SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સાગર શરીરની કઈ પણ ક્રિયા કરતા નથી, અર્થાત જે ઈન્દ્રિઓને અને મનને વશમાં રાખે છે જે પાંચ પ્રકારની સમિતિઓથી યુક્ત છે. જે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન ભાવ રાખે છે. જે સમ્યક પ્રકારે આત્મસ્વરૂપને જાણે છે. જે સમસ્ત પદાર્થોના સ્વભાવને જાણે છે. જેમણે દ્રવ્ય અને ભાવે એમ બંને પ્રકારે સંસારમાં ઉતારવાના માર્ગનું છેદન કર્યું છે. જે પૂજા, સત્કાર અને લાભની ઈચ્છા ન રાખતા કેવળ ધર્મની ઈચ્છા રાખે છે. જે ધર્મને જાણનારા અને મોક્ષ માર્ગના કામી છે, જે સમભાવથી વિચરે છે. એવા ગુણોથી યુક્ત જે સાધુ જિતેન્દ્રિય અને મુકિતમાં જવાને યોગ્ય છે તથા જેમણે શરીરને વ્યુત્સર્ગ કરે છે તે નિગ્રંથ કહેવાય છે. નિર્ગથે તો નિશ્ચય અને વ્યવહારે બંને પ્રકારની ગ્રંથિઓને છેડવાની જરૂર છે. પંદર પ્રકારે સિદ્ધ થાય છે તેમાં ગૃહસ્થલિગે પણ સિદ્ધ થાય છે ને અન્ય લિગે પણ સિદ્ધ થાય છે. પણ તેઓને ભાવ ચારિત્ર હોય છે તે અપેક્ષાએ સિદ્ધ થાય છે. દ્રવ્યની અપેક્ષાએ તે સ્વલિંગી સિદ્ધ થાય છે. એટલા માટે દ્રવ્ય અને ભાવ એ બંને પ્રકારની ગ્રંથીઓથી જે મુકત થાય છે તે નિર્ચથ કહેવાય છે અને જેઓ સંપૂર્ણપણે દ્રવ્ય અને ભાવગ્રંથિઓથી છૂટી જાય છે તે મહાનિથ કહેવાય છે. - આ મહાનિર્ચથની વાત થઈ. આવા નિર્ચ થના ધર્મનું પ્રતિપાદન નિગ્રંથ પ્રવચન કરે છે. દ્વાદશાંગી નિગ્રંથ પ્રવચનની વાણી છે. પ્રથમ ગાથાના ત્રીજા પદમાં ભગવંત કહે છે સત્ય ઘH T૬ તવં, ગળુદ્દે સુવે ને . હું અર્થની શિક્ષા આપું છું. અર્થ શબ્દનો અર્થ લે કે ધન કરે છે. કારણ કે અનાદિકાળથી જીવને તે તરફને પ્રવાહ છે. એક નવકાર મંત્રની માળા ગણે તે પણ તેની પાછળ ધનપ્રાપ્તિની આશા હોય છે. ઘણાં ઘરે બૈચરી જઈએ ત્યારે જોવા મળે છે કે પ્રભાતના પ્રહરમાં સ્નાન કરીને રૂમાલ પહેરી, ઘીને દી કરી, એક ચિત્તે ઊભા રહીને કંઈક ભાઈઓ માળા ગણતા હોય છે. તેમાં ભજલારામ ભજકલદારમની ભાવના ભારેભાર ભરી છે. ભેગના ભિખારીઓ ! કયાં સુધી જડની ભીખ માંગશે ? હવે તે સ્વ તરફ દષ્ટિ કરે. માળા ગણતા પણ પૈસાની ભીખ માગે છે ! વિચાર કરે. પૈસો મળવો પુણ્યને આધીન છે. આંબે વાવે કેરી મળે છે. બાવળ વાવીને કેરીની આશા રાખે તે કેરી કયાંથી મળે? બાવળ વાવવાથી તે પગમાં કાંટા ભોંકાવાના છે તેમ પૂર્વે સુકૃત્ય કરી પુણ્યની કમાણી નથી કરી, તો આ ભવમાં સુખ કયાંથી મળશે? એટલે અહીં “મથ ઘ” અર્થ ધનના અર્થમાં નહિ પણ ધર્મના અર્થમાં કહે છે. એવા નિશ્ચય ધર્મરૂપી અર્થની શિક્ષા આપું છું. . નિગ્રંથ ધર્મની શિક્ષા ભગવંત તસ્વાર્થ રૂપે કહે છે. શાસ્ત્રના પ્રારંભમાં પ્રવૃત્તિ, પ્રજન, સબંધ અને અધિકાર, આ ચાર વાત અવશ્ય હોવી જોઈએ. કઈ પણ કાર્યમાં
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy