SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ શારદ સાગર ૫૩૭ થઈ છે એટલે તેને ખૂબ આનંદ થયે ને રાજમહેલમાંથી રાજાની રજા લઈને પિતાના મઠમાં આવ્યા. ત્યાં આવીને પિતાના બધા શિષ્યોને પાસે બેલાવીને કહ્યું, કે મારા વહાલા શિષ્યા | ગઈ રાત્રે મને એક સુંદર સ્વપ્ન આવ્યું છે કે આ ગંગા નદીમાં એક પેટી તણાતી તણાતી આવી રહી છે ને તેમાં પ્રબ ધન ભરેલું છે. તે આજે આપણને કંઈક લાભ થ જોઈએ. જે ધનથી ભરેલી પેટી મળી જાય તે આપણે જિંદગીભર ભકતો પાસે ભીખ માગવા જવું ન પડે. માટે તમે નદી કિનારે જાઓ અને કઈ પેટી તરતી તરતી આવે તે અહીં મારી પાસે લઈ આવે. ગુરુના કહેવાથી શિષ્યો નદી કિનારે પહોંચી ગયા ને પેટીની રાહ જોવા લાગ્યા. બંધુઓ! કેઈને મારી નાંખવા માટે મનુષ્ય લાખે પ્રયત્ન કરે પણ સૌનું પુણ્ય તે સૌની સાથે રહે છે. પુણ્યવાન મનુષ્યને કઈ વાળ પણ વાંકે કરી શકતું નથી. તે અનુસાર રાજકુંવરીના પ્રબળ પુણ્યોદયે પેટી નદીના પ્રવાહમાં તણાતી તણાતી ત્રણ ચાર માઈલ દૂર ગઈ. ત્યાં નદી કિનારે કુંવરીના પિતાજીને ખંડિયે રાજા ફરવા માટે આવેલ. તેણે જોયું કે કઈ પેટી આવે છે તેથી તેને પોતાના માણસો દ્વારા બહાર કઢાવીને પિતાના મહેલના એક અલગ રૂમમાં મુકાવી. ને પોતે અંદર જઈ તાળું ખોલ્યું. તે પિતાના રાજાની કુંવરી નીકળી. કુંવરી બેભાન દશામાં પડેલી હતી. તેને શુદ્ધિમાં લાવીને પૂછયું કે બેટા ! તારી આ દશા કેમ થઈ? તને કેણુ દુશમને જીવતી આ પેટીમાં પૂરી? ત્યારે કુંવરીએ કહ્યું, કે મને બીજી તે કંઈ ખબર નથી પણ આ જંગલમાં એક તપસ્વી જોગી રહે છે. તે અમારે ત્યાં જમવા આવેલા ને તેમણે પિતાજીને કંઈક કહ્યું. તેના કહેવાથી મારા પિતાજીએ આ કાર્ય કર્યું છે. ખંડિયે રાજા ના હતા પણ ખૂબ વિચિક્ષણ હતું. એટલે થોડામાં ઘણું સમજી ગયે. પેલા જેગીને પણ પાપકર્મની સજા બરાબર મળે એ દષ્ટિથી જંગલમાંથી એક રીંછ મંગાવ્યું. એ જંગલી રીંછને પેટીમાં પૂરાવી દઈને તાળું મારી પેટી ગંગા નદીના પ્રવાહમાં તરતી મુકાવી દીધી ને હવે આ પેટીનું શું થાય છે તે જાણવા માટે પિતાના ગુપ્તચરોને શેઠવી દીધા. પાપ છૂપું ના રહે- આ તરફ પેલી પેટી તણાતી તણાતી ગીના મઠ ભણું આવી. શિખે રાહ જોઈને બેઠા હતા. તે પેટી જોઈને કહેવા લાગ્યા કે ગુરુદેવનું સ્વપ્ન તે સાચું છે. જુઓ નિધાન ભરેલી પેટી આવી રહી છે. પણ શિષ્યને બિચારાને ક્યાં ખબર હતી કે અમારા ગુરુએ કેવા કામ કર્યા છે. આ નિધાન છે કે પછી ગુરુનું નિધન (મૃત્યુ) આવી રહ્યું છે? શિખ્યો તે હર્ષભેર નદીમાં પીને પેટી કિનારે લાવ્યા. પેટી ખૂબ વજનદાર હતી એટલે શિષ્યા કહે છે-જુએ તે ખરા! કેટલું બધું વજન છે? આમાં ઘણું ધન હશે! નહિતર આટલું બધું વજન ન હોય. આપણા ગુરુદેવ પણે કેવા ભાગ્યવાન છે. આમ કરતાં કરતાં શિષ્યો પેટીને પિતાના મઠમાં લઈ આવ્યા. ગુરુ તે
SR No.023370
Book TitleSharda Sagar
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherMansukhlal Chhaganlal Desai
Publication Year1978
Total Pages1026
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy