SearchBrowseAboutContactDonate
Page Preview
Page 606
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર બહારગામ ગયા છે ને ઘેર આવે એવા તત તમારા શ્રીમતીજીને ન દેખે તે તમારી દીકરી કે દીકરાને પૂછે ને કે બેટા! તારી બા કેમ નથી દેખાતી? (હસાહસ). અનાથી મુનિ કહે છે, મહારાજા! તમને એમ થતું હોય કે પ્રેમાળ પત્ની નહિ હેય માટે દીક્ષા લીધી હશે તે તેમ નથી. મારી પત્ની પણ કેવી હતી તે સાંભળે. भारिया में महाराय, अणुरत्ता अणुव्वया । अंसु पुणेहि नयहि, उरं मे परिसिचइ ॥ ઉત્ત. સૂ અ. ૨૦ ગાથ ૨૮ હે મહારાજા! મારે રૂપરૂપના અંબાર જેવી ગુણીયલ પત્ની હતી. તમે મને પહેલા કહી ગયા ને કે તમને સુંદર સ્ત્રીઓ સાથે પરણવીશ ને તમારી અનાથતા હું દૂર કરીશ. પણ મારે પત્ની ન હતી એમ નહિ. મારી પત્ની પતિવ્રતા ને મારામાં અનુરકત રહેવાવાળી હતી, મારા સુખે સુખી અને મારા દુઃખે દુઃખી રહેનારી હતી. મારી કારમી વેદના તેનાથી જે શકાતી ન હતી. મારી બીમારીને કારણે તેની આંખમાં આંસુ સૂકાતા ન હતા. મહાશતકને રેવતી આદિ ૩૨ સ્ત્રીઓ હતી. જયારે મહાશતક ધર્મમાં ઉતરી ગયા અને પત્નીઓને સંસારના સુખ મળતા બંધ થઈ ગયા ત્યારે પતિને બાળી મૂક્યો. પરદેશી રાજા ધર્મ પામ્યા ને સંસાર તરફથી તેમની દષ્ટિ બદલાઈ ગઈ ત્યારે તેની સુરિકતા રાણુએ તેને ઝેર આપ્યું ને ગળે દૂપિ દઈને મારી નાંખે. આવી સ્વાર્થની સગી પત્ની આ દુનિયામાં હોય છે. પણ મારે એવી પત્ની ન હતી. પણ પતિને જે ગમે તે મને ગમે. પતિની જે ઈચ્છા તે મારી ઈચ્છા. પતિનું દુઃખ તે મારું દુઃખ માનનારી પતિવ્રતા પત્ની હતી. પુણ્યવાનને આવી પવિત્ર પત્ની મળે છે. જેમ અનાથી મુનિની પત્ની હતી તેવી ગુણીયલ સ્ત્રીનું દૃષ્ટાંત આ જગ્યાએ યાદ આવવાથી કહું છું. | વિનયચંદ્ર નામને એક વણિકપુત્ર હતું. તેની પત્ની પણ વિનયવાન હતી બંને વચ્ચે ખૂબ પ્રેમ હતું. તેને ત્રણ વર્ષને બાબો હતે. પત્નીની તબિયત એકાએક બગડી. ખૂબ ભારે બીમારી આવી ગઈ. પત્નીને થઈ ગયું કે હવે હું જીવીશ નહિ. તેનું મન ખૂબ ઉદાસ થઈ ગયું. પોતાના બાબાના સામું ટગર ટગર જોઇને આંખમાં આંસુ સારતી. ત્યારે તેને પતિ કહે છે કે તું શા માટે ઉદાસ બની ગઈ છે? ને મારી સાથે કેમ બોલતી નથી? ત્યારે પત્ની કહે છે સ્વામીનાથ! હવે આ પથારીમાંથી હું બેઠી થઈ શકું તેવી મને આશા નથી. મને હું મરી જઈશ તેની ચિંતા નથી. પણ આ એક બાબાની ચિંતા છે. ત્યારે પતિ કહે છે તું આ શું બોલે છે? તારે બા છે તો શું મારે નથી? તારા કરતાં પણ મને અધિક વહાલ છે. તું તેની સહેજ પણ ચિંતા ના કરીશ. હું જ્યાં સુધી બેઠે છું ત્યાં સુધી બાબાને વાળ પણ વાંકે નહિ થવા દઉં. પત્ની કહે સ્વામીનાથી તમે બેલ્યા છે તેવું પાળજે ને બાબાને સહેજ પણ ઓછું આવવા દેશે નહિ. પતિએ વચન આપ્યું ને તરત પ્રાણ
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy