SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૨૪ એટલે તેઓ સંસાર છેાડીને સાધુ બની ગયા. તેના પરિણામે શાશ્વત સુખના ભાકતા અન્યા. અને આપણને ઉપદેશ આપી ગયા છે કે ઃ– હું આત્મન્ ! તેં આ સંસારમાં અનંત પ્રવાસેા અનતકાળથી ખેડયા છે. તે પ્રવાસમાં નરક અને તિહુઁચ ગતિમાં અનંત દુખા ભાગવ્યા છે તેમ મનુષ્ય અને દેવભવમાં સુખ ભેગવ્યા. પણ હજુ તને કલ્યાણના પંથ સમજાયા નથી. કાચ સમજાય હાય તા અંતરમાં રૂચ્યા નથી. કદાચ રૂચ્યા હશે તે આચરણમાં ઉતર્યા નથી. ધર્મારાધનાની સામગ્રીથી ભરપૂર, દુર્લભ અને કિંમતી માનવભવની પ્રાપ્તિ થવા છતાં ભૌતિક સુખની અભિાષાને પૂર્ણ કરવા અજ્ઞાનના અંધકારમાં અથડાતા જીવા પ્રમાદની પરવશતાને કારણે ધર્મસાધનાને ભૂલી, વિષય વાસનામાં ચકચુર મની અનેક પાપની રમતા રમી રહ્યા છે. જ્યારે વરસાદ પડે છે ત્યારે નાના બાળક રમત રમે છે. રેતીના કૂમા બનાવે છે તે મારું ઘર, મારું ઘર કરીને ખુશ થાય છે. પણ રમત પૂરી થતાં લાત મારીને એ ઘરને તેાડી નાખે છે. પણ આ મેટા બાળકની રમત પૂરી થતી નથી. કાણુ જાણે ક્યારે આ રમત પૂરી થશે. તમે યાદ રાખો કે આ સંસારમાં પરિભ્રમણ (જન્મ મણુના ફેરા) અને અધઃપતનનું મુખ્ય કારણુ કામવાસના અને ઇન્દ્રિયાની ગુલામી છે. અનાદિકાળથી કામવાસનાએ માનવીને સતાવી રહી છે અને આત્માની શક્તિને ચુસી લે છે. ઇન્દ્રિયાને આધીન બની ભાન ભૂલેલે આત્મા નાશવંત અને અપૂર્ણ સુખ માટે તરફડિયા મારે છે. આ તરફડિયા મારવાની કાયમી સ્થિતિમાંથી ખચવા માટે તમારે શું કરવું પડશે ? જાણે છે ને ? કામવાસના કેવી ભયંકર છે તેનું સાચું સ્વરૂપ સમજવું જોઇએ. અને ઇન્દ્રિયા સાથે સમારાંગણમાં ઉતરી યુધ્ધની નાખતા વગાડી યુધ્ધના જોખમ અને પ્રયાગાના વિવેકપૂર્વક સામના કરવા પડશે. જ્યાં સુધી ઇન્દ્રિયે વશ ન થાય ત્યાં સુધી અણનમ ચૈાધા બની અવિરત યુધ્ધ આ જીવે ચાલુ રાખવુ પડશે. જો તેમ કરવામાં નહિ આવે તેા ખૂરી દશા થશે તેના ખ્યાલ રાખો. જ્ઞાની ભગવતા કહે છે જરા સમજો, વિચાર, આ કામલેગ કેવા છે : सल्लं कामा विसंकामा, कामा आसी विसोवमा । कामे भए पत्थमाणा, अकामा जन्ति दोग्गइं ॥ ઉત્ત. સુ. અ. ૯ ગાથા ૫૩ અધુએ ! આ કામલેાગા શલ્ય સમાન છે. જેમ આપણા શરીરના કોઇ ભાગમાં કાંટા કે ખીજુ કાઈ શલ્ય પેસી ગયું ાય તે શલ્ય માંસ સાથે ભળી જઈને આખા શરીરમાં તીવ્ર વેદના ઉત્પન્ન કરે છે તેમ લે!ગામાં આસકત ખનેલું ચિત્ત મનુષ્યને રાત દિવસ શલ્યની માફક પીડે છે. આ કામલેગા-વિષયાં વિષ સમાન છે. ગદ્દા વિશ્વાશ છાપાં રામો 7 મુદ્દો ।’’કિ પાક વૃક્ષનુ' ફળ દેખાવમાં સુંદર ને ખાવામાં મીઠું મધુરું લાગે છે પણ તે ખાવાથી જીવ અને કાયા જુદા થઈ જાય છે. મધુમિશ્રિત વિષ ખાવામાં ભલે મધુર
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy