SearchBrowseAboutContactDonate
Page Preview
Page 610
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૧ શારદા સાગર ઓળખ્યા. તે તરત ગાદી ઉપરથી ઉભું થઈ ગયે ને જઈને પિતાજીના ચરણમાં પડી ગ, ને કહ્યું કે પિતાજી! આ દુકાન અને પેઢી આપની છે. પધારે! તરત રમાને પણ ખબર આપી કે બા પણ આવ્યા છે, એટલે રમા તરત સાસુ પાસે જઈને ચરણમાં પડી પિતાને ઘેર લાવી. પુત્ર પૂછે છે પિતાજી! આપની આ દશા કેમ? ત્યારે પિતાજીએ કહ્યુંબેટા ! તમે પુણ્યવાન છે. તમે અને ઘરમાંથી નીકળ્યા ને અમારી આ દશા થઈ. ખૂબ રડી પડયા. સાસુ પણ વહુના ચરણમાં પડીને કહે છે, હે વહુ! મેં તને બહુ દુઃખ દીધા છે. તારા પિયરના દાગીના કે કપડાં પણ તને પહેરવા માટે આપ્યા નથી. છતાં તારી કેવી ઉદારતા છે. ખરેખર, હું કમભાગી છું. મેં તમને દુઃખી કર્યા બદલ ક્ષમા માંગુ છું. મેં તને ઓળખી નહિ. પછી દીકરાની પાસે પણ ક્ષમા માંગે છે. ને પુત્રવધૂ સાસુના ચરણમાં પડે છે ને તેમની સેવામાં રત રહે છે. અનાથી મુનિ કહે છે આવી મારી પત્ની મારામાં અનુરકત રહેનારી હતી તે મારા સુખે સુખી ને દુઃખે દુઃખી રહેતી હતી. મારું દુઃખ જોઈને તે એટલી રડતી હતી કે તેના આંસુથી મારું હૈયું ભીંજાવી દેતી હતી. હજુ પણ અનાથી મુનિ રાજા શ્રેણીકને આગળ વાત કહેશે તેના ભાવ અવસરે કહેવાશે. - ચરિત્ર –મુનિ પાસેથી પિતાને પૂર્વભવ સાંભળી અંજનાએ હાથ જોડી ફરીને મુનિને પૂછયું, કે હે ગુરુદેવ! આપ જે પ્રમાણે ભૂતકાળની વાત જાણે છે તે પ્રમાણે ભવિષ્ય સબંધી વાત પણ જાણે છે. એટલા માટે હું આપની પાસે એ જાણવા ઈચ્છું છું કે મારે આવી સ્થિતિ કેટલા વખત સુધી સહેવી પડશે? મારી આ સ્થિતિને અંત આવશે કે નહિ? અંજનાના પ્રશ્નને જવાબ આપતાં ગુરૂદેવે કહ્યું, કે હવે થોડા સમયમાં તમારા કર્મો નષ્ટ થવાના છે અને તમારી સ્થિતિ બદલાવાની છે. તેં તેર ઘડી સુધી મુનિને રજેહરણ સંતાયે એટલે તેર વર્ષ પૂરા થતાં તાશ દુખને અંત આવી જશે. તે દુઃખમાં ઘણી સહનશીલતા રાખી છે. કેઈને દોષ દીધું નથી. હવે ભૂરીશ નહિ. તારા દુઃખને થોડા સમયમાં અંત અવશે. ત્યારે તમારે પતિ પણ તમને મળી જશે અને તમારી કુક્ષીએ એક પરમ પ્રતાપી પુત્ર પેદા થશે કે જે મોટે થતાં રામને દૂત બનશે અને સીતાજીની શોધ કરશે. આટલું કહીને મુનિ ત્યાંથી વિહાર કરી ગયા. સંત પાસેથી ભવિષ્યવાણી સાંભળીને અંજનાને થયેલે આનંદ - મહાત્માની ભવિષ્યવાણું સાંભળી અંજનાને ઘણી પ્રસન્નતા થઈ. અંજનાને ઘણી પ્રસન્ન થતી જોઈને વસંતમાલાએ તેને કહ્યું કે હે સખી! આ મુનિ પાસેથી તને એવું શું મળ્યું છે કે તું આટલી બધી આનંદિત બની ગઈ છે? અંજનાએ કહ્યું – મને આ મુનિ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. એટલા માટે આટલી બધી હર્ષિત થઈ છું. મુનિ પાસેથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શ્રી ભગવતી સૂત્રમાં આ વિષે ભગવાનને એ પ્રશ્ન પૂછવામાં આવ્યા છેઃ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy