SearchBrowseAboutContactDonate
Page Preview
Page 633
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૪ શારદા સાગર શ્રેણીક રાજા અનાથી નિગ્રંથ પાસેથી સનાથ અને અનાથના ભેદભાવ સાંભળે છે. મુનિ કહે છે કે હે રાજન ! મારી પત્ની કેવી હતી? મારી વેદના જોઈને તેણે ખાવું પીવું બધું છોડી દીધું હતું. મારી સેવા કરતાં કંટાળતી ન હતી. આજે તે કઈ ભાઈને લક થાય ને છ-બાર મહિના પથારીમાં સૂતા સૂતા ડે–પેશાબ બધું કરાવવું પડે ને રોજના ઉજાગરો થાય તે વહાલામાં વહાલી પત્ની પણ થાકી જાય. અને તે બોલે છે કે હવે તે ભગવાન એમની દેરી ખેંચી લે તો સારું. પણ હે રાજન ! મારી પત્ની એમ થાકી જાય તેવી ન હતી. खणं पि मे महाराय ! पासाओ मे न फिट्टइ। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाया । ઉત્ત. સૂ અ. ૨૦, ગાથા ૩૦ હે મહારાજા! મારી પત્ની દેવાંગનાને શરમાવે તેવી સંદર્યવાન હતી. જે બહાર દેખાવ હતો તે તેના અંતરનો ભાવ હતે. હૃદયમાં સરળતા હતી. આંખમાંથી અમી ઝરતી હતી. તેની વાણીમાં મૃદુતા હતી. શરીર પુલ જેવું કોમળ હતું. મારે શું જોઈએ છે તે આંખના ઈશારે સમજી જતી હતી. મારા સુખે સુખી ને દુઃખે દુઃખી થવાવાળી હતી. મને રેગ આવ્યા ત્યારથી સ્નાન, વિલેપન, અત્તર, સેન્ટ, પુષ્પનીમાળા, અને ખાનપાનને ત્યાગ કર્યો. આ બધા શણગારને ત્યાગ બાહ્ય દેખાવ માટે નહિ પણ અંતરથી કર્યો હતે. અને મારાથી એક ક્ષણવાર પણ અળગી થતી ન હતી. કેઈ કહે કે તારે રેજના ઉજાગરા છે કંઇ ખાતી–પીતી નથી તે હવે થોડીવાર સૂઈ જા. તો પણ તે દૂર જતી ન હતી. મારી પાસે બેસીને વહાલથી મારા માથે હાથ ફેરવતી હતી. ને પ્રભુને પ્રાર્થના કરતી કે હે પ્રભુ! મારા પતિને બધે રેગ ખેંચી લે ને તેમને હતા તેવા સાજા કરી દે. એની આ પ્રાર્થનાની પાછળ તેની અભિલાષા વિષય સુખની ન હતી. પણ મને કેમ સારું થાય, હું કેમ વેદનાથી મુક્ત બનું તે તેની ભાવના હતી. આવી પવિત્ર પત્ની પણ મને રોગથી મુક્ત કરાવી શકી નહિ એ મારું અનાથપણું હતું. | મુનિ કહે છે હે રાજન! તમે મને કહેતા હતા ને કે હું તમને સુંદર કન્યાઓ સાથે પરણાવું ને તમે ઈચ્છિત સુખ ભોગવો. અને મનુષ્ય જન્મ સફળ કરે. હું પણ તમારી માફક માનતા હતા. જેમ હાથી–ઘેડા-ધન વિગેરે હેવાથી તું તને પિતાને સનાથ માને છે. તેમ હું પણ મને અનાથ માનતો હતે. પણ જ્યારે શરીરમાં વેદના થઈ ને તેને મટાડવા માટે વૈદો, હકીમ, ડોકટરે, માતા-પિતા, ભાઈ-બહેને પત્ની બધાએ ગમે તેટલા ઉપચારો કર્યા છતાં મને રોગથી મુક્ત કરાવી શક્યા નહિ. ત્યારે મને લાગ્યું કે હું પોતે અનાથ છું. મારી સ્ત્રી, માતા-પિતા બધા મને વેદનાથી મુકત ન કરી શક્યા
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy