SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ શીરા સાગર ૫૪૯ જાહેર કર્યું પણ સાથે મારા ભાઈઓ પણ એવા હતા. એમણે એ વિચાર ન કર્યો કે આ એક ભાઈની બીમારીમાં માતા-પિતા બધું ધન ખચી નાંખશે તે અમારા ભાગમાં શું રહેશે? એમણે પણ કહ્યું કે અમારા ભાઈને માટે જે આપવું પડે તે આપી દેવા તૈયાર છીએ. કોઈ પણ રીતે મારો ભાઈ સાજે થવું જોઈએ. भायरो मे महाराय, सगाजेट्ट कणिढगा। न य दुक्खा विमोयन्ति, एसा मज्झ अणाहया ॥ ઉત્ત. સૂ. અ. ૨૦ ગાથા ૨૬ હે મહારાજા! આવા મારા સગા નાના ને મોટા ભાઈઓએ મારી ખૂબ સેવા કરી, રાતના ઉજાગરા કર્યા પણ મને રેગથી મુકત કરી શકયા નહિ. આ અમારી ચેથી અનાથતા છે. બંધુઓ ! ગાથામાં એમ કહ્યું કે અનાથી મુનિના સગા ભાઈઓ હતા. આ તો સગા ભાઈ છે. પણ પુણ્યદય હોય ત્યાં અપર માતા હોવા છતાં એક માતાના જે પ્રેમ હોય છે. કૃષ્ણ અને બળભદ્રની શાસ્ત્રમાં વાત આવે છે. જ્યારે દ્વારકા નગરીમાં એક પણ પ્રત્યાખ્યાન ન રહ્યું ત્યારે દ્વીપાયન ઋષિના કેપથી દ્વારકા નગરી ભડકે બળી. તે સમયે આખી દ્વારકા નગરીમાં કૃષ્ણ અને બલભદ્ર એ બે બાંધે બચી ગયા હતા. બાકી આખું કુટુંબ, રાજમહેલ, મિલકત બધું બળીને સાફ થઈ ગયું. દ્વારકા નગરીની બહાર જઈને કૃષ્ણ કહે છે, અરેરે.... મોટાભાઈ આપણું સોનાની દ્વારકા નગરી બની ગઈ. આપણું માતા-પિતા, ભાઈઓ બધા બળી ગયા. આપણે બંને નિરાધાર થઈ ગયા. આપણે શું કરીશું ? કયાં જઈશું? ત્યારે બલભદ્રજી પિતાના લઘુ બાંધવને આશ્વાસન આપતાં કહે છે, કે વીશ ! શા માટે તું રડે છે? હજુ આપણું પુણ્ય જીવતા ને જાગતા છે. ચાલ, આપણે આપણું કુંતા ફઈબાને ઘેર જઈએ. આપણુ કુંતા ફઈબા આપણી દેવકી માતા જેવા છે. ત્યારે કૃષ્ણ કહે છે, ભાઈ! ફઈબાને ઘેર કયા મેઢે જઈએ? ત્યાં જતાં મારે પગ ઊપડતો નથી કારણ કે મેં તો પાંડેને - દેશનિકાલ કરેલા છે. બંધુઓ ! વાત એમ બની હતી કે પદ્મનાભ રાજાએ દેવ મારફત દ્રૌપદીનું અપહરણ કરાવી અમરકંકામાં મંગાવી. ત્યાર પછી ખબર મળતાં પાંચ પાંડવો અને કૃષ્ણ દ્રૌપદીને લેવા માટે ઘાતકીખમાં ગયા, કૃષ્ણ વાસુદેવે એક પજે પછાડી આખી અમરકંકા નગરીને ધણધણાવી નાંખી ને પદ્મનાભ રાજાને હરાવી દ્રૌપદીને લઈને પાછા ફર્યા કૃષણ વાસુદેવ ખૂબ વિશાળ દિલના હતા. તેઓ કહે છે, હે પાંડવો ! તમે અને દ્રૌપદી આ હોડીમાં બેસીને સામે કિનારે પહોંચી જાવ. તમે સહીસલામત પહોંચીને હાડી પાછી મોકલજે. હું રાહ જોઈને બેઠો છું. પાંચ પાંડવો અને છઠ્ઠી દ્રૌપદી વડીલ બંધુની આજ્ઞા મુજબ હોડીમાં બેસીને સામે કિનારે પહોંચી ગયા ત્યારે પાંડ કહે છે.
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy