ ખાતે ખાતે વેતે જાય છે તેમાં ગાય-ભેંસ-બકરાના પેટ ભરાઈ જાય છે. હાથીનું પેટ મોટું હોવા છતાં કે ઉદાર છે! પણ મારા આજના કહેવાતા શ્રીમંતોનું પેટ હાથી જેટલું ઉધાર નથી. અરે એ કયાંક જતો હોય ને પોતાને સગે ભાઈ પૂછે કે ભાઈ! કયાં જાઓ છે? તે પણ સાચું નહિ કહે. કારણ કે જે એ જાણી જાય તો પિતાના ધંધાને ધક્કો લાગી જાય. કેટલી સંકુચિતતા છે. એક તિર્યંચ જેટલી પણ ઉદારતા નથી. સાથે શું લઈ જવાના છો? તેને વિચાર કરે. કંઈક શ્રીમંત સાગર જેવા ગંભીર હોય છે. તે જમણા હાથે દાન કરે તો તેને ડાબો હાથ પણ જાણે નહિ. ઘરનાને પણ ગંધ ન આવે કે આટલું દાન કર્યું છે. કહેવત છે ને કે સાગરમાં ગમે તેટલી નદીઓ ઠલવાય પણ સાગર છલકાતું નથી ને ગમે તેટલી ગરમી પડે તે પણ સુકાતે નથી. ભરેલો ઘડો છલકાતો નથી. અધૂરો ઘડો છલકાયા વિના રહેતું નથી. તેમ જે મનુષ્ય સંકુચિત દિલના છે તે પિતાના સુખને માટે લાખો રૂપિયાના ધુમાડા કરે છે પણ બીજાના દુઃખની પરવા કરતા નથી. તે અધૂરા ઘડા જેવા છે. એક જમાને એ હતું કે ગરીબ વિધવા માતાઓ ઘંટીના પડા ફેરવી અડધે મણ અનાજ દળીને પિતાનું ગુજરાન ચલાવતી ને પેટનો ખાડે પૂરતી. પણ આજે વૈજ્ઞાનિક યુગમાં તે ઘેર ઘેર ઘંટીઓ આવી ગઈ. પાણીના બે-પાંચ બેડા ભરીને પણ પોષણ કરતી પણ આજે ઘર ઘરમાં નળ આવી ગયા. બધું કામ યંત્ર દ્વારા થવા લાગ્યું એટલે ગરીબને તે આજીવિકામાં મોટો ધક્કો લાગી ગયે, પણ શ્રીમતે માને છે, કે બધું અમારે ઘેર આવી ગયું. વિજ્ઞાને કેવા સુખી બનાવી દીધા ! કંઈક બહેને એમ કહે છે કે, આપણે કેવા ભાગ્યશાળી કે આવું સુખ આપણા જમાનામાં આવ્યું. આપણું સાસુજીના તે કૂવે પાણી ભરી ભરીને પગ ઘસાઈ ગયા. ચૂલો સળગાવતાં ધૂમાડાથી આંખમાં પાણી ભરાઈ જતાં. ફાનસ સળગાવવા રોજ ચીમની ઉટકવી પડે, ઘાસલેટ પૂરવું પડે, કેટલી માથાકૂટ? ને આપણે તે એક નળ ફેરવીએ તે ગંગાને જમના વહે છે. કૂકર ચઢાવી દઈએ એટલે દાળ-ભાત ને શાક તૈયાર થઈ જાય. એક સ્વીચ બેઠા બેઠા દબાવીએ તે ઘરમાં ઝળહળતે પ્રકાશ પથરાઈ જાય ને પંખે ચલાવીએ તે ગરમી દૂર થઈ જાય. કેવું મજાનું સુખ!( હસાહસ) આવું સુખ ભેગવ્યા વિના ચાલ્યા ગયા. ટૂંકમાં કહેવાનો આશય એ છે, કે જડ સુખના ભિખારી ને જડ સાધનો મળતા કેટલે આનંદ આવે છે. તે જડની ઓળખાણ કરે છે. જડને પૂજારી જાની વૃદ્ધિમાં આનંદ માને છે. પણ તેને ખબર નથી કે જેટલા પૈસા વધ્યા તેટલી પળોજણ - વધી. સાધન વધ્યા તેટલા બંધન વધ્યાં ને સગવડતા વધી એટલા કર્મનાં કરજ વધ્યાં. બાંધેલા કર્મો ઉદયમાં આવશે ત્યારે ગમે તેટલી બૂમો પાડશે તે પણ કઈ બચાવવા નહિ આવે. કોઈ માણસ જાણી જોઈને ઝેર પી જાય ને પછી બુમ પાડે, કે મારી નાડીઓ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy