SearchBrowseAboutContactDonate
Page Preview
Page 595
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫૬ શારદા સાગર અન્નપાણી લેવા નહિ. રાણી ધાર આંસુએ રડે છે. ને કનકેદરીને સમજાવે છે કે બહેન! આ સંતને રજોહરણ વિના પગલું પણ ભરાય નહિ. જે તે નહિ મળે તે ઉપાશ્રયે કેવી રીતે જશે? એક મહિનાના ઉપવાસી છે. તેમને પારણું નહિ થાય તે આપણે અંતરાયના ભાગી બનીએ. મુનિની અશાતના કરવી તે ઘોર પાપ છે. આ રીતે ખૂબ સમજાવ્યું. આથી એને શું વિચાર આવશે તેના ભાવ અવસરે. વ્યાખ્યાન નં. ૬૫ * ભાદરવા વદ ૧૩ ને ગુરૂવાર - તા. ૨–૧૦-૭૬ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેન ! અનંત જ્ઞાની ભગવતે જગતના જીવોના અજ્ઞાનનો અંધકાર ટાળવા માટે આગમમાં શ્રુતજ્ઞાનની રોશની ફેલાવી છે. નંદીસૂત્રમાં પાંચ જ્ઞાનનું વિવેચન કરવામાં આવ્યું છે. ભગવતે જ્ઞાનને મહિમા ખૂબ વર્ણવ્યું છે. આત્માના બે મુખ્ય ગણે છે. એક જ્ઞાન અને બીજું દર્શન તેમાં જ્ઞાન ગુણ મહાન છે. જ્ઞાન એ આત્માનો પ્રધાન ગુણ છે. “પઢમં ના તો રયા ” એટલા માટે મહાન પુરુષો આપણને દાંડી પીટાવીને કહે છે, કે જીવનમાં જ્ઞાનને વિકાસ કરે અત્યંત આવશ્યક છે, આપણું મુખ્ય ધ્યેય મેક્ષ છે ને તેને પ્રાપ્ત કરવા માટે જ્ઞાનની પ્રાપ્તિ અનિવાર્ય છે. જ્ઞાન એ માર્ગદર્શક છે. સકલ વસ્તુત્વને પ્રકાશક છે. શાસ્ત્રમાં બતાવેલા મોક્ષમાર્ગને સદ્દગુરૂઓ જ્ઞાન દ્વારા પ્રકાશિત કરે છે. પણ આપણે જે એ માર્ગથી માહિતગાર ન બનીએ તે કાર્ય કેવી રીતે સાધી શકીશું? માર્ગ જાણ્યા પછી પણ પ્રયાણ તે આપણે કરવાનું છે. માર્ગમાં આવતા વિદ્ગોથી સાવધાન પણ આપણે રહેવું પડશે. દરેક વખતે કંઈ ગુરૂઓ તમારી સાથે નહિ રહે. પણ તેમણે આપેલું જ્ઞાન સદા સાથે રહી શકશે. જેમ ગાડાવાળ બળદને જે તરફ દોરે તે તરફ બળદ જાય છે. તેમ આપણા મનને આપણે જે તરફ વાળશું તે તરફ વાળશે. જ્ઞાનથી વિવેક પ્રાપ્ત થાય છે. અને તે મનને સાચું માર્ગદર્શન આપે છે. માટે જ્ઞાનની મહત્તા સમજીને હૈયામાં ઉતારે અને આચરણમાં મૂકો. જ્ઞાનદષ્ટિ ખીલે તે સંવેગ-વૈરાગ્ય આવે. જ્ઞાની અને વૈરાગી આત્મા વિષય કષાયથી છૂટી શકે છે. જેમ ભૂંડ વિષ્ટામાં આનંદ માણે છે તેમ અજ્ઞાની અજ્ઞાનમાં આનંદ માણું રઝળે છે. હંસ સરોવરમાં રહી આનંદપ્રમોદ કરે છે તેમ જ્ઞાની આત્માને જ્ઞાનસાગરમાં આનંદ આવે છે. બંધુઓ! જ્ઞાનને મહિમા એટલે ગાઈએ તેટલો ઓછો છે. જેની પાસે જ્ઞાન હોય છે તે આત્મા નિર્ભય બને છે. આત્મા જ્ઞાનરૂપી વજદ્વારા મિથ્યાત્વ રૂપી પર્વતને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy