SearchBrowseAboutContactDonate
Page Preview
Page 584
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર ૫૪૫ ચરિત્ર: “અંજના સતીને વનની વાટે મુનિના દર્શનને અત્યંત આનંદ” અંજના સતી અને વસંતમાલા બંને એક પહાડ પર ચડ્યા છે. અંજના પોતાનાં પાપકર્મોને દોષ આપે છે ને દુઃખમાં પણ સુખ માને છે. જંગલમાં મંગલ માને છે. દુનિયામાં સુખમાંથી સુખ તે સહુ શોધે છે પણ દુઃખમાંથી જે સુખ શોધે છે તે સાચે માનવ છે. એ તે એમ માને છે કે મને દુઃખ આવ્યું છે તે પણ સારા માટે. જે મને દુખ ન આવ્યું હતું તે મારી કસોટી કેવી રીતે થાત? દુનિયામાં કનકની કસોટી થાય છે પણ કથીરની કસોટી કઈ કરતું નથી. જ્યારે કનક કસોટીમાંથી પસાર થાય છે ત્યારે સાચું કનક કહેવાય છે ને તેની કિંમત અંકાય છે. એમ વિચાર કરી આત્માને હિંમત આપે છે. ત્યાં શું બને છેઃ ગિરિ ગુફે સતી રે નિહાળતી, તિહાં કણે દીઠા છે મુનિવર ધ્યાને ધીર તે, પંચ મહાવ્રત પાળતાં તપ, જપ સંયમે સોહે શરીર તે, અવધિજ્ઞાને કરી આગલા, જઈ કહી અંજનાએ વાંધા છે ચરણ તે, અતિ દુખ માહે આનંદ હુએ, ભવોભવ હેજે રે તુમતણું શરણું તે, સતી રે શિરામણું અંજના. અંજના અને વસંતમાલા બંને જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈને આગળ ચાલે છે. એકબીજાને આશ્વાસન આપે છે. બંધુઓ! માણસને ગમે તેટલું દુઃખ આવે પણ જે તેને માથે કઈ મીઠે હાથ ફેરવનાર હોય અને આશ્વાસનના બે શબ્દ કહેનાર જે હોય તે પણ તેનું દુઃખ હળવું બની જાય છે. .. અંજના અને વસંતમાલા એકબીજાને આશ્વાસન આપતા ચાલ્યા જાય છે. અંજના મનથી, વચનથી કે કાયાથી કોઈનું બૂરું ચિંતવતી નથી. તેમજ સાસરીયા કે પિયરીયા કોઈને પણ દેષ દેતી નથી પણ પિતાના કર્મને નિંદે છે, કે જીવ! તારા કર્યા તારે ભોગવવાના છે. તેમ વિચારતી નવકારમંત્રનું સ્મરણ કરે છે. બંને જણાં આગળ ચાલે છે. ત્યાં એક વૃક્ષ નીચે પંચ મહાવ્રતધારી, તપ અને ત્યાગના તેજ જેમના મુખ ઉપર ઝળહળે છે તેવા અવધિજ્ઞાની સંતને ધ્યાનમાં ઊભેલા જોયા. સંતને જોતા અંજનાના અંતરમાં આનંદ આનંદ થઈ ગયે. જેમ ગાઢ અંધકારમાં એક નાનકડી મીણબત્તી કે ધરે તે કે આનંદ થાય? તેમ અંજનાને ભયંકર દુઃખમાં મંગલકારી પવિત્ર સંતના દર્શન થતાં જે આનંદ થયે તે કઈ અલૌકિક ને અવર્ણનીય હતે. આ આનંદ ક્યારે પણ થયે નથી. અંજના વિચારે છે કે મારા માટે જંગલમાં મંગલ થયું. સંતના દર્શન થવાથી દુઃખમાં પણ અંજનાએ પિતાજીની માનેલી કૃપા – ધર્મના પ્રતાપે અંજનાને માટે જંગલ પણ મંગલરૂપી બની ગયું. અંજનાએ વસંતમાલાને કહ્યું, કે હે સખી ! જે પિતાજીની આપણુ ઉપર કૃપા થઈ ન હેત અને
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy